નાણાકીય વર્ષ 2019 20 માટેના ઇન્કમ ટેક્સ માટેની મુદત 31 મેં 2021 સુધી વધારવામાં આવી

Spread the love
Reading Time: < 1 minute[speaker]

CBDT દ્વારા ઇન્કમ ટેક્સની વિવિધ મૂળતોમાં પણ કરવામાં આવ્યો વધારો

તા. 01.05.2021: કોરોના કાળમાં ઇન્કમ ટેક્સ હેઠળની વિવિધ મૂળતોમાં વધારો કરતું નોટિફિકેશન આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

  • નાણાકીય વર્ષ 2019 20 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 હતી તેમ વધારો કરી 31 મેં 2021 કરી આપવામાં આવેલ છે.
  • ઇન્કમ ટેક્સ અપીલ કરવાની જેમની મુદત 01 એપ્રિલ 2021 કે ત્યાર બાદની હોય તેમને અપીલ ફાઇલ કરવાની મુદત 31 મેં 2021 અથવા આદેશ મળ્યા ત્યારથી 30 દિવસ બે માંથી જે મોડું હોય ત્યાં સુધી વધારવામાં આવી છે.
  • ફેર આકારણી ની નોટિસ સામે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાં માટેની મુદત 31 મેં 2021 અથવા આદેશ મળ્યા ત્યારથી 30 દિવસ બે માંથી જે મોડું હોય ત્યાં સુધી વધારવામાં આવી છે.
  • ઇન્કમ ટેક્સ હેઠળ નિયત મર્યાદાથી વધુ રકમની મિલ્કત ખરીદી સમયે ચૂકવવા ના થતા TDS, ભાડાની ચુકવણી ઉપરના TDS, કોન્ટ્રાક્ટની રકમની ચુકવણી તથા રિટર્ન દાખલ કરવા માટેની મુદતમાં પણ વધારો કરી 31 મેં 2021 કરવામાં આવેલ છે.
  • બેંકો અન્ય વ્યક્તિઓ દ્વારા PAN ના હોઈ તેવા લોકો પાસેથી મેળવેલ ફોર્મ 60 ઇન્કમ ટેક્સ માં રજૂ કરવાની તરીખ જે 30 એપ્રિલ હતી તેમ વધારો કરી 31 મેં 2021 કરવામાં આવી છે.

ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

You may have missed

error: Content is protected !!