કરદાતાઓ માટે “એન્યુલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ” ની નવી સુવીધા કરવામાં આવી કાર્યરત. જાણો શું છે ફાયદા આ નવી સુવિધાઓના…

Spread the love
Reading Time: 2 minutes

ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર કરદાતા માટે નવું “એન્યુલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ” કરવામાં આવ્યું શરૂ. કરદાતાને આવકની મળી રહેશે માહિતી. 

તા. 04.11.2021: ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર 01 નવેમ્બર 2021 થી એક મહત્વની સુવિધા કરદાતાઑ માટે શરૂ કરવામાં આવી છે. કરદાતાઓ એન્યુલ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા પોતાની વ્યાજ, ડિવિડંડ, શેર બજારની લેવડ દેવડ જેવી આવકની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.  કરદાતા હવે અન્ય કરદાતાઓ જેવા કે બેન્ક, મ્યુચયલ ફંડ કંપની, સબ રજીસ્ટ્રાર ઓફિસ, ડિવિડંડની ચુકવણી કરનાર કંપની વગેરે દ્વારા પોતાની જે માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને પૂરી પાડવામાં આવેલ છે તે માહિતી પોતાના ઇન્કમ ટેક્સ લૉગિનમાં જોઈ શકશે. કરદાતા પોતાના ઇન્કમ ટેક્સ લૉગિનમાં “Annual Information Statement” હેઠળ આ માહિતી કરદાતાઓ જોઈ શકાશે. આ માહિતી ઇન્કમ ટેક્સ રિટર્નમાં “ઓટો પોપ્યુલેટ” થશે. આ માહિતી ઉપરથી કરદાતાને પોતાનું રિટર્ન તૈયાર કરવામાં સરળતા રહેશે. આ માહિતીમાં કોઈ ફેરફાર કે ત્રુટિ હોય તો કરદાતા આ સામે પોતાનો “ફિડબેક” પણ ઓનલાઈન જ આપી શકશે તેવી સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. પોતાની માહિતી ખોટી હોય કે તેમાં કોઈ ફેરફાર હોય ત્યારે કરદાતા દ્વારા આ ત્રુટિ અંગે ઓનલાઈન ફિડબેક આપેલ હશે ત્યારે આ માહિતી અલગથી દર્શાવવામાં આવશે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા એક ખાસ પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી કરદાતાઓને આ માહિતી જોઈ તેના ઉપરથી પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન યોગ્ય રીતે ભરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

આ અંગે ચર્ચા કરતાં પોરબંદરના જાણીતા એડવોકેટ સમીર તેજુરા જણાવે છે કે “એન્યુલ ઇન્ફોર્મેશનની આ સુવિધા કરદાતાઓ માટે ખાસ ફાયદાકારક રહેશે. પરંતુ ઘણા કરદાતાઓ પોતાના બચત ખતનું વ્યાજ પોતાના ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવતા હોતા નથી. આવા કરદાતાએ હવે ચેતી જવું જરૂરી છે. 10000 ઉપરનું બચત ખાતાનું વ્યાજ કરપાત્ર બનતું હોય, બચત ખાતાનું વ્યાજ યોગ્ય રીતે પોતાના રિટર્નમાં દર્શાવે તે જરૂરી છે”. નવા ઇન્કમ ટેક્સ પોર્ટલ લોન્ચ થવા સમયે અનેક ટેકનિકલ સમસ્યાઓ બાબતે સતત ફરિયાદો ઉઠી હતી. હવે ધીમે ધીમે આ પોર્ટલ સામાન્ય રીતે કામ કરતું થઈ રહ્યું છે અને કરદાતાઓ માટે વધુ સગવડોનો ઉમેરો પણ પોર્ટલ ઉપર થઈ રહ્યો છે જે આવકારદાયક બાબત ગણી શકાય. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!