સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે)19th November 2022

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી./વેટ

  1. અમારા અસીલ મ્યુનિસીપાલિટી છે. તેઓ પ્રજાની સુખાકારી માટે સિટી બસ સર્વિસ ચલાવે છે. શું આ સેવા ઉપર જી.એસ.ટી. લાગુ પડે? અને જો લાગુ પડે તો બસની ખરીદી અને ખર્ચાઓ ઉપરની ITC તેઓને મળે?                                                                                             જીગ્નેશ દેત્રોજા

જવાબ: જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 15(c) હેઠળ એર કંડિશનના હોય તેવા સ્ટેજ કેરેજ ઉપર જી.એસ.ટી. લાગુ પડે નહીં તેવો અમારો મત છે. જી.એસ.ટી. NIL રેટેડ હોય, બસની ખરીદી તથા ખર્ચાઓ ઉપર ITC મળે નહીં તેવો અમારો મત છે.  

  1. અમારા અસીલ પેટ્રોલ પંપ ધરાવે છે. તેઓનું વેચાણ પેટ્રોલ-ડીઝલ ઉપરાંત oil નું રહેતું હોય છે. શું GSTR 1 તથા GSTR 9 માં પેટ્રોલ ડીઝલ જેવા નોન GST માલ માટે પણ HSN આપવાનો રહે? અને જો હા તો પેટ્રોલ-ડીઝલના HSN જણાવવા વિનંતી.             

જવાબ: હા, પેટ્રોલડીઝલ જેવી Non GST વસ્તુઓ માટે પણ HSN દર્શાવવાનો રહે. અમારા માટે પેટ્રોલ-ડીઝલ એ ચેપ્ટર 27 હેઠળ પડે અને 2710 HSN લાગુ પડે તેવો અમારો મત છે.

  1. અમોને પેપર પલ્પ મોલડેડ ટ્રે-HSN 48237010 ના જી.એસ.ટી. દર વિષે જણાવવા વિનંતી.                                                        હિમાંશુ મેહતા

જવાબ: પેપર પલ્પ મોલડેડ ટ્રે-HSN 48237010 ઉપર 12% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.    

  1. અમારા અસીલ કોલ્ડ સ્ટોરેજ ધરાવે છે જેમાં શાકભાજી, કઠોળ, ડુંગળી, લસણ વગેરે સ્ટોર કરવાની સગવડ વિવિધ ખેડૂતો તથા વેપારીઓને આપે છે. આ સેવા ઉપર કેટલા દરે જી.એસ.ટી. લાગુ પડે? આ સેવાના જી.એસ.ટી. દરમાં 18.07.2022 થી કોઈ ફેરફાર થયેલ છે?                                                                                                                                                                                                       બી.બી. કાછડીયા, એડવોકેટ, ધોરાજી. 

જવાબ: જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 54 (e) હેઠળ ખેત પેદાશોનું સ્ટોરેજ કરવાની સેવા કરમુક્ત બને તેવો અમારો મત છે. 18 જુલાઇથી આ એન્ટ્રીમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી તેવો અમારો મત છે.  

  1. અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. તેઓ પાસે અંદાજિત 40 લાખ જેવો સ્ટોક છે. તેઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેજર શૂન્ય છે. હવે તેઓ પોતે રિટાયર થઈ પોતાનો ધંધો પોતાના પૌત્રને તબદીલ કરવા ઈચ્છે છે. આવા સંજોગોમાં તેઓની જી.એસ.ટી. હેઠળ શું જવાબદારી આવી શકે?                                                                                                                                                             નીરવ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ, ધનસુરા

જવાબ: તમારા અસીલ પોતે રિટાયર થઈ ધંધો પોતાના પૌત્રને તમામ જવાબદારી સાથે તબદીલ કરે તો જી.એસ.ટી. શેડ્યુલ 2 ની એન્ટ્રી 4 (c) (i) હેઠળ જી.એસ.ટી. ની જવાબદારી લાગુ પડે નહીં તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ ખેડૂતો પાસેથી ગુવારની ખરીદી કરી B2B વેચાણ કરે છે. ગુવાર ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગે તે જણાવવા વિનંતી.                                                                                                                                                                                           પિયુષ લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ કચ્છ

જવાબ: ગુવારજો પ્રિ પેકઅને પ્રિ લેબલ્ડ માલ તરીકે વેચાણ કરવામાં આવે તો તેના ઉપર 5% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ માલિકી ધોરણે બે અલગ અલગ જી.એસ.ટી. નંબર ધરાવે છે. શું તેઓ બન્ને જી.એસ.ટી. નંબર વચ્ચે અંદર અંદર માલની ખરીદી વેચાણ કરે ત્યારે ઇન્કમ ટેક્સ હેઠળ TCS કરવાની જવાબદારી આવે?                                                          નીરવ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ, ધનસુરા

જવાબ: ના, એક જ PAN પરથી એજ PAN ધરાવતા કરદાતા વચ્ચે થતાં વ્યવહારો ઉપર TCS કરવાની જવાબદારી ના આવે તેવો અમારો મત છે.


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!