સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના તા. 07.01.2025
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
- અમારા અસીલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી (GTA) તરીકે જી.એસ.ટી રજીસ્ટ્રેશન ધરાવીએ છીએ. તેઓ ટ્રાન્સપોર્ટેશન ના હેતુથી ટ્રક ભાડે રાખે છે. આ ટ્રકનો કબ્જો જે તે ટ્રકના માલિક પાસે જ રહેતો હોય છે. આ બાબતે અમારો પ્રશ્ન અમારા ઇનવર્ડ સપ્લાય બાબતે છે. શું આ પ્રકારે લેવામાં આવેલ સેવા GTA ની ઇનવર્ડ સેવા ગણાય અને RCM ભરવાની જવાબદારી આવે કે નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 22B મુજબ કરમુક્ત ગણાય? જે.વી. પટેલ & કું, જેતપુર.
જવાબ: વ્યક્તિગત માલિકીના ટ્રક GTA ને ભાડે આપવામાં આવે ત્યારે નોટિફિકેશ 12/2017 ની એન્ટ્રી 22 (b) ની એન્ટ્રી નો લાભ મળે અને આ વ્યવહાર કરમુક્ત ગણાય તેવો અમારો મત છે.
- અમારા અસીલના GSTR 1 માં ટેક્સ જવાબદારીની રકમ GSTR 3B કરતાં શરતચૂક થી વધુ દર્શાવાઈ ગઈ હતી. આ ભૂલ તેઓ દ્વારા GSTR 9, 9C તથા ઇન્કમ ટેક્સ ઓડિટ માં સુધારવામાં આવેલ છે. હવે અધિકારી દ્વારા નોટિસ આપી GSTR 1 પ્રમાણે વધારાની રકમ ભરવા નોટિસ આપવામાં આવેલ છે. આ બાબતે કોઈ કરદાતાની તરફેણના ચુકાદા હોય તો જણાવવા વિનંતી.
જવાબ: GSTR 1 તથા 3B ના તફાવત બાબતે આપને Star Engineers (I) Pvt Ltd Vs Union of India (રિટ પિટિશન નંબર 15368/2023) નો બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો ઉપયોગી બની શકે છે. રકમ જો મોટી હોય તો આપ આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન કરી આ બાબતે GSTR 1 સુધારવા દાદ માગી શકો છો તેવો અમારો મત છે.
- અમારા અસીલ મોબાઈલ ફોન ખરીદ વેચાણનો ધંધો કરે છે. સાથે સાથે તેઓ જૂના ફોન ખરીદી વેચાણનો પણ ધંધો કરે છે. શું જૂના મોબાઈલના વેચાણમાં તેઓને માર્જિન સ્કીમનો લાભ મળે? કે તેઓએ જૂના મોબાઈલની પૂરી રકમ ઉપર જ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે? નિમેશ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ
જવાબ: આપના અસીલ સેકન્ડ હેન્ડ મોબાઈલના ખરીદ વેચાણનું કામ કરતાં હોય તેઓને જી.એસ.ટી. નિયમોના નિયમ 32(5) હેઠળ માર્જિન સ્કીમનો લાભ મળે તેવો અમારો મત છે. આ શરતો બાબતે જી.એસ.ટી. ના નિયમ 32(5) જોઈ જવા વિનંતી.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ પાસે મોટર કાર છે. આ મોટર કાર “પ્લાન્ટ એન્ડ મશીનરી” ના બ્લોકમાં આવે છે. હવે તેઓ આ કારનું વેચાણ કરે છે. તેઓ પાસે બીજી કોઈ કાર નથી. તો શું આ કારનું વેચાણ અન્ય “પ્લાન્ટ એન્ડ મશીનરી” સાથે બ્લોકમાં ગણાય કે આ કારના વેચાણ ઉપર ઉદભવેલ કેપિટલ ગેંઇન ભરવાની જવાબદારી આવે? કોલીપરા સુંદરીયા, પોન્નુર
જવાબ: ના, આપના અસીલ દ્વારા બ્લોકમાં રહેલ કારનું વેચાણ એ બ્લોકનો એક ભાગ જ ગણાય અને બ્લોક જ્યાં સુધી શૂન્ય ના થાય અને ત્યાર બાદ રકમ વધે નહીં ત્યાં સુધી કેપિટલ ગેંઇન ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
- મારા અસીલ ભારતીય નાગરિક છે એમને y 23-24 ના ફક્ત માર્ચ મહિના ની salary સિંગાપુર માં મળેલ છે. તેમને ઇન્ડિયા માં પોતાનું ઈનકમ ટેક્સ રિટર્ન સમયસર ફાઈલ કરેલ છે જેની સાથે તેમને foreign salary પરનો ટેક્સ પણ ભારતમાં ભરી દીધેલ છે. મારો પ્રશ્ન એ છે કે તેમને F.Y. 23-24 માટે નું Tax Residence Certificate મેળવવા માટે ક્યારે અરજી કરવી પડે ?
શું F.Y 23-24 નું tax residence certificate માટે ની અરજી F.Y 24-25 માં કરી શકાય?
સમય મર્યાદા માટે નું કોઈ પ્રૂફ હોય તો જણાવવા વિનંતી. ટેક્સ ઓફિસર નું કેહવુ છે કે તમે પ્રૂફ આપો તો જ અમે TRC certificate આપીશું. મારે વિદેશ માં પણ ટેક્ષ ફરીથી ભરવો ના પડે તેથી જવાબ આપવા વિનંતી
જવાબ: Tax Residence Certificate માટે અરજી કરવાની કોઈ સમયમર્યાદા કાયદામાં નથી તવો અમારો મત છે. આ TRC મેળવવા માટે પાસપોર્ટ, ઇન્કમ ટેક્સ રિટર્ન, PAN તથા Aadhar જેવા ડૉક્યુમેન્ટ સાથે અરજી કરવી જોઈએ તેવો અમારો મત છે.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.