10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ 1 ઓક્ટોબરથી બનાવવું પડશે ઇ ઇંવોઇસ

Spread the love
Reading Time: < 1 minute

બોગસ બિલિંગ વડે ખોટી ઈન્પુટ ક્રેડિટ રોકવા સતત ઘટાડવામાં આવી રહી છે ઇ ઇંવોઇસની ટર્નઓવર મર્યાદા

તા. 02.08.2022: જી.એસ.ટી. હેઠળ હાલ 20 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત છે. હવે જી.એસ.ટી. નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (CBIC) દ્વારા નોટિફિકેશન 17/2022, 01 ઓગસ્ટના રોજ બહાર પાડી ઇ ઇંવોઇસની મર્યાદા 20 કરોડથી ઘટાડી 10 કરોડ કરવા જાહેરાત કરવામાં આવી છે. આ કરદાતાઓ માટે આગામી 01 ઓક્ટોબરથી ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત બનશે. B2B વ્યવહારોમાં મોટા પ્રમાણમા ખોટા બિલો આપી કરચોરી થઈ રહી હોવાની માહિતી સતત સરકારને મળી રહી છે. આ જ કારણે ઇ ઇંવોઇસની મર્યાદામાં સતત ઘટાડો કરાઇ રહ્યો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે આગામી 01 જાન્યુઆરી 2023 થી આ મર્યાદામાં વધુ ઘટાડો થઈ શકે છે અને 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે પણ આ ઇ ઇંવોઇસ ફરજિયાત બની શકે છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!