કંપોઝીશન કરદાતાઓએ ભરવાના થતાં વાર્ષિક રિટર્ન GSTR 4 નું છેલ્લી તારીખ છે 30 એપ્રિલ!!! ખૂબ ઓછા પ્રમાણમા હજુ ભરાયા છે આ રિટર્ન…
કોરોના સંકટમાં આ પ્રકારના કંપલાયન્સમાં રાહત આપવી છે જરૂરી!!
તા. 23.04.2021: જી.એસ.ટી. હેઠળ કંપોઝીશનની પરવાનગી ધરાવતા વેપારીઓએ દર ત્રણ મહિને પોતાના વેચાણની વિગત આપી CMP 08 માં ટેક્સ ભરવાનો રહેતો હોય છે. આ ઉપરાંત વાર્ષિક ધોરણે તેમણે ખરીદી તથા વેચાણની વિગતો સાથે GSTR 4 નામનું વાર્ષિક રિટર્ન પણ ભરવાનું રહેતું હોય છે. નાણાકીય વર્ષ 2020-21 માટેનું આ વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2021 છે. આજે 23 એપ્રિલ થઇ હોવા છતાં દેશભરમાં ખૂબ ઓછા પ્રમાણમા GSTR 4 ભરાયા હોવાની વિગતો મળી રહી છે. હવે જ્યારે આ રિટર્ન ભરવામાં માત્ર 7 દિવસજ બાકી હોય આ રિટર્ન ભરવા છેલ્લા દિવસોમાં પાડાપડી થાય તેવી શક્યતા નકારી શકાય નહીં. ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર કહેર વાર્તાવી રહી છે. ટેક્સ પ્રોફેશનલ્સ અને તેમના સ્ટાફ પણ મોટા પ્રમાણમા કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર છે. મોટા પ્રમાણમા વેપારીઑ પણ સંક્રમિત થયા છે. આ સ્થિતિમાં આ પ્રકારના “પ્રોસીજરલ” ફોર્મ માટે મુદત શ માટે વધારવામાં નથી આવી તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. GSTR 4 ની મુદતમાં સમયસર વધારો કરવામાં આવે તેવી માંગ કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સમાં ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે