GSTR-1 સમરી જનરેશન અને તેના ફાઇલિંગને લગતી સમસ્યા…
|| પ્રેસ નોટ ||
(પ્રતિનિધિ દ્વારા)
તારીખ : ૦૯ જાન્યુઆરી ૨૦૨૫ ગુરૂવાર
જીએસટી કાયદો ૨૦૧૭થી અમલમાં આવેલ છે, તેમ છતાં છાશવારે કોઈના કોઈ કારણસર વેબસાઈટ નિયમિત ચાલતી જ નથી આવો જ અનુભવ આજે વહેલી સવારથી સમગ્ર ભારતભરના તમામ વકીલ ભોગવી રહ્યા છે. માસિક અને ત્રિમાસિક પત્રક ફાઈલ કરવાનો વિકલ્પ સ્વીકારનાર તમામે તમામ વેપારીએ પોતાના ડિસેમ્બર ૨૦૨૪સુધીના જીએસટીઆર-વન પત્રક ફાઇલ કરવાની છેલ્લી ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ છે, જેનો ખૂબ જ ઓછો સમય બાકી વધ્યો હોય અને પોર્ટલ સપોર્ટ કરવાનું છોડી દે, ત્યારે વકીલ આલમમાં અફલા તફલીનો માહોલ ઊભો થઈ જાય છે, એકાઉન્ટન્ટ અને વેપારી વકીલશ્રીની ઓફિસમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈ બેસી છે કે ક્યારે પોર્ટલ ક્યારે શરૂ થશે તેની ચાતક નજરે રાહ જોઈ બેસી રહે છે. આવી પરિસ્થિતિમાં કેટલાય મૂલ્યવાન માનવ કલાકોનું હનન થાય છે. આમ જોવા જઈએ તો આની સીધી અસર એટલે કે પ્રત્યક્ષ રીતે વકીલ આલમ હેરાન થાય છે અને પરોક્ષ રીતે વ્યાપારી આલમને વેઠવાનું આવે છે. આ સમગ્ર ભારત ભરનાં તમામ વકીલો, વેપારીઓ અને એકાઉન્ટન્ટનો કાયમી પ્રશ્ન છે. ખરી મૂંઝવણ અને લાચારી કે કમભાગ્ય એ છે કે વિવિધ મંડળો દ્વારા સમય લંબાવવાની માગણી કરવામાં આવે તેમ છતાં તંત્ર કોઈપણ પ્રકારની સંવેદના દાખવતી નથી. જો સમયસર રિટર્ન ફાઇલ ન થાય તો અત્યારે વેચનાર વેપારીને તકલીફ પડે છે અને જીએસટીઆર-વન ફાઇલ ન થાય તો ૧૪મી તારીખ પછી ખરીદનાર વેપારીને તકલીફ પડી છે.
Infosys_GSTN સોસિયલ મીડિયા ના માધ્યમથી જણાવે છે કે પ્રિય કરદાતાઓ! GSTR-1 સમરી જનરેશન અને તેના ફાઇલિંગને લગતી સમસ્યાને સ્વીકારે છે. અત્રે જણાવવાનું કે અમારી ટીમ તેના પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેને ઠીક કરવામાં આવશે. તમારી ધીરજ બદલ આભાર. ટેક્ષ~ઍડવોકેટ હર્ષદકુમાર વી.ઓઝા જણાવે છે @Infosys_GSTN સોસિયલ મીડિયાના માધ્યમથી સમસ્યાનો સ્વીકાર કરે છે, તે ચોક્કસ સારી બાબત છે અને તંત્ર પોર્ટલ ની ખામીના ભોગે, નિર્દોષ વેપારીને આગળ જતાં વધારાની બીજી કોઈ તકલીફ ન પડવી જોઈએ એ સમય વધાર્યા બાબતની તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ.
ટેક્ષ~રીપોર્ટર હર્ષદકુમાર વી.ઓઝા