ઇ વે બિલ અંગે ટેક્સ અને પેનલ્ટીના આદેશ કરતાં પહેલા તથ્યો જુવા છે જરૂરી: અલ્હાબાદ હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

જોબવર્ક માટે લઈ જવામાં આવતા મશીન ઉપર ટેક્સ તથા પેનલ્ટી આકારવી છે અયોગ્ય:

જઇટ્રોન કોમ્યુનિકેશન પ્રા. લી વી. સ્ટેટ ઓફ U P અને અન્ય

અલ્હાબાદ હાઇ કોર્ટ: રિટ ટેક્સ નંબર 231/2020

ઓર્ડર તારીખ: 24 સપ્ટેમ્બર 2020


કેસના તથ્યો

  • કરદાતાના એક ડ્રીલિંગ મશીન જોબ વર્ક માટે વહન થઈ રહ્યું હતું.
  • વહન દરમ્યાન યમુના એક્સ્પ્રેસ વે ઉપર અધિકારી દ્વારા આ વાહનને ઊભું રાખી ચકાસણી કરવામાં આવી હતી.
  • ડ્રાઈવર દ્વારા ઇ વે બિલ રજૂ કરવામાં આવ્યું હતું જે ઇ વે બિલ પ્રમાણે આ મશીન મહારાષ્ટ્રથી ગાઝીયાબાદ લઈ જવામાં આવી રહ્યું હતું.
  • આ ઇ વે બિલમાં માલનું મૂલ્ય ટેક્સ સાથે 41,30,000/- આકારવામાં આવ્યું હતું.
  • માલ સાથે ટેક્સ ઇંવોઇસ/ડિલિવરી ચલણ હતું નહીં. આ કારણે જી.એસ.ટી. નિયમ 138 નો ભંગ ગણી ટેક્સ તથા દંડ આકારવામાં આવ્યા હતા.
  • કરદાતા દ્વારા નોટિસ સામે તેવો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે આ ઇ વે બિલ શરતચૂકથી જનરેટ થઈ ગયું છે જેમાં આ ડ્રીલિંગ મશીન ખરીદી કે જે 2018 માં કરવામાં આવેલ હતી તેની વિગતો દર્શાવવામાં આવેલ હતી.
  • આ જવાબ સાથે સાચું ઇ વે બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં આ ડ્રીલિંગ મશીન શારદા ઇક્વિપમેન્ટ, ઝારખંડમાંને જોબવર્ક માટે જઇ રહ્યું હોવાનું દર્શાવવામાં આવેલ હતું.
  • આ જવાબને આધાર બનાવી કરદાતા ઉપર 630000 નો ટેક્સ તથા તેટલી રકમની પેનલ્ટી કરવામાં આવી હતી.

કરદાતા તરફેની દલીલ:

  • ડ્રીલિંગ મશીનનું વહનએ માત્ર જોબવર્ક સેવા પૂરી પાડવા કરવામાં આવી રહ્યું હતું. આ કોઈ વેચાણના વ્યવહાર નથી.
  • ડ્રીલિંગ મશીન ઉપર જે જી.એસ.ટી. ભરવાનો થતો હતો તે તો 2018 માં જ્યારે આ મશીન ખરીદવામાં આવ્યું ત્યારે ભરી આપવામાં આવ્યો છે.
  • અધિકારી તથા અપીલ અધિકારી બંને કેસના ગુણ દોષ જોવામાં ભૂલ કરી ગયા છે અને મૂળ મશીન ઉપર વેરો આકારવામાં આવ્યો છે.
  • આ જોબ વર્ક પૈકી કોઈ પેમેન્ટ કરવામાં આવ્યું નથી અને આથી હાલ કોઈ વેરો ભરવાપાત્ર નથી.

સરકાર તરફેની દલીલ:

  • અધિકારી દ્વારા કાયદાની જોગવાઈનું પાલન કરી ટેક્સ તથા દંડ આકારવામાં આવ્યો છે જે યોગ્ય છે.

કોર્ટનો ચુકાદો:

  • જી.એસ.ટી. કાયદાની કલમ 129 હેઠળ વહન થતાં માલ સાથે બિલ તથા ઇ વે બિલના હોય તો તે માલને રોકી જપ્ત કરી શકાય છે.
  • આ જપ્ત કરેલ માલ ઉપર કાયદાને આધિન વેરો તથા દંડ ભરવામાં આવે ત્યારે આ માલ છોડવામાં આવે છે.
  • કરદાતા દ્વારા સ્વીકારવામાં આવે છે કે ટ્રક સાથે જે ઇ વે બિલ હતું તે યોગ્ય રીતે બનાવવામાં આવેલ ન હતું અને ત્યારબાદ ખરું ઇ વે બિલ બનાવવામાં આવ્યું હતું અને તે રજૂ કરવામાં આવ્યું હતું.
  •  અરાજકર્તા દ્વારા જોબવર્કનો કોન્ટ્રાક્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે.
  • જે ટેક્સ ઇંવોઇસ ઉપરથી ટેક્સની જવાબદારી નક્કી કરવામાં આવી છે તે ટેક્સ ઇંવોઇસ તો 2018 નું છે જેના ઉપર ટેક્સ જે તે સમયે ભરવામાં આવ્યો છે.
  • આ વ્યવહારમાં માશીનનું વેચાણ થતું નથી પરંતુ જોબવર્ક કરવા માટે માશીનનું વહન થઈ રહ્યું છે.
  • અધિકારી દ્વારા આ તથ્યોનું યોગ્ય આંકલન કરવામાં આવ્યું નથી.
  • અધિકારી દ્વારા કરદાતાની રજૂઆત ધ્યાને લઈ ટેક્સ તથા દંડનો આદેશ પસાર કરવો જોઈતો હતો. જે થયું હોય તેવું જણાતું નથી.
  •  આમ, (મોબાઈલ ચેકપોસ્ટ) અધિકારી તથા અપીલ ઓથોરીટીના આદેશ રદ્દ કરવા ઠરાવવામાં આવે છે.
  • અધિકારી આ આદેશ મળ્યાના 4 અઠવાડીયામાં આ તથ્યો ધ્યાને લઈ નવો આદેશ પસાર કરે તેવી વિનંતી.

 

(સંપાદક નોંધ: જોબવર્ક માટે કોઈ મશીનનું જ્યારે વહન થતું હોય છે ત્યારે આ પ્રકારે મુશ્કેલી અનેક વાર ઉપસ્થિત થતી હોય છે. આ પ્રકારના કેસો માટે અલ્હાબાદ હાઇકોર્ટનો આ ચુકાદો ઉપયોગી બનશે)

error: Content is protected !!