ઇન્કમ ટેક્સ કરદાતાઓ માટે છે આ મહત્વના સમાચાર!!

Spread the love
Reading Time: < 1 minute

ઇન્કમ ટેક્સ “ઇ વેરિફિકેશન” કરવાની મુદત 120 દિવસથી ઘટાડી 30 દિવસ કરવામાં આવી

તા. 01.08.2022: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી ડિજિટલ સહી દ્વારા કે બેન્ક EVC કે આધાર OTP દ્વારા ઇ વેરીફાય કરવાના રહેતા હોય છે. કોઈ કરદાતા ડિજિટલ સહી, બેન્ક EVC કે આધાર OTP વડે ઇ વેરીફાય ના કરી શકે તેવા કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ વેરિફિકેશન ફોર્મ ITR-V “ફિઝિકલ કોપી” માં પ્રિન્ટ અને સહી કરી બેંગલુરુ મોકલવાનું રહેતું હોય છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઈન ભર્યાના 120 દિવસમાં આ ITR V બેંગલુરુ પહોચડવાનું રહેતું હતું. આ સમયમર્યાદામાં 01 ઓગસ્ટ 2022 થી મહત્વનો ફેરફાર કરી 120 દિવસની મર્યાદા ઘટાડી 30 દિવસની કરી આપવામાં આવી છે. આમ, 01 ઓગસ્ટ કે ત્યારબાદ ભરવામાં આવેલ ઇન્કમ ટેક્સ રિટર્ન જો ડિજિટલ સહી, EVC કે OTP દ્વારા વેફિફાય ના થઈ શકે તો ITR V 30 દિવસની અંદર બેંગલુરુ પહોચડવું ફરજિયાત બની જશે. કોઈ કરદાતા આ 30 દિવસની સમયમર્યાદામાં ITR V બેંગલુરુ પહોચડવામાં નિષ્ફળ જશે તો આ ઇન્કમ ટેક્સ રિટર્ન  અમાન્ય બની જશે. આવા કરદાતાએ ફરી ઓનલાઈન ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડશે અને આ રિટર્નનું વેરિફિકેશન ફોર્મ 30 દિવસમાં બેંગલુરુ પહોચડવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે 30 દિવસમાં ITR V V બેંગલુરુ ના પહોચડવામાં આવ્યું હોય ત્યારે આ રિટર્ન અમાન્ય ઠરતું હોય કરદાતા લેઇટ ફી ભરવા જવાબદાર બની શકે છે. આ બાબતે સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ દ્વારા જાહેરનામું 5/2022 01 ઓગસ્ટ 2022 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવેથી ITR V નું ઇ વેરિફિકેશન ફોર્મ હવે માત્ર પોસ્ટ ડિપાર્ટમેંટના સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલવાનું રહેશે. જો કે રાહતકારક રીતે 31 જુલાઇ 2022 સુધી ભરવામાં આવેલ ઇન્કમ ટેક્સ રિટર્ન માટે 120 દિવસની મર્યાદા કાયમ રાખવામા આવી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

2 thoughts on “ઇન્કમ ટેક્સ કરદાતાઓ માટે છે આ મહત્વના સમાચાર!!

    1. Petrol Pump dealer mainly deals in B2C transections. Hence he won’t be liable for E invoice in spite his turnover over 10 crore. But if he issues B2B invoice he shall be liable to generate E invoice in our view.

Comments are closed.

error: Content is protected !!