બજેટ 2021 હેઠળ સિનિયર સીટીઝનને અસર કરતી જોગવાઇઓ…

Spread the love
Reading Time: 2 minutes

By Amit Soni, Advocate, Nadiad

આવકવેરા બજેટ 2021-22 માં નાણામંત્રી દ્વારા સિનિયર સીટીઝનને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિની જાહેરાત કરેલ છે તો આવો આ નવા સુધારાને વિગતવાર સાવજવા છે જરૂરી…

અત્યાર સુધીના બજેટોમાં સર્વ પ્રથમ વખત ચાલુ વર્ષ વેરમુક્તિની મર્યાદાની છૂટ, ટેક્ષના દરમાં ફેરફાર તેમજ રિબેટને પાત્ર રોકાણોની મર્યાદામાં કોઈ જ વધારાની છૂટ આપવનમાં આવેલ નથી.

60 વર્ષ કે તેથી વધુ વયના કરદાતાને રૂ।. 3,00,000/- ની વેરમુક્તિની મર્યાદાની છૂટમાં કોઈજ ફેરફાર કરેલ નથી તેવી જ રીતે 85 વર્ષ કે તેથી વધુ વયના કરદાતાને રૂ।. 5,00,000/-ની વેરમુક્ત મર્યાદામાં કોઈ જ ફેરફાર કરેલ નથી

બજેટ અન્વયે સિનિયર સીટીઝનને નીચેની શરતોનું પાલન થાય તો જ આવકવેરા રિટર્ન ભરવામાથી મુક્તિ આપવામાં આવી છે જેમાં,

  • કરદાતાની ઉંમર 75 વર્ષ કે તેથી ઉપરની વયની હોવી જોઈએ.
  • કરદાતા ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • કરદાતા પેન્શનર હોય અને પેન્શનની આવક મળતી હોય.
  • કરદાતા જે બેંકમથી પેન્શન મેળવતો હોય તે જ બેંકની વ્યાજની આવક હોવી જોઈએ.
  • આ બેંક સરકારી નિયત કરેલી બેંક હોવી જોઈએ (હજુ સુધી નિયત બેંકની યાદી બહાર પાડવામાં આવેલ નથી)
  • સિનિયર સિતિઝનને બેંકમાં પોતાની પેન્શન અને વ્યાજની આવક ઉપરાંત પોતાના કલામ 80 (સી)ના રોકાણો જેવા કે (એલઆઈસી, પીપીએફ, ટેક્ષ સેવિંગ એફડી કે ટેક્ષ સેવિંગ મ્યુ. ફંડ), 80(જી)દાનની રકમ, ક 80(ડી) મેડિકલેમ ની વિગતો આપવી પડશે.

આમ, સિનિયર સિટીઝન કરદાતાના કેસમાં બેંક દ્વારા આવકવેરાની ગણતરી કરીને ટીડીએસ કાપવાને પાત્ર હોય તે ટીડીએસ કપશે તો જ આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ મળશે.

નીચેના સંજોગોમાં આવકવેરા રિટર્ન ભરવું પડશે (જેમાં વેરમુક્તિની મર્યાદા ધ્યાને લેવી)

  1. સિનિયર સિટીજન કરદાતા શેર માર્કેટ કે મ્યુ.ફંડ માં રોકાણ કરીને ડિવિડંડ કે મૂડી-નફો મેળવતા હોય તો આવકવેરા રિટર્ન ભરવું જ પડશે.
  2. ધંધા- વ્યવસાયની આવક હોય તો પણ આવકવેરા રિટર્ન ભરવુ જ પડશે.
  3. મકાન- મિલકત ભાડા આવક હોય તો પણ આવકવેરા રિટર્ન ભરવુજ પડશે.
  4. કોઈ મિલ્કત વેચાણ કરી નફો થયો હોય તો પણ આવકવેરા રિટર્ન ભરવું જ પડશે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં બેંકિંગ સેક્ટરમાં આપણે રોજિંદા વ્યવહારમાં પણ મુશ્કેલીઓ અનુભવતા હોય છીએ.અને હવે તો બેન્કના શિરે આવકવેરા ગણતરી કામનું ભારણ આપેલ છે. તો તે કેવી રીતે પાર ઉતરશે તે જોવાનું રહ્યું …….

વધુમાં કરદાતા આવકવેરા રિટર્ન આકારણી વર્ષ પૂરે થયેલ નિર્ધારીત તારીખ અને મોડમાં મોડુ 31 ડિસે. સુધી ભરી શકશે.  રિવાઈઝ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પણ 31મી ડિસેમ્બર રહેશે. ટૂંકમાં રિટર્ન ભરવાની મુદતમાં પણ  3 માસનો ધટડો કરવામાં આવેલ છે.

ટૂંકમાં સાચું કહીએ તો સિનિયર સીટીઝન માટેની આ ખાસ જોગવાઈ નો લાભ અમુક ખાસ સિનિયર સીટીઝન જ લઈ શકશે તેવું હું ચોક્કસ પણે માનું છું.

(લેખક એ નડિયાદ ખાતે ટેક્સ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલ છે)

error: Content is protected !!