ત્રિમાસિક GSTR 1 બાબતે જાહેર થઈ મહત્વની માર્ગદર્શિકા. વિગતો જાણવી તમારા માટે છે ખૂબ જરૂરી

Spread the love
Reading Time: < 1 minute

IFF અને GSTR 1 સંદર્ભે GSTN દ્વારા  મહત્વની માર્ગદર્શિકા જી.એસ.ટી. પોર્ટલ ઉપર કરવામાં આવી છે જાહેર!!

તા. 01.04.2021: જી.એસ.ટી. હેઠળ ત્રિમાસિક રિટર્ન માસિક વેરો (QRMP) સ્કીમ હેઠળ ત્રિમાસિક રિટર્ન ભરવા જવાબદાર કરદાતા માટે મહત્વની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકાના મહત્વના મુદ્દા નીચે મુજબ છે:

  • IFF એ મરજિયાત હોય જે તે મહિના પછીના 13 તારીખ બાદ આ ફોર્મ ભરી શકાતું નથી. ત્રિમાસના પ્રથમ બે માસમાં કરવામાં આવેલ B2B વેચાણ ની વિગતો જે IFF માં દર્શાવવામાં આવી નથી તે વિગતો ત્રિમાસિક GSTR 1 માં દર્શાવવાની રહે છે.

 

  • જાન્યુઆરી તથા ફેબ્રુઆરીના ફાઇલ ના કરવામાં આવેલ IFF ની અમુક B2B વિગતો “સબમિટ” કરેલી હોય તો ત્રિમાસિક GSTR 1 ભરતા પહેલા આ વિગતો “રીસેટ” ના વિકલ્પ પડે “ડિલીટ” કરી નાંખવી જરૂરી છે. આ ડિલીટ કરેલ B2B ઇંવોઇસની વિગતો ત્રિમાસિક GSTR 1 માં દર્શાવવાની રહેશે. જો આ ફાઇલ ના કરેલ IFF ની વિગતો “ડિલીટ” કરવામાં ના આવે તો GSTR 1 માં આ વિગતો “ઓટો ડિલીટ”/અપલોડ ના થાય તેવું બની શકે છે.

 

  • ભવિષ્યમાં આ પ્રકારે “સેવ” થયેલ વિગતો “સેવ” થયેલ IFF માથી ઓટોમેટિક ડિલીટ અથવા મુવ થશે તેવી સગવડ શરૂ કરવામાં આવશે ત્યાર બાદ કરદાતાએ ઉપર જણાવેલ વિધિ કરવી જરૂરી રહેશે નહીં.

 

  • કોઈ પણ સબમિટ થયેલ પણ ફાઇલના થયેલ IFF ત્રિમાસિક GSTR 1 ભરતા પહેલા ફાઇલ કરી આપવું ફરજિયાત રહેશે.

GSTN ની આ મહત્વની માર્ગદર્શિકાની નોંધ લેવામાં આવે તે ઇચ્છનીય છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

3 thoughts on “ત્રિમાસિક GSTR 1 બાબતે જાહેર થઈ મહત્વની માર્ગદર્શિકા. વિગતો જાણવી તમારા માટે છે ખૂબ જરૂરી

  1. IFF MA JANUARY AND FEBRUARY NI SALES B2B figure nakhi hoy to Quaterly GSTR1 jan to March filed karti vakhate pachi detailed nakhiye to su sales double thai jay ????

    1. જે પ્રમાણે હાલ સમજાઈ રહ્યું છે તે મુજબ પ્રથમ બે માસમાં આપવામાં આવેલ B2B ની સેલ્સ જો ત્રૈમાસિકમાં નાંખવામાં આવે તો ઓટોમેટિક રિજેક્ટ/ડિલીટ થઈ જશે. પ્રથમ વાર અનુભવ હોય સતર્ક રહી ચેક કરવું જરૂરી છે.

Comments are closed.

error: Content is protected !!
18108