જી.એસ.ટી. હેઠળ આવતા અઠવાડીયાથી શરૂ થઈ રહેલી જી.એસ.ટી. સ્પોટ વિઝિટ અંગે મહત્વના પ્રશ્નોના જવાબ
By લલીત ગણાત્રા એડવોકેટ જેતપુર
સમગ્ર ભારત માં જે 16 મે 2023 થી 15 જુલાઈ 2023 સુધી એટલે કે 60 દીવસ સુધી ફેઈક રજીસ્ટ્રેશનની ઓળખ કરવા માટે એક સ્પેશીયલ ડ્રાઈવ ચાલવાનો છે. આ સ્પેશીયલ ડ્રાઈવ માં સેન્ટર અને સ્ટેટ વિભાગ ક્યાં બીઝનેસની વીઝીટ કરશે, રુબરુ આવ્યા પછી શુ ડોક્યુમેન્ટ તપાસવામાં આવશે અને આમાં જીએસટી નંબર ધરાવતા રેગ્યુલર રીતે વેપાર ધંધો કરતા નાના વેપારીઓ ને શુ કરવાનું રહેશે અને તેને શુ તૈયારી રાખવી પડશે તે બાબતે આજે આ લેખમાં વાત કરીશું.
બોગસ બીલીંગ કરતા વ્યક્તિઓ ને પકડવા માટે ખાસ સ્પેશીયલ ડ્રાઈવ આખા ભારત માં 16 મે 2023 થી ચાલુ થવા જઈ રહી છે. આમાં શુ થશે ને કઈ રીતે આ હેન્ડલ થશે તે બાબતે એક 8 પ્રશ્ન ની FAQ મે બનાવેલ છે.
- આ સ્થળ તપાસ ની સ્પેશીયલ ડ્રાઈવ નું આયોજન શુ કામ કરવામાં આવ્યું છે ને તેનાથી આપણને ફાયદો થશે કે નુકશાન?
GST Policy વિંગ દ્વારા બહાર પાડવામાં આવેલ આંતરીક માહીતી અનુસાર એટલે કે તેમના અધીકારીઓ ની જાણ માટે આ બહાર પાડવામાં આવ્યો છે. અત્યારે બોગસ બીલ આપવાનો ધંધો આખા ભારત માં બહુ વધ્યો છે. જેના સમાચાર આપણે સમાચાર માધ્યમો/સોશીયલ મીડીયા માં સાંભળી જ છીએ. આમાં અલગ અલગ પ્રકાર ના ચોરી કરવા માટે નંબર લેવા ના નુસ્ખા આ બોગલ બીલીગ કરતા લોકો અપનાવે છે જેમાં ગરીબ લોકો ના પાન અને આધાર પર ખોટી ભાડાચીઠ્ઠી બનાવી ને જગ્યા ના ખોટા આધાર બનાવી ને અન્ય ગરીબ લોકો ના પાન અને આધાર નો ઉપયોગ કરી ને તેના ઉપર જીએસટી નંબર લઈ લે છે ને પછી ખરીદી ના બીલ અન્ય વસ્તુ ના અને વેચાણ ના બીલ અન્ય વસ્તુ ના આપે છે જેમાં ફકત બીલ ની આપલે થાય છે અને પેમેન્ટ રીસીવ કરે છે જ્યારે ખરેખર માલ ની હેરફેર કરતા નથી જેને આપણે બોગલ બીલીંગ કહીએ છીએ. આ વસ્તુ ની ઓળખ કરવા અને આ પ્રવૃતી ને ઓછી કરવા કે નાબુદ કરવા આ સ્પેશીયલ ડ્રાઈવ ચલાવા માં આવી રહી છે .
આ સ્પેશીયલ ડ્રાઈવ થી આપણને થોડી અગવડતા પડી શકે પણ લાંબા ગાળે ચોક્કસ ફાયદો થશે. અમે એવા ઘણા કેઈસ જોયા છે જ્યાં નીર્દોષ વેપારી પાસે તેમની જાણ બહાર એટલે એજન્ટ મારફતે ખરીદી કરતા હોય ત્યારે માલ અન્ય પાસે થી આવતો હોય છે ને બીલ આવા વેપારી પાસે થી આવતા હોય છે. આવા બોગસ બીલીંગ કરતા વેપારી ની ખરીદી ના બીલ ભુલ થી આવી જાય છે ને પછી ટેક્ષ/વ્યાજ/પેનલ્ટી ની જવાબદારી ઉપસ્થીત થતી હોય છે એટલે આવા બોગલ બીલીગ કરતા લોકો ની નાબુદી થવી જ જોઈએ જે આપણા વેપારી ના હીત માં છે.
