સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ )05th April 2021

Spread the love
Reading Time: 5 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

                  05th April 2021                    

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

 

  1. અમારા અસીલ શૈક્ષણિક સંકૂલ ચલાવે છે. તેઓની વાર્ષિક ફી ની આવક 12 લાખ થાય છે. સંસ્થાનું વર્ષો જૂનું મકાન 35 લાખ રૂમાં ઇમલા (બાંધકામ સ્ક્રેપ) ચૂકવવાની શરતે કોન્ટ્રાક્ટથી આપેલ છે. આ બાબતે અમારા અસીલની જી.એસ.ટી. નંબર લેવાની જવાબદારી આવે?                                                                                                                                                               વિજય આર. પટેલ, ટેક્સ એડવોકેટ, વિસનગર 

જવાબ: તમારા અસિલે જે ઇમલાનું વેચાણ કરેલ છે તે “ફરધરન્સ ઓફ બિઝનેસ” માં ના ગણાય અને તમારા અસીલને જી.એસ.ટી. નંબર લેવાની જવાબદારીના આવે તેવો અમારો મત છે. જો કે આ પ્રશ્નમાં અલગ અભિપ્રાયને પણ અવકાશ રહેલ છે.

  1. અમારા અસીલખેડૂત સહકારી મંડળી છે. તેઓએ વેટના કાર્યકાળ દરમ્યાન ડિસેમ્બર 2011 માં ટ્રેક્ટરની ખરીદી કરેલ હતી જેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધેલ નથી. આ ટ્રેક્ટરની ઘસરા બાદ કિમંત 300000/- છે. આ ટ્રેક્ટરનું વેચાણ 3.50 લાખમાં કરવામાં આવે તો અમારે જી.એસ.ટી. 3,50,000/- ઉપર ભરવાનો થાય કે 50000/- ઉપરના નફા ઉપર? આ જી.એસ.ટી. ક્યાં દરે ભરવા પાત્ર થાય?                                                                                                                                                                                                                      ભરત કાછડિયા, એડવોકેટ, ધોરાજી

જવાબ: તમારા અસીલને જી.એસ.ટી. કાયદા તથા નિયમો હેઠળ માર્જિનલ રિલિફનો લાભ મળે અને 50000 ના નફા ઉપર જ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ ઇમિટેશન જ્વેલરીના ઉત્પાદક છે. તેમના વેચાણ ઉપર 3% જી.એસ.ટી. લાગુ પડે છે. જ્યારે ઈન્પુટ મટિરિયલ ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે છે. આ જમા રહેતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ માંગી શકાય?                      પ્રદીપ મહેતા, ટેક્સ પ્રેકટિશનર, રાજકોટ

જવાબ: હા, તમારા અસીલના કિસ્સામાં આઉટપુટ કરતાં ઈન્પુટનો જી.એસ.ટી. નો દર વધુ હોવાથી ઇનવરટેડ રેઇટ તરીકે જી.એસ.ટી. કલામ 53(3)(ii) હેઠળ રિફંડ મળી શકે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ સેન્ડવિચ-બર્ગરનું વેચાણ કરતી કંપનીની ફ્રેંચાઈઝી ધરાવે છે. રેસ્ટોરંટ ઉપર કંપોઝીશન તથા રેગ્યુલર બન્નેનો જી.એસ.ટી. નો દર 5% છે. રેગ્યુલરમાં રહેવાથી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે? અમારે 5% MRP ઉપર ભરવાનો રહે કે MRP માં ટેક્સનો સમાવેશ થઈ ગયો ગણાય?                                                                                                                                               પ્રદીપ મહેતા, ટેક્સ પ્રેકટિશનર, રાજકોટ

