જી.એસ.ટી. નંબરની અરજી અંગે શું છે નવો નિયમ??? જાણો આ લેખમાં

Spread the love
Reading Time: 2 minutes

-પ્રશાંત મકવાણા, ટેક્સ કન્સલ્ટન્ટ

GST નંબર ની એપ્લીકેશન અપ્રુવ થવાની સમય મયાાદામાં થયેલ ફરફારની સરળ ભાષામાં સમજુતી.

પ્રસ્તાવના

GST નંબર ની એપ્લીકેસન RULE-9 મુજબ અપ્રુવ થતી હોય છે. હાલમાં તારીખ 28/02/2024 ના રોજ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઇઝરી માં GST નંબર માટેની અરજી અપ્રુવ થવાની સમય મયાાદા માં ફેરફાર થયો છે. તેની સરળ ભાષામાં સમજુતી આ લેખમાં આપવામાં આવી છે.

  • GST નંબર ની એપ્લીકેશન અપ્રુવ થવાની સમય મયાાદામાં
  • GST રજીસ્ટ્રેશન ની એપ્લીકેશન કર્યા બાદ તે ઓફિસરને ને ફોરવર્ડ કરવામાં આવશે. ઓફિસર દ્વારા એપ્લીકેશન અને ડોક્યુમેન્ટ તપાસી ને જો એપ્લીકેશન અને ડોક્યુમેન્ટ સંપૂર્ણ યોગ્ય લાગશે તો જે તારીખે ARN નંબર જનરેટ થયો છે તે તારીખ થી 7 વર્કિંગ દિવસમાં તે અપ્રુવ કરવા માં આવશે.
  • GST રજીસ્ટ્રેશન ની બધી જ એપ્લીકેશન 7 વર્કિંગ દિવસ માં અપ્રુવ થશે તેવું નથી.

નીચેના સંજોગો માં GST રજીસ્ટ્રેશનની એપ્લીકેશન ૩૦ દિવસમાં અપ્રુવ થશે.

  • એપ્લીકેશન કરનાર વ્યક્તિ એ આધાર ઓથોન્ટીકેશનનો વિકલ્પ પસંદ નો કર્યો હોય
  • આધાર ઓથોન્ટીકેશન સફળતા પૂર્વક થય ગયું હોય તો પણ જો GST પોર્ટલ દ્વારા ડેટા એનાલીસીસ અને રીસ્ક પેરામીટર પરથી એપ્લીકેશનના ધંધા ના સ્થળ નું ફીઝીકલ વેરીફીકેશન કરવાનું નક્કી કરવામા આવે.
  • ઓફિસરને એવું લાગે કે ધંધાના સ્થળ નું ફીઝીકલ વેરીફીકેસન કરવું પડે તેમ છે.

ઉપરના ત્રણ સંજોગોમાં જો ARN નંબર જનરેટ થાય ત્યારથી 30 દિવસમાં જો એપ્લીકેશન યોગ્ય લાગશે તો અપ્રુવ થશે.

અથવા

જો એપ્લીકેશન મા કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય અથવા કોઈ ક્લેરીફીકેસન ની જરૂર લાગે તો ARN નંબર જનરેટ થાય ત્યાર થી 30 દિવસમાં ઓફિસર નોટીસ ઇસ્યુ કરશે.

  • ક્લેરીફીકેસન માંટે જે નોટીસ મળે તેમાં જે સમય મર્યાદા હોય તે સમય માં અરજદારે ક્લેરીફીકેસન નો જવાબ આપવાનો રહેશે.
  • ક્લેરીફીકેસન નો જવાબ આપ્યા બાદ જો ઓફિસરને એપ્લીકેસન બધી જ રીતે યોગ્ય હશે તો જે દિવસે ક્લેરીફીકેસન નો જવાબ આપ્યો છે ત્યારથી 7 વર્કિંગ દિવસમાં અરજી અપ્રુવ થશે.

અથવા

  • ક્લેરીફીકેસન નો જવાબ આપ્યા બાદ જો ઓફિસરને એપ્લીકેસન બધી જ રીતે યોગ્ય નો લાગે તો જે દિવસે ક્લેરીફીકેસન નો જવાબ આપ્યો છે ત્યારથી 7 વર્કિંગ દિવસમાં અરજી રીજેક્ટ થશે.
  • ઓફિસર દ્વારા 30 દિવસ અથવા 7 વર્કિંગ દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નો આવે તો એપ્લીકેસન ઓટોમેટીક અપ્રુવ થશે.
  • અહિયાં એ જાણવું જરૂરી છે કે અત્યાર સુધી 7 વર્કિંગ દિવસ નો સમય હતો જે હવે 30 દિવસ થશે. 30 વર્કિંગ દિવસ નહિ.

(લેખક થાનગઢ ખાતે પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે)

error: Content is protected !!