ઇન્કમટેક્ષ ની સેક્સન 43B(H) અંગે સોસીયલ મીડિયામાં વાઈરલ થયેલ મેસેજ ની સાચી માહિતી

Spread the love
Reading Time: < 1 minute

-By Prashant Makwana, Tax Consultant

  • ઇન્કમટેક્ષ ની સેક્સન 43B(H) જે MICRO અને SMALL  ENTERPRISE  ને 15/45 દિવસમાં પેમેન્ટ કરવા માટેની છે. તે બાબતે સોસીયલ મીડિયામાં મેસેજ વાયરલ થયેલ છે કે આ સેક્સન નાણાકીય વર્ષ 2023-24 માટે મોફૂક રાખવામાં આવી છે.  આ બાબતનું ઓફિસિયલ નોટીફીકેસન તારીખ 12/03/2024 સુધી ઇન્કમટેક્ષ ની વેબસાઈટ પર આવેલ નથી.
  • બીજો એવો પણ મેસેજ વાઈરલ થયેલ છે કે ઇન્કમટેક્ષ ની સેક્સન 43B(H) તારીખ 01-04-2024 થી લાગુ પડશે જેનો સાચો મતલબ એવો થાય કે તે સેક્સન 43B(H) આકારણી વર્ષ(AY) 2024-25 એટલેકે 01-04-2024 થી લાગુ પડે. આકારણી વર્ષ 2024-25 નું નાણાકીય વર્ષ (FY) 2023-24 કેહેવાય એટલે કે તે સેકસન 01-04-2023 થી લાગુ પડી ગઈ ગણાય.
  • તેથી દરેક વેપારી મિત્રો ને ખાસ સુચના કે ઇન્કમટેક્ષ ની સેક્સન 43B(H) મુજબ MICRO અને SMALL ENTERPRISE  ને 15/45 દિવસમાં પેમેન્ટ કરી આપે જેથી કરી ને તે ખર્ચ નાણાકીય વર્ષ 2023-24 માં બાદ લઇ શકાય.

 

error: Content is protected !!