GST અંતર્ગત 17-07-2023 ના રોજ સરક્યુલર 192 જાહેર કરવામાં આવ્યો છે તેની સરળ ભાષામાં સમજુતી.

Spread the love
Reading Time: 4 minutes

By Prashant Makwana, Tax Consultant

તારીખ:0808-2023

  • પ્રસ્ત્વાના

GST અંતર્ગત જયારે કરદાતા દ્વારા લેઈટ રીટર્ન ફાઈલ કરવામાં આવે ત્યારે જો ટેક્ષ ભરવાનો થતો હોય ત્યારે વ્યાજ ભરવાનું થાય છે. કરદાતા દ્વારા ખોટી ITC અવેઈલ (Availed) અને યુટિલાઈઝ (Utilized) થઈ જાય તો પણ વ્યાજ ભરવાનું થાય છે. આ બાબતે કરદાતા દ્વારા IGST ની ખોટી ITC અવેઈલ (Availed) અને યુટિલાઈઝ (Utilized) થઈ ગય હોય ત્યારે વ્યાજ ની ગણતરી માટે ક્લેરીફીકેશન આપવા માટે સરક્યુલર નંબર 192 જાહેર કરવામાં આવ્યું છે. આ સરક્યુલર ને સમજતા પહેલા આપણે  સેક્શન 50 અને Rule 88B ને સમજીશું અને ત્યાર પછી સરક્યુલર નંબર 192 ની સરળ ભાષામાં સમજુતી આ  આર્ટીકલ માં આપવામાં આવી છે.

  • સેક્શન 50 અને Rule 88B

વેપારી દ્વારા માલ કે સેવાનું વેચાણ કરવામાં આવે ત્યારે જો વેપારી દ્વારા સેક્શન-39 મુજબ રીટર્ન ભરવાની છેલ્લી તારીખ વીતી ગયા પછી રીટર્ન ફાઈલ કરવામાં આવે તો ઇલેક્ટ્રોનીક કેશ લેજર ને ડેબીટ કરી જે ટેક્ષ ભરવાનો થતો હોય તેના પર 18% લેખે વ્યાજ ભરવું પડે.

સેક્સન-39 મુજબ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ થી જે તારીખે આપણે રિટર્ન ફાઇલ કર્યું ત્યાં સુધીનું વ્યાજ ભરવું જરૂરી બને છે.

જે વેપારીને ટેક્ષ પિરિયડ મારે સેક્સન 73 અથવા 74 નું પ્રોસીડિંગ ચાલુ નો થયું હોય તેનું રિટર્ન જો લેઇટ ફાઇલ કરવામાં આવે તો જે આઉટપુટ લાયાબિલિટી માંથી ઈનપુટ ટેક્ષ બાદ કરી ને જે ટેક્ષ આવે  તેના પર 18% લેખે વ્યાજ ભરવાનું થાય.

ઉદાહરણ

CGST SGST IGST
OUTPUT TAX 5000 5000 10000
INPUT TAX 3000 3000 5000
TAX PAYABLE 2000 2000 5000

જે વેપારીને ટેક્ષ પિરિયડ મારે સેક્સન 73 અથવા 74 નું પ્રોસીડિંગ ચાલુ નો થયું હોય તેનું રિટર્ન જો લેઇટ ફાઇલ કરવામાં આવે તો આપણા ઉદાહરણ માં CGST 2000  SGST 2000 અને IGST 5000 ઉપર 18% વ્યાજ ભરવાનું થાય.

જે વેપારીને ટેક્ષ પિરિયડ મારે સેક્સન 73 અથવા 74 નું પ્રોસીડિંગ ચાલુ થયું હોય તેનું રિટર્ન જો લેઇટ ફાઇલ કરવામાં આવે તો જે આઉટપુટ લાયાબિલિટી હોય તેના 18% લેખે વ્યાજ ભરવાનું થાય.

ઉદાહરણ

CGST SGST IGST
OUTPUT TAX 5000 5000 10000
INPUT TAX 3000 3000 5000
TAX PAYABLE 2000 2000 5000

જે વેપારીને સેક્સન 73 અથવા 74 નું પ્રોસીડિંગ શરૂ થાય પછી રીટર્ન ફાઇલ કરવામાં આવે તો આઉટપુટ ટેક્ષ CGST 5000  SGST 5000 અને IGST 5000 ઉપર 18% વ્યાજ ભરવા નું થાય.

  • ભૂલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ AVAILED અને UTILIZED ગઈ ત્યારે વ્યાજ ની ગણતરી

વેપારી દ્વારા ભૂલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ AVAILED અને UTILIZED થઈ ગઈ હોય તો તે ક્રેડિટ નું જ્યારે રિવરસલ કરવામાં આવે અથવા તેને કેશથી ભરવામાં આવે ત્યારે તેના પર 18% લેખે વ્યાજ ભરવાનું થાય.  જયારે આપણા ઇલેક્ટ્રોનિક ક્રેડીટ લેજર માં બેલેન્સ વધે ત્યારે ITC AVAILED થઈ કહેવાય અને જયારે તે ક્રેડીટ નો ઉપયોગ આપણે ટેક્ષ ભરવા માટે કરી ત્યારે તે ITC UTILIZED થઈ કહેવાય.

હવે એવો પ્રશ્ન થાય કે ITC UTILIZED ક્યારે થઈ ગણાય ?

