કોરોનાનો બીજો તબક્કાનો છે કહેર, પણ ઇન્કમ ટેક્સ રિટર્નની મુદતમાં નથી કરવામાં આવ્યો કોઈ વધારો!!!

Spread the love
Reading Time: < 1 minute

નાણાકીય વર્ષ 2019 20 ના ઇન્કમ ટેક્સ રિટર્ન બહરવની મુદત વધે તે અંગે ઉઠી રહી છે માંગ!!

તા. 01.04.2021: ઇન્કમ ટેક્સ હેઠળ નાણાકીય વર્ષ 2019 20 ના રિટર્ન ભરવાની મુદત 31 માર્ચ 2021 ના રોજ પૂરી થઈ ગઈ છે. છેલ્લા બે મહિનાથી કોરોના સંક્રમણના કેસો દિન પ્રતિદિન વધતાં જાય છે. કોરોનાના કારણે ફેર આકારણીની નોટિસ કાઢવા માટે અધિકારીઓને વધુ 1 મહિનો આપવામાં આવ્યો છે. પરંતુ આ કોરોનાના કારણે કરદાતાને કોઈ રાહત આપવામાં આવી નથી. 2019-20 નું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું બાકી રહી ગયું છે તેવા કરદાતાઓ હવે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકશે નહીં. મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં જ્યાં કોરોનાના કારણે હજુ જનજીવન મહદ્દ અંશે પ્રભાવિત છે ત્યારે રિટર્ન ભરવા જેવી “પ્રોસીજરલ” બાબતમાં પણ કરદાતાને રાહત આપવામાં આવી નથી. 31 માર્ચના 2021 ના રોજ ઇન્કમ ટેક્સની સાઇટ પણ સારી રીતે ચાલી ના હતી તેવી ફરિયાદ પણ ઉઠવા પામી હતી. ઇન્કમ ટેક્સ રિટર્ન માટેની મુદત હજુ વધારવામાં આવશે તેવી આશા કરદાતાઓ રાખી રહ્યા છે.  ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!