નાણાકીય વર્ષ 2021-22 માટે કંપોઝીશનમાં જવા માટેની અરજી જી.એસ.ટી. પોર્ટલ કરવામાં આવી શરૂ

Spread the love
Reading Time: < 1 minute

જે કરદાતા કંપોઝીશનમાં જ છે તેમના માટે ફરી અરજી કરવાની નથી રહેતી જરૂરી:

તા.11.02.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ અમુક નિયમોને આધિન કરદાતા કંપોઝીશન સ્કીમનો લાભ લઈ શકે છે. આ સ્કીમ હેઠળ કરદાતાની કાયદા પાલનની જવાબદારીમાં ઘણો ઘટાડો થતો હોય છે. આમ, નાના કરદાતાઓ માટે આ કંપોઝીશન સ્કીમના અનેક લાભ થતાં હોય છે. કંપોઝીશનમાં “ઓપ્ટ ઇન” કરવાની તક વર્ષમાં એકવાર જ કરદાતાને મળતી હોય છે. નાણાકીય વર્ષ 2021-22 માટે આ “ઓપ્ટ ઇન” કરવાની અરજી જી.એસ.ટી. પોર્ટલ ઉપર શરૂ કરી દેવામાં આવી છે. જે કરદાતા હાલ કંપોઝીશનમાં નથી તેમના માટે આ અરજી કરી નાણાકીય વર્ષ 2020-21 માટે કંપોઝીશનમાં જઇ શકાય છે. આ અરજી મોડમાં મોડી 31 માર્ચ 2021 સુધી થઈ શકે છે.

વાંચકોના લાભાર્થે જણાવવાનું કે B2C વેપાર કરતાં કરદાતાઑ કે જેઓનું ટર્નઓવર 1.5 કરોડથી ઓછું છે તેઓ માટે કંપોઝીશન લાભકારી રહેતી હોય છે. માત્ર પોતાના રાજ્યમાંજ વેચાણ કરતાં નાના કરદાતાઓ આ સ્કીમમાં જઈ પોતાની જી.એસ.તી. કાયદાપાલન (કંપલાયન્સ) ની જવાબદારી મહદ્દઅંશે ઘટાડી શકે છે. હવે જ્યારે જી.એસ.ટી. કાયદા હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટના નિયમો દિવસેને દિવસે વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે ત્યારે નાના વેપારીઓએ ફરી એક વાર પોતાના ટેક્સ કન્સલ્ટન્ટને મળી આ અંગે યોગ્ય પ્લાનિંગ કરવું જોઈએ તેવો મત છે. કંપોઝીશનમાં જવાથી કદાચ ટેક્સ ભરવામાં થોડું નુકસાન પણ થતું હોય તો પણ આ વિકલ્પ વિષે કરદાતાએ ચોક્કસ વિચરવું જોઈએ. આ અરજી કરતી વેળાએ એ બાબત યાદ રાખવી જરૂરી છે કે પોતાની પાસે 31 માર્ચના રોજ જે સ્ટોક રહેલો હોય તેની ક્રેડિટ કરદાતાએ રિવર્સ કરવાની રહેશે.  જે કરદાતાઓ હાલ પણ કંપોઝીશનની પરવાનગી ધરાવે છે તેઓને ફરી આ અરજી કરવી જરૂરી રહેતી નથી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે. 

error: Content is protected !!
18108