જવાબ: રેસ્ટોરંટ માટે રેગ્યુલરમાં જે 5% નો વેરનો દર છે તેમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. જી.એસ.ટી. માટે ગ્રાહક પાસેથી મેળવેલ રકમ ઉપર જી.એસ.ટી. અલગ ઉઘરાવવાનો રહે. MRP માં તમામ ટેક્સનો સમાવેશ થઈ ગયો ગણાય અને MRP થી વધુ રકમ ટેક્સ સહિત લઈ શકાય નહીં તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ મેડિકલ સ્ટોર ધરાવે છે. તેમનું વાર્ષિક ટર્નઓવર 20 લાખથી ઓછું છે. જેમને જી.એસ.ટી. નંબર રદ્દ કરાવવો હોય તો અગાઉ ખરીદી ઉપર જે ઈન્પુટ ટેક્સ ક્રેડતી લીધેલ છે તેનું રિવર્સલ કરવું જરૂરી બને?                                                                          હિત લિંબાણી

જવાબ: હા, જી.એસ.ટી. કાયદાની કલમ 29(5) હેઠળ સ્ટોકમાં રહેલ માલની ટ્રાન્સેકશન વેલ્યૂ અથવા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બન્નેમાંથી જે વધુ થતું હોય તેટલી રકમના જી.એસ.ટી. ભરવાની અથવા ઈન્પુટ રિવર્સ કરવાની જવાબદારી આવે.

  1. બિનનોંધાયેલ વ્યક્તિ તરીકે રિફંડની અરજી કેવી રીતે થઈ શકે? RFD 01 ફોર્મમાં પન અનરજીસ્ટર્ડ પર્સનનો ઓપ્શન છે. આ માટે શું ટેમ્પરરી ID બનાવી અને રિફંડ અરજી કરવાની રહે?                                                                                                મિશિલ અજાણી, CA સ્ટુડન્ટ, રાજકોટ

જવાબ: બિન નોંધાયેલ વ્યક્તિના કિસ્સામાં રિફંડ લેવાની વ્યવસ્થા ઓનલાઈન શરૂ થઈ નથી તેવો અમારો મત છે. પરંતુ મેન્યુલ રિફંડની અરજી કરી ઘણા કિસ્સાઓમાં રિફંડ મેળવવામાં આવ્યા છે. આ પૈકી દિવ્યંગ વ્યક્તિને વાહન ખરીદી ઉપર મળતા જી.એસ.ટી. લાભો અંગે ગુજરાતમાં થોડા રિફંડ મંજૂર થયા છે તેવા સમાચાર છે.

  1. અમારા અસીલ કંપોઝીશન હેઠળ નોંધાયેલ કરદાતા છે. શું તેઓને પણ HSN ને લગતા 01 એપ્રિલ થી લાગુ થતાં નિયમો મુજબ બિલ બનાવવું પડે?                                                                                                                                                       નિલેષ લાખાણી, એકાઉન્ટન્ટ, કોડીનાર

જવાબ: ના, કંપોઝીશન હેઠળ નોંધાયેલ કરદાતા માટે HSN ના નિયમો લાગુ પડે નહીં કારણકે ના તો તેમનું ટર્નઓવર 5 કરોડથી વધુ હોય ના તેઓ B2B ટેક્સ ઇંવોઇસ બનાવતા હોય.

   

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલનું પાછલા વર્ષનું ટર્નઓવર 15 કરોડનું હતું. તેઓના ગ્રાહકને TCS માટે જે 50 લાખની લિમિટ મળે છે તે દર વર્ષે મળે કે એક વર્ષ 50 લાખથી વધુ વ્યવહાર હોય તો બીજા વર્ષથી કોઈ પણ મર્યાદા વગર લાગુ પડે?                               નિલેષ લાખાણી, એકાઉન્ટન્ટ, કોડીનાર

જવાબ: તમારા અસીલ કે જેમનું ટર્નઓવર પાછલા વર્ષમાં 10 કરોડથી વધુ હોય તેમને દરેક વર્ષ પોતાના ગ્રાહક માટે 50 લાખની લિમિટ સુધી TCS કરવાની જરૂરિયાત રહેતી નથી તેવો અમારો મત છે. આ લિમિટ ખરીદનાર દીઠ મળે છે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

error: Content is protected !!