31 માર્ચ પહેલા આ કર્યો કરવાનું ચૂકશો નહીં!!

Spread the love
Reading Time: 3 minutes

-By Dharshit Shah, Tax Advocate

          નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ સમાપ્ત થઈ રહ્યું છે ત્યારે, તમારી વ્યક્તિગત    નાણાકીય ચેકલિસ્ટને ચકાશવિ અને વર્ષ માટે બાકી રહેલા તમામ મહત્વપૂર્ણ નાણાકીય કાર્યોને પૂર્ણ કરવું ઘણું મહત્વપૂર્ણ છે.નાણાંકિય વર્ષના અંતને લઇને કરદાતાઓ માટે મહત્વના તારીખો માસમાં આવી રહી છે. જેમાં વરિષ્ટ નાગરિકો, પગારદાર કરદાતાઓ, વેપારીઓ, વ્યાસાયિકો, ગૃહિણીઓ, વ્યાજ અને ભાડાની આવક ધરાવતા કરદાતાઓ માટે માસ ખુબ મહત્વનો બની રહે છે. અહીં તમારી ઈનકમ ટેક્સ અને જી.એસ.ટી. તથા પર્સનલ ફાઇનાન્સ લિસ્ટમાં એવી વસ્તુઓની સૂચિ છે જેની તમારે 31 માર્ચ પહેલા કાળજી લેવાની જરૂર છે.

ઇન્કમ ટેક્સ કાયદા અંતર્ગત વિવિધ કર્યો ૩૧મી માર્ચ પેહલા કરવાના રહેછે.

  • એડવાન્સ ટેક્સ પેમેન્ટ:
    વરિષ્ઠ નાગરિકો સિવાયના તમામ નાગરિકો કે જે ધંધાકીય કે વ્યવસાયિક અવાક ધરાવે છે જેમની પાસે રૂ. 10,000 થી વધુ આવકવેરાની જવાબદારી છે તેઓ ચાર હપ્તામાં એડવાન્સ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે, એટલે કે 15 જુલાઈ, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચ પહેલાં. જો કે, 31મી માર્ચના રોજ અથવા તે પહેલાં કરવામાં આવેલ કોઈપણ ચુકવણી હજુ પણ એડવાન્સ ટેક્સ તરીકે ગણવામાં આવશે. પરંતુ, જો સમયમર્યાદા પર અથવા તે પહેલાં કર ચૂકવવામાં ન આવે, તો કરદાતા પાસેથી હપ્તામાં મુલતવી રાખવા માટે દર મહિને ૧% વ્યાજ વસૂલવામાં આવશે.
  • ટેક્સ સેવિંગને લગતા ઇન્વેસ્ટમેન્ટના કર્યો :
    ટેક્સ પ્લાનિંગને નાણાકીય આયોજનનો મહત્વનો ભાગ ગણવામાં આવે છે, પછી ભલે તમે પગારદાર વ્યક્તિહો, વેપારીહો કે વ્યાવસાયિક, યોગ્ય ટેક્સ પ્લાનિંગ દ્વારા તમે ટેક્સને ઘણી હદ સુધી બચાવી શકો છો. આવકવેરાની બચત માટે યોગ્ય કર આયોજન જેવા કે LIC , પી.પી.એફ, એન.એન.સી, વગેરે જેવા ઇન્વેસ્ટમેન્ટ કરવામાટે વર્ષ ૨૦૨૩૨૪ ની આખર તારીખ ૩૧મી માર્ચ પેહલા કરવાના રહેશે.
  • ઇન્કમટેકસ કાયાદા અંતર્ગત ઉપડેટ રિટર્ન એટલે કે આઇટીઆરયુ વર્ષ 2021-22 માટેની પણ આખર તા. 31 માર્ચ 2024 છે. કરદાતાઓએ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે નિર્દિષ્ટ આકારણી વર્ષ માટેના તેમના આવકવેરા રિટર્નમાં કોઈપણ જરૂરી અપડેટ કે સુધારા તારીખ સુધીમાં પૂર્ણ અને ફાઇલ કરવામાં આવે.