જે સમયે ભૂલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ AVAILED થઈ છે ત્યાર થી જે સમયે આપણે ITC રિવરસલ કરી છીએ અથવા કેશથી ભરી છીએ તે સમય દરમિયાન જો ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર નું બેલેન્સ જેટલી ITC ખોટી AVAILED કરી છે તેના કરતાં ઓછું થાય તો જે તારીખ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર નું બેલેન્સ ઓછું થયું તે તારીખ થી જે તારીખે ખોટી ITC રિવરસલ કરી અથવા કેશ થી ભરી ત્યાર સુધીનું વ્યાજ ભરવું પડે.

ઉદાહરણ

15 ઓગસ્ટ 2022 માં ભૂલથી 10000 ની ITC ખોટી AVAILED થઈ ગઇ છે.

ફેબ્રુઆરી 2023 માં વેપારી આ 10000 ITC રિવર્સ કરે છે.

ઓગસ્ટ-2022 થી ફેબ્રુઆરી 2023 સુધીમાં કોઈ પણ સમયે જો  ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરનું બેલેન્સ 10000 થી ઓછું નો હોય તો વ્યાજ ભરવું નો પડે.

નવેમ્બર-2022 માં ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર નું બેલેન્સ ઓછું થાય તો નવેમ્બર-2022 થી ફેબ્રુઆરી 2023 સુધીનું વ્યાજ 18% લેખે ભરવું પડે.

 હવે એ પ્રશ્ન થાય  કે કઈ રકમ ઉપર વ્યાજ ભરવાનું

જે તારીખે ભૂલથી ખોટી ITC AVAILED થઈ છે ત્યારથી જે  તારીખે આપણે ITC રિવર્સ કરી અથવા કેશ થી ભરી તે સમય દરમિયાન જેટલું ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર નું બેલેન્સ ઓછું થયું હોય તેટલી ITC UTILISED થઈ કેવાય અને તેના પર વ્યાજ ભરવું પડે.

ઉદાહરણ

ઉપરના ઉદાહરણમાં જો નવેમ્બર-2022 માં ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર નું બેલેન્સ 7000 થાય તો 3000 નું વ્યાજ નવેમ્બર-2022 થી ફેબ્રુઆરી-2023 સુધીનું ભરવું પડે

ઉપરના ઉદાહરણમાં જો નવેમ્બર-2022 માં ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર નું બેલેન્સ 0 થઈ જાય તો પૂરેપૂરા 10000 નું વ્યાજ નવેમ્બર-2022 થી ફેબ્રુઆરી-2023 સુધી નું  ભરવું પડે

  • સરક્યુલર નંબર 192 તારીખ 17/07/2023

ટ્રેડ યુનિટ દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવતો કે જ્યારે IGST ની ક્રેડિટ ખોટી AVAILED થઈ  ગય હોય ત્યારે RULE-88B માં વ્યાજ ગણવાનુ થાય તો તેમાં IGST CGST અને SGST ના ટોટલ બેલન્સ ને  ધ્યાન માં લેવાનું કે ફક્ત IGST ના બેલેન્સ ને જ ધ્યાન માં લેવા નું ?

IGST નો આઉટપુટ ટેક્ષ ભરવા માટે આપણે IGST CGST અને SGST ત્રણેય ની ક્રેડિટ નો ઉપયોગ કરી શકી છીએ  એટલા માટે IGST ની ખોટી ITC AVAILED થઈ ગય હોય ત્યારે તેના રિવરસલ અથવા પેમેન્ટ સમયે વ્યાજ ભરવા માટે IGST CGST અને SGST ના ત્રણેય ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર ના ટોટલને ધ્યાનમાં લેવામાં આવશે.

IGST નું બેલેન્સ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર માં ખોટી IGST ની ITC AVAILED કરી છે તેના કરતાં ઓછું હોય પરંતુ IGST CGST અને SGST ત્રણેય નું ટોટલ જો વધારે હોય તો વ્યાજ ન ભરવું પડે

ટ્રેડ યુનિટ દ્વારા એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે તો તે COMPENSATION CESS ની ક્રેડિટ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં હોય તેને RULE-88B મુજબ IGST CGST કે SGST ની ખોટી AVAILED કરેલી ITC ની રિવરસલ કે કેશ પેમેન્ટ સમયે વ્યાજની  ગણતરીમાં ધ્યાનમાં લેવાનું કે નહી?

COMPENSATION CESS ની ITC નો ઉપયોગ ફક્ત COMPENSATION CESS ના આઉટપુટ ટેક્ષ માટે જ કરી શકાય છે તેથી COMPENSATION CESS ની ક્રેડિટનો ઉપયોગ IGST CGST કે SGST ના આઉટપુટ ટેક્ષ અથવા તેના રિવરસલ માટે થઈ શકે નહીં.

તેથી જ્યારે IGST CGST કે SGST ની ક્રેડિટ ખોટી AVAILED થઈ ગય હોય અને પછી જ્યારે આપણે તેની રિવર્સ કરી કે કેશથી પેમેન્ટ કરી ત્યારે તેનું વ્યાજ ભરવા માટે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર માં COMPENSATION CESS માં જે ક્રેડિટ હોય તેને ધ્યાનમાં લેવાની નહીં.

(લેખક સુરેન્દ્રનગર ખાતે ટેક્સેશન પ્રેક્ટિસ કરે છે. લેખકનો સંપર્ક pm40977@gmail.com ઉપર કરી શકાય છે)

 

error: Content is protected !!