દ્રશ્યમ – ૨ “આદમી હુ આદમી સે પ્યાર કરતા હું ….” Film Review
By Bhargav Ganatra
નોંધ :- જેવી રીતે આપણે જાણીએ છીએ તે રીતે દ્રશ્યમ – ૧ સસપેન્સ હતુ એટલે કીધા વગરની વાત છે કે દ્રશ્યમ – ૨ પણ સસપેન્સ જ હોવાનુ એટલે સસપેન્સ લેખ મારફત ના જાણી જાઓ એનુ આ રિવ્યુમાં ખાસ ધ્યાન રાખવામા આવેલ છે
કથા અંગે :- દ્રશ્યમ – ૨ એ દ્રશ્યમ ૧ ની કથા ને ૭ વષૅ આગળ વધારી ને રજુ કરવામા આવેલી કથા છે. પહેલુ કિશોર કુમાર સાહેબ એ ગાયેલુ ને કે…
Aadmi jo kehta hai, aadmi jo sunta hai
Zindagi bhar woh sadayein peecha karti hain
Aadmi jo deta hai, aadmi jo leta hai
Zindagi bhar woh duayein peecha karti hain
બહુ જ જાણીતી અને સૌ એ અનુભવેલી વાત છે કે કરેલા કાયૅ ના ફળ તો બધા ને મળવાના જ હોય છે પછી ફળ સારુ મળે કે કીટાણુ વાળુ એ તો કરેલા કમૅ પર આધારીત હોય છે.
તો વાત એવી છે કે અધુરી રહેલી કથા આગળ વધે છે ને અજય દેવગન એન્ડ ફેમેલી એ કરેલા કાયૅની ભાળ આગળ વધતા બધાને પડવા લાગે છે. આ વાતને આધારીત મુવીમા અજય દેવગનનો એક ડાયલોગ પણ છે કે ” Sach ped ke beej ki tarah hota hai ..jitna chahe dafna lo ek din bahar aa hi jaata hai”.
પછી શુ હોવાનુ ! નવા આવેલા ગોવાના IGP અક્ષય ખન્ના અજય દેવગનની વાસ્તવિકતા ખુલ્લી પાડવા પ્રયત્નો કરે છે અને અજય દેવગન પોતાના પરિવાર ને બચાવવા માટે લાગી જાય છે.
મુવીનો પહેલો હાફ કદાચ સ્લો લાગી શકે પણ એ બધી મથામણ કલાઈમેકસને સારી કરવા માટે છે એટલે મુવી છેલ્લે સુધી જકડી રાખશે.જેવી રીતે પહેલા કીધુ એમ મુવી સસપેન્સ છે એટલે કલાઈમેકસ વીશે ચચૉ કરવી નકામી છે.
અભિનય અંગે :- સેન્ટર ઓફ ધ મુવી કહી શકાય એવા અજય દેવગનનો અભિનય પૈસા વસુલ છે. તેમના પંખા હો તો ૧૦૦% પૈસા વસુલ તો માત્ર તેમના અભિનય થી જ થ ઈ જશે અને ના હો તો પણ ૫૦% તો ગણી જ લેવાના.
આ સિવાય તબુ અને અક્ષય ખન્ના અંગે વાત કરીએ તો તેઑનો રોલ તથા એક્ટિંગ પણ લાજવાબ છે. બાકી બીજા પાત્રો ના અભિનય અલબત સામાન્ય ગણી શકીએ.
રીમેક મુવી છે તો જોવુ જોઈએ ? :- સાચુ કહુ તો મે મોહનલાલનુ મલયાલમ મુવી નથી જોયેલુ પણ મે આ મુવી મારા કાકા એડવોકેટ લલિત ગણાત્રા સાથે જોયેલુ જેમણે મલયાલમ વઝૅન પણ જોયેલુ છે. તેમના મત અનુસાર આ મુવીમા સામાન્ય ૩% નો ફેરફાર છે પણ પહેલુ કહેવાયને શોખ બડી ચીઝ હે …તો જો તમે મુવીના શોખીન હો અથવા અજય દેવગનના પંખા (Fan) હો તો તમારે આ મુવી જોવા જવુ જોઈએ.
તારણ :- સસપેન્સ ની સાથે સાથે આ મુવી મારા મત અનુસાર બે અગત્ય ના સંદેશા આપી જાય છે.
૧) કરેલુ કમૅ તમને ગમે રીતે તે કમૅ પાછળ નુ ફળ આપવા માટે આવવાનુ જ છે.
૨) માણસ પોતાના પરિવાર માટે સાચા ખોટા ની પરવાહ કયૉ વગર કોઈ પણ હદ વટાવી શકે છે.
તો મુવી ખરેખર જોવા જેવુ છે એટલે સમય ની સાનુકૂળતા હોય તો ચુકશો નહી.