- મારા બીઝનેસ પ્રીમીયાઈસીસ ની મુલાકાતે જીએસટી ના અધીકારી શ્રી આવશે કે નહી આવે ?
મીત્રો તા. 04/05/2023 ના રોજ GST POLICY વિંગ દ્વારા બહાર પાડવા માં આવેલ ગાઈડલાઈન મુજબ આ ડ્રાઈવ સ્પેશીયલ રીતે એવા લોકો ની ઓળખ કરવા માટે ચલાવવામાં આવશે જેવો બોગસ બીલીંગ કરે છે.
હવે જે સાચા વેપારી છે તે પણ અહી ચીન્તા છે માં છે કે આપણે તો બોગસ બીલીંગ ની પ્રવૃતી માં સામેલ નથી છતા આપણી મુલાકાત લેશે ને ડોક્યુમેન્ટ માગશે.
આના માટે જે આતીંરીક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે તે મુજબ, આખા ભારત માં જીએસટી ના ડેટા નું એનાલીસીસ કરી ને ઓળખ કરવા માં આવી છે જેના ઉપર વિભાગ ને હાલ શંકા છે અને આવો શંકા ને આધારે તૈયાર કરેલ ડેટા જે તે રાજ્ય કે કેન્દ્ર ના વિભાગ માં જીએસટી નંબર આવતો હોય તે વિભાગ ને મોકલી દેવામાં આવ્યો છે
આ સ્પેશીયલ ડ્રાઈવ ફકત બે જ મહીના માં પુર્ણ કરવાની છે એટલે આ ડ્રાઈવ મુજબ દરેક ને ત્યાં સ્પોટ વિઝીટ થશે નહી તે ફાઈનલ છે. ફકત ને ફકત જેમનો ડેટા ઉપરથી શંકા ને આધારે આવ્યો છે તેવા જ જીએસટી નંબર ધરાવતા વેપારીઓ ના ધંધા ના સ્થળ ની મુલાકત થશે. એટલે જેન્યુઅન રીતે વેપાર કરતા મોટા ભાગ ના વેપારીઓ ચીન્તા કરવાની જરુર નથી. આમ પણ જો કોઈ અધીકારી તમારા ધંધા ના સ્થળ પર આવી જાય અને જો તમે રેગ્યુલર વેપાર કરનાર વેપારી છો તો તમારે આમ પણ કોઈ ચીન્તા કરવાની જરુર હોતી નથી. અધીકારી આવ્યા છે તેમનું કામ પુર્ણ કરી ને જતા રહેશે.
- જો મારા પ્રીમાઈસીસ પર આવા અધીકારી આવશે તો તે શુ તપાસ કરશે અને મારી પાસે શુ ડોક્યુમેન્ટ માંગવા માં આવશે ? એમની સતા કેવડી રહેશે ?
જો કોઈ અધીકારી તપાસ અર્થે આપના ધંધા ના સ્થળ પર આવે તો તેનો પહેલો તપાસ નો હેતું એક જ છે કે આપ રેગ્યુલર વેપાર કરો છો ને. આપ કોઈ બોગલ બીલીંગ ની પ્રવૃતી માં સંકળાયેલ તો નથી ને. જો આપ રેગ્યુલર વેપાર કરો છો, આપની પાસે ખરીદી ના બીલ છે, વેચાણ ના બીલ છે, બેંક માં સાચા વહેવાર છે, તો તમારે કશુ ચીન્તા કરવાની જરુર નથી. વેપાર ધંધા નું સાહીત્ય આમ પણ નીયમ મુજબ ધંધા ના સ્થળે ગમે ત્યારે હોવું જોઈએ જેથી તે હંમેશા ધંધા ના સ્થળ ઉપર રાખવાનું. બીજુ અધીકારીઓ ને ઉપરથી આવેલ આંતરીક સુચના મુજબ તે લોકો એ સર્વે કે સર્ચ કરવાનો નથી એટલે કે તેમની પાસે સર્વે કે સર્ચ ની સેકશન નીચે ના કોઈ અધીકાર નથી આપેલ. એટલે વધારે કોઈ ટેન્શન કે ડર રાખવાની પણ જરુર નથી. તેઓ ને જ્યાં શંકા જાય કે આ બોગસ બીલીંગ ની પ્રવૃતી કરે છે ત્યાં તેમને નીયમ મુજબ નિવેદન, પંચનામા ની કાર્યવાહી કરવાની છે અને ઉપર ના અધીકારીને જાણ કરવાની છે. આપણી પાસે આવશે ત્યારે આપણે જીએસટી નંબર લેવા સમય પર અપલોડ કરેલ ડોક્યુમેન્ટ તે લોકો સાથે લેતા આવશે અને આપણે પણ સાથે રાખવા જ જોઈએ. જીએસટી નીયમ અને કાયદા મુજબ ના બોર્ડ લગાવેલ હોવા જોઈએ તે એક બેઝીક વસ્તુ છે આ ડ્રાઈવ છે એટલે બોર્ડ લગાઉ તેવું કાયદો નથી કહેતું. કાયદો કહે છે કે તમારે કાયમી આ વસ્તુ તમારા ધંધા ના સ્થળ પર લગાવી ને રાખવાની.
