જપ્ત કરેલ સાહિત્ય પૈકી શો કોઝ નોટિસમાં સમાવેશ ન થયો હોય તેવા સાહિત્ય કરદાતાને પરત કરવા છે જરૂરી: ગુજરાત હાઇકોર્ટ

Spread the love
Reading Time: < 1 minute

Important Judgements With Tax Today

યૂનિવર્સલ ડાયકેમ પ્રા. લી વિરુદ્ધ ભારત સરકાર અને અન્યો

ગુજરાત હાઇકોર્ટ રીટ પિટિશન નંબર 1654/2021

ઓર્ડર તા. 01.02.2021


કેસના તથ્યો:

  • કરદાતા જોધપુર-રાજસ્થાન ખાતે કેમિકલ ઉત્પાદન કરતાં હતા
  • તેઓની એક બ્રાન્ચ સુરત-ગુજરાતમાં પણ આવેલી હતી
  • તેઓન જોધપૂર યુનિટ તથા સુરત યુનિટ ઉપર CGST ડિપાર્ટમેંટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને સાહિત્યો જપ્ત કરવામાં આવ્યા હતા.
  • કરદાતા દ્વારા અનેક રજૂઆતો છતાં જપ્ત કરેલ સાહિત્ય પરત કરવામાં આવતું ન હતું.

કરદાતા તરફે રજૂઆત:

  • જપ્ત કરેલ સાહિત્ય એ રોજ બરોજની કામગીરીમાં જરૂરી છે. આ કારણે આ સાહિત્ય કરદાતાને પરત કરવું જરૂરી છે.
  • કરદાતાને આપવામાં આવેલ શો કોઝ નોટિસમાં અમુક સાહિત્યનો કોઈ ઉલ્લેખ ન હોય તપાસમાં આ સાહિત્ય જરૂરી ન હોય પરત કરવામાં આવે.
  • CBIC ના સર્ચ અંગેન માસ્ટર સર્ક્યુલર તા. 19.01.2017 મુજબ પણ જે સાહિત્ય શો કોઝ નોટિસનો ભાગ ન હોય તે પરત કરવાનું રહે છે.

 

કોર્ટનો ચુકાદો:

  • કરદાતાની રીટ પિટિશન એલવ કરવામાં આવે છે.
  • આ ચુકાદાની ખરી નકલ મળ્યાન 1 અઠવાડીયામાં કાયદાની જોગવાઈઑ મુજબ કરદાતાને શો કોઝ નોટિસમાં ન ઉલ્લેખ હોય તેવા સાહિત્યો પરત કરવા આદેશ કરવામાં આવે.
  • જો આ સાહિત્ય પરત કરી શકાય તેમ ન હોય તો આ અંગે કારણ સહિતનો આદેશ કરદાતાને બજાવવામાં આવે જે થી તેઓ અન્ય કાયદાકીય વિકલ્પ અંગે વિચારી શકે.

(સંપાદક નોંધ: કરદાતાને ત્યાં તપાસ વખતે સાહિત્ય જપ્ત કરવામાં આવે છે. આ સાહિત્યમાં ઘણા રોજ બરોજની ઉપયોગી સાહિત્યો હોય છે જે ન હોવાના કારણે ધંધા ઉપર અસર થતી હોય છે. આવા કેસોમાં આ ચુકાદો ખૂબ ઉપયોગી સાબિત થશે જેમાં પ્રતિપાદિત કરવાંમાં આવ્યું છે કે જે સાહિત્યોનો ઉલ્લેખ શો કોઝ નોટિસમાં ન હોય તે જપ્ત કરી રાખવાનો કોઈ અર્થ નથી.)

 

 

error: Content is protected !!
18108