શું તમે ટેક્સ પ્રેક્ટિસ સાથે જોડાયેલા છો?? શું હજુ સુધી તમે ભારતના સૌથી મોટા ટેક્સ પ્રોફેશનલ એસોશીએશનના AIFTP ના સભ્ય નથી?? તો આજેજ સભ્ય બનો તેવી ખાસ અપીલ

Spread the love
Reading Time: 1 minute

ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રોફેશનલ્સના આજીવન સભ્ય બનો માત્ર રૂ. 2500 ની ફી સાથે. આ ફી જૂન 2021 થી વધી રહી છે. 

તા. 03.04.2021: ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સએ ભારતનું સૌથી મોટુ ટેક્સ પ્રોફેશનલ્સ માટેનું એસોશીએશન છે. આ એસોશીએશન સાથે દેશભરમાંથી અંદાજે 9000 વ્યક્તિગત સભ્યો જોડાયેલા છે. આ ઉપરાંત 138 એસોશીએશન તથા 13 કોર્પોરેટ ગૃહ પણ આ એસોશીએશનના સભ્યો છે. આ એસોશીએશનના મેમ્બર બનવા માટે આજીવન સભ્ય ફી 2500 છે. જી.એસ.ટી., ID કાર્ડ સાથે મેમ્બર બનવા ટેક્સ પ્રોફેશનલ દ્વારા 3186 ની ફી ભરવાપાત્ર છે. આ ફી ભરી આજીવન સભ્ય પદ ટેક્સ પ્રોફેશનલ્સને મળે છે. કોઈ પણ એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ પ્રેકટીશનર્સ આ એસોશીએશનના સભ્ય બની શકે છે. આ એસોશીએશનના સભ્ય બનવાથી દેશભરના ટેક્સ પ્રોફેશનલ્સ સાથે સંપર્ક કરવાની તક ટેક્સ પ્રોફેશનલ્સને મળી શકે છે. આ ઉપરાંત અલગ અલગ એક્સપર્ટસના લેકચર સેમિનાર તથા વેબીનાર દ્વારા ભાગ લેવાની તક પણ મળે છે. આમ, જ્ઞાન ઉપાર્જનએ આ એસોશીએશનનો સૌથી મહત્વનો હેતુ રહેતો હોય છે.

એસોએશનના મેમ્બરશીપ કમિટીના ચેરમેન અને જુનાગઢના જાણીતા ટેક્સ એડવોકેટ શ્રી સમીર જાની, ટેક્સ ટુડે સાથે ખાસ  કરતાં જણાવે છે કે એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેકટિશનર હોય તેવા તમામ ટેક્સ પ્રોફેશનલ્સને આ એસોશીએશનના સભ્ય બનવા માટે અમે ખાસ નિમંત્રણ પાઠવીએ છીએ. એસોશીએશનની સભ્ય ફી જૂન 2021 માં વધવાની છે. ત્યાં સુધીમાં અમે તમામ ટેક્સ પ્રોફેશનલ્સને સભ્ય પદ માટે અરજી કરવા ખાસ વિનંતી કરીએ છીએ. ગુજરાતના મોટાભાગના જાણીતા ટેક્સ પ્રોફેશનલ્સ અમારા એસોશીએશનના આજીવન સભ્ય છે. જે ટેક્સ પ્રોફેશનલ્સ અમારા સભ્ય નથી તેમને અમારી સાથે જોડાવા ટેક્સ ટુડેના મધ્યમથી હું નમ્ર અપીલ કરું છું.

ટેક્સ ટુડે તરફથી તથા AIFTP-વેસ્ટ ઝોનના વાઇસ પ્રેસિડંટ-ગુજરાત તરીકે હું અમારા વાંચકોને તથા સમર્થકોને નમ્ર અપીલ કરું છું કે જો આપ All India Federation of Tax Professional ના સભ્ય ના હોય તો આજેજ ઓનલાઈન મેમ્બરશીપનું ફોર્મ ભરી સભ્યપદ મેળવી લેશો. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.  

AIFTP નું સભ્યપદ ઓનલાઈન મેળવવા નીચેની લિન્ક ક્લિક કરો:

https://aiftponline.org/subscription-form/?type=membership

error: Content is protected !!
18108