- મે મારા ધંધા નું સ્થળ ફેરવી નાખેલ છે પંરંતુ જીએસટી નંબર માં હજુ ઓનલાઈન પોર્ટલ પર અપડેટ નથી કર્યું અથવા મારા ધંધા ના સ્થળ ઉપર અમારે એક થી વધારે જીએસટી નંબર છે તો શુ થશે ?
જો તમે તમારા ધંધાનું સ્થળ માં ફેરફાર કરેલ હોય પંરંતુ ઓનલાઈન ચેન્જ ના કરેલ હોય તો આનો ચેન્જ ખાસ કરી નાખવો જોઈએ જેથી તમે કોઈ કાયદા ના ભંગ માં આવો નહી.
તે ઉપરાંત એક જ પ્રકાર ના વેપાર ધંધા માટે એક જ જગ્યા પર એક થી વધારે જીએસટી નંબર રાખવા જોઈએ નહી જો આવું હોય તો વધારા ના જીએસટી નંબર નું ધંધાનું સ્થળ ચેન્જ કરવા ની અરજી કરવી જોઈએ.
- મારા ધંધા ના સ્થળ પર ઓફીસર આવેલ પંરંતુ મારા ધંધા નું સ્થળ તે સમય પર બંધ હતું હવે શુ કરવું ?
ઓફીસર ને આંતરીક સુચના મુજબ જો કોઈ ધંધાની તપાસ માં તે ધંધાનું સ્થળ બંધ હોય તો તે આજુબાજુ માં રહેલ લોકો/અન્ય વેપારીઓ ના નિવેદન લેશે, તમે અરજી માં દર્શાવેલ ઘર ના સરનામા ઉપર પણ તપાસ કરશે કે કેમ ધંધો આજે બંધ છે. આજુ બાજુ માં પુછપરછ કરી ને ખરીદી વેચાણ શુ કરો છો તેની પણ તપાસ કરશે. જો કોઈ પ્રસંગ ના કારણે ધંધો બંધ હોય તો તમે ઓફીસ નો સંપર્ક કરી ને ફરીથી સ્પોટ વિઝીટ કરાવી શકો છો પંરંતુ બોગસ બીલીંગ ના કારણે ધંધા ની જગ્યા પર કોઈ નથી તો તેની ઉપર ચોક્કસ એકશન આવશે.
- ધંધાનો માલીક ધંધો કરે છે કે નહી તે પણ તપાષ કરવા માં આવશે ?
બોગલ બીલીંગ નો ધંધા માં મોટા ભાગ ના કેઈસ માં જીએસટી નંબર અન્ય વ્યક્તિ નો હોય છે ને બોગલ બીલ કોઈ અન્ય દ્વારા બનાવાતા હોય છે તેવું ધ્યાન માં આવ્યું છે જેથી આ તપાસ નો મુખ્ય વિષય છે જેથી આ અંગે તે લોકો ચોક્કસ તપાસ કરશે.
- આ તપાસ સંદર્ભે રજીસ્ટ્રેશન રેકોર્ડ માં મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી પાર્ટી ના હોવા જોઈએ ?
આ પણ બોગસ બીલીંગ ના એગંલ થી એક તપાસ નો વિષય હોય આ વસ્તુ તપાસ કરવાની સુચના પણ ઉપર થી અધીકારીઓ ને આપવામાં આવી છે કે જે વ્યક્તિ નો જીએસટી નંબર છે તે જ વ્યક્તિ ના મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી નો ઉપયોગ થઈ રહ્યો છે કે નહી
- શું આ ડ્રાઈવ થી વેપારી/વ્યક્તિ ની કનડગત કરવામાં આવશે ?
આ ડ્રાઈવ માં અધીકારી ઓ ને ઉપર થી ખાસ સુચના આપવામાં આવી છે કે જેન્યુઅન રીતે વેપાર કરતા વેપારીઓ અને વ્યક્તિઓને કોઈ કનડગત ના થાય
આમ આટલા મહત્વના પ્રશ્નો મારા ધ્યાન ઉપર આવ્યા હતા જેની ઉપર મે આજે આ લેખ લખ્યો છે.
(લેખક જેતપુર ખાતે પ્રેક્ટિસ કરતાં જાણીતા ટેક્સ એડવોકેટ છે)