માર્ચ 2021 નું જી.એસ.ટી. કલેક્શન 1,23,902 કરોડના રેકોર્ડ સ્તરે પર

Spread the love
Reading Time: < 1 minute

માર્ચ 2021 નું કલેક્શન રેકોર્ડ સ્તર પર પહોંચતા સરકાર માટે રાહતના સમાચાર

તા. 01.04.2021 માર્ચ જી.એસ.ટી. નું કલેક્શન 1,23,902 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી લઈને કોઈપણ મહિના માટે આ રેકોર્ડ કલેક્શન છે. કોરોના મહામારીના બીજા તબક્કા દરમ્યાન અનેક રાજ્યોમાં અંશતઃ લોકડાઉન હોવા છતાં જી એસ ટી નું આ કલેક્શન આશાસ્પદ ગણી શકાય. કુલ જી એસ ટી કલેક્શન પૈકી CGST 22973 કરોડ, SGST 29329 કરોડ, IGST 62842 નું કલેક્શન થયું હતું. ગયા માર્ચ 2020 કરતા આ કલેક્શન 27% વધુ રહ્યું છે. ગુજરાત રાજ્યનું જી.એસ.ટી કલેક્શન પણ ગત માર્ચ કરતા 20% વધુ આવ્યું છે. છેલ્લા 6 મહિનાનું જી એસ ટી કલેક્શન 1 લાખ કારોડને પાર આવ્યું છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

1 thought on “માર્ચ 2021 નું જી.એસ.ટી. કલેક્શન 1,23,902 કરોડના રેકોર્ડ સ્તરે પર

Comments are closed.

error: Content is protected !!