 જી.એસ.ટી ના કાયદા અંતર્ગત વિવિધ કર્યો ૩૧મી માર્ચ પેહલા કરવાના રહેછે.

  • રેગ્યુલર ટેક્સ માં થી કોમ્પોઝિશન ટેક્સ પેયર :

નાણાકીય વર્ષ 2023-24 માં જે વ્યક્તિ REGULAR માં ટેક્ષ ભરતા હોય અને નાણાકીય વર્ષ 2024-25 થી જો COMPOSITION SCHEME (ઉચક્વેરા) મા ટેક્ષ ભરવો હોય તે વ્યક્તિ 31/03/2024 સુધીમાં GST PORTAL પર એપ્લીકેશન કરવાની હોય છે. હાલમાં GST પોર્ટલ પર આ એપ્લીકેશન કરવાનો ઓપ્સન શરુ થય ગયો છે.

  • LUT લેટર ઓફ અંડરટેકિંગ વર્ષ ૨૦૨૪-૨૫ :
    GST માં રજીસ્ટર વ્યક્તિ જે EXPORT (નિકાસ) કરતા હોય તે વ્યક્તિ LUT (LATTER OF UNDERTAKING) 31/03/2024 પહેલા રીન્યુ કરાવી લેવી ફરજીયાત છે. હાલમાં GST પોર્ટલ પર આ સુવિધા શરુ થય ગયેલ છે.
  • GTA (ગૂડ્સ ટ્રાન્સપોર્ટ આજૅનસી) ડેકલેરેશન:
    Goods Transport Agency (GTA) બે રીતે ટેક્ષ ભરી શકે છે, ફોરવર્ડ ચાર્જ અને રિવર્સ ચાર્જ. નાણાકીય વર્ષ 2023-24 માં ફોરવર્ડ ચાર્જ માં ટેક્ષ ભરતા હોય અને નાણાકીય વર્ષ 2024-25 માં  રિવર્સ ચાર્જ માં  ટેક્ષ ભરવો હોય તો
    31-03-2024 પહેલા ડેકલેરેશન ફાઈલ કરવુ ફરજીયાત છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2023-24 માં રિવર્સ ચાર્જ માં ટેક્ષ ભરતા હોય અને નાણાકીય વર્ષ 2024-25 માં  ફોરવર્ડ ચાર્જ માં  ટેક્ષ ભરવો હોય તો 31-03-2024 પહેલા ડેકલેરેશન ફાઈલ કરવુ ફરજીયાત છે.
  • QRMP માંથી MONTHLY RETURN ફાઈલ કરવા માટે :
    જી.એસ.ટી કાયદામાં રજીસ્ટર વ્યક્તિ નું પાછલા વર્ષમાં 5 કરોડ સુધીનું ટર્નઓવર હોય તો તેવા કરદાતા QRMPS અંતરગત ત્રિમાસિક રીટર્ન ફાઈલ કરી શકે, પરંતુ નાણાકીય વર્ષ 2023-24 માં તેમનું ટર્નઓવર 5 કરોડથી વધી ગયું હોયતો નાણાકીય વર્ષ 2024-25 થી ફરજીયાત માસિક રીટર્ન ફાઈલ કરવાની જવાબદારી ઉપસ્થિત થશે.
  • ઈન્વોઈસ ની જવાબદારી ચકસવી:
    ઓગસ્ટ 2023માં થયેલા નવીનતમ સુધારા મુજબ, GST કાયદા હેઠળ નોંધાયેલા તમામ કરદાતાઓ, જેમનું કુલ વાર્ષિક ટર્નઓવર રૂ. 5 કરોડથી વધુ છે, તોહ તેમણે ઈ-ઈનવોઈસ જનરેટ કરવાની જરૂર છે.જેથી કરી એવા વેપારી કે જેમનું ટર્નઓવર વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ. 5 કરોડથી વધુ છે તોહ તેમણે ૧ અપ્રિલ ૨૦૨૪ થી ઈ-ઈન્વોઈસ કરવું ફરજીયાત છે.

(લેખક અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરતાં જાણીતા ટેક્સ એડવોકેટ છે. તેઓ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો. ના કારોબારી સભ્ય છે)

error: Content is protected !!