કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને આપવામાં આવી દિવાળીની ડબલ ગિફ્ટ: કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર “એકસાઈઝ” ઘટાડાઈ તો રાજ્ય સરકાર દ્વારા “વેટ” માં કરવામાં આવ્યો ઘટાડો

Spread the love
Reading Time: < 1 minute

પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલા તોતિંગ ભાવ વધારામાં લોકોને મળશે રાહત

તા. 04.11.2021: સમગ્ર દેશમાં ધામધૂમથી દિવાળીના તહવારોની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ઉજવણીમાં ભેટ સમાન જાહેરાતો કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વધારાનો ભાર સહન કરી રહેલી પ્રજાને પેટ્રોલમાં મોટા ભાવ ઘટાડાની ભેટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા “એક્સાઈઝ” માં પેટ્રોલ ઉપર 5 રૂપિયાનો ઘટાડો જાહેર કયો છે જ્યારે ડીઝલની “એકસાઇઝ” રૂ 10 થી ઘટાડવામાં આવી છે. આ ઘટાડાની જાહેરાત થયા બાદ મોડી રાત્રે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પેટ્રોલ અને ડીઝલ ઉપરના વેટમાં રૂ 7 નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આમ, ગુજરાતની જનતાને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા દિવાળી ઉપર આ “ડબલ-ગિફ્ટ” આપવામાં આવેલ છે. આ ઘટાડા સાથે ગુજરાતમાં પેટ્રોલના ભાવ અંદાજે 7 રૂ અને ડીઝલના ભાવ અંદાજે 17 રૂ ઘટશે. પ્રધાનમંત્રીએ તથા મુખ્યમંત્રીએ કરેલ જાહેરાત બાદ ગઇકાલે મોડી રાતથી ઘટાડેલા ભાવ અમલમાં આવી ગયા હોવાની માહિતી મળી રહી છે.

પેટ્રોલ ડીઝલમાં થયેલા ભયંકર ભાવવધારા બાબતે સરકાર હરકતમાં આવે તેવી માંગણીઓ સતત ઉઠી રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ઝડપથી વધારો આવતા સ્થાનિક સ્તરે ભાવ વધારો થઈ રહેલ છે તેવો બચાવ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ ક્રૂડના ભાવ ઘટતા, સરકારી આવકને નુકસાનનું બહાનું દઈ એક્સાઈઝ તથા વેટમાં વધારો કરતી સરકારો જ્યારે આ ક્રૂડના ભાવમાં વધારો થાય છે ત્યારે સરકારી આવક વધી હોવા છતાં વધારેલ “એક્સાઈઝ” કે “વેટ” ના દરો ઓછા કરવાનું ભૂલી જતી હોય છે!! “દેર આયે દુરુસ્ત આયે” ની ઉક્તિ યાદ રાખી ટેક્સમાં કરવામાં આવેલ આ ઘટાડો દિવાળીના આ તહેવારોમાં  લોકોને ખુશી આપશે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે 

1 thought on “કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને આપવામાં આવી દિવાળીની ડબલ ગિફ્ટ: કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર “એકસાઈઝ” ઘટાડાઈ તો રાજ્ય સરકાર દ્વારા “વેટ” માં કરવામાં આવ્યો ઘટાડો

  1. જીએસટી રજીસ્ટ્રેશન માટેની અરજી કરવામાં આવે ત્યારે જીએસટી ઓફિસર દ્વારા બિનજરૂરી કારણોસર અરજી નકારવામાં આવે છે.
    ૧) જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ નવો વ્યવસાય સારું કરે છે ત્યારે તે જીએસટી નંબર લેવા માટે ની અરજી કરે છે તો ત્યારે તેની પાસે થી ગુમાસ્તા ધારા નું લાઇસન્સ માંગવા માં આવે છે , પરંતુ જ્યારે અરજદાર ગુમાસ્તાધારા લાઇસન્સ માટે અરજી કરવા જાય છે ત્યારે તેનું પાસે માલ-સામાન ના ફોટો માંગવામાં આવે છે તેના કારણે તેવો ને ગુમાસ્તાધારા નું લાઇસન્સ ( ફોર્મ – ઈ) મળતું નથી પરંતુ જીએસટી ઓફિસર જીએસટી રજીસ્ટ્રેશન ની અરજીમાં ગુમાસ્તા ધારા નું લાઇસન્સ ના હોવા ના કારણે અરજી નકારવામાં આવે છે. તો શું તે વ્યાજબી છે.
    તો શું જીએસટી ઓફિસર કાયદાથી વિશેષ છે?
    જીએસટી રજીસ્ટ્રેશન માટેના પોર્ટલ ના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોવા છતાં તે વધારાના બિનજરૂરી ડોક્યુમેન્ટ મંગાવે તે વ્યાજબી છે.?

Comments are closed.

error: Content is protected !!