PAN સાથે આધાર કાર્ડ લિન્ક કરવાની મુદત 30 જૂન 2021 સુધી વધારવામાં આવી

Spread the love
Reading Time: < 1 minute

તા. 01.04.2021: ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 139AA હેઠળ PAN કાર્ડ સાથે આધાર લિન્ક કરાવવું ફરજિયાત છે. આધારને PAN સાથે લિન્ક કરવાની મુદત 31 માર્ચ 2021ના રોજ પૂરી થતી હતી. COVID-19 મહામારીના કારણે આ મુદતમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. હવે આ મુદત 30 જૂન 2021 રહેશે. બજેટ 2021 માં કરવામાં આવેલ જોગવાઈ મુજબ હવે ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સંસ્થા CBDT ને PAN સાથે આધાર લિન્કના કરાવવામાં આવે તો કરદાતાને 1000 સુધીની ફી લાગુ કરવા સત્તા આપવામાં આવી છે. આ બાબતની ગંભીરતા સમજી 30 જૂન સુધીમાં કરદાતા પોતાના આધાર કાર્ડને PAN સાથે લિન્ક કરાવી આપે તે ખાસ જરૂરી છે. Covid 19 ની ગંભીર પરિસ્થિતીના કારણે નાણાકીય વર્ષ 2019 20 ના ઇન્કમ ટેક્સની મુદત વધારવામાં આવશે તેવી આશા પણ કરદાતાઓ સેવી રહ્યા હતા. પરંતુ આ રિટર્નમાં વધારા અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!