Spread the love
Reading Time: 2 minutes

(આ કૉલમ 01 ફેબ્રુઆરીથી શરૂ કરી 2019 20 ના  જી.એસ.ટી. વાર્ષિકની મુદત સુધી જેમ નવા પ્રશ્ન આવતા રહેશે તેમ નિયમિત અપડેટ કરવામાં આવશે)

(ખાસ નોંધ: જો આપ આ કોલમના નવા નવા પ્રશ્ન અંગે અપડેટ મેળવવા ઇચ્છતા હોય તો અમારી સાઇટના નોટિફિકેશન ઓન કરશો. E mail ઉપર આ કૉલમની રિયલ ટાઈમ અપડેટ મેળવવા આપનું ઇ મેઈલ https://taxtoday.co.in/get-news-on-mail/ ઉપર નોધાવી શકો છો. આ કૉલમ અંગે વારંવાર Whats App અપડેટ આપવા શક્ય નહીં બને)

   :ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

  1. 2019-20 ના વર્ષ માટે GSTR 9A ભરવાં અંગે મુક્તિ આપવામાં આવેલ છે?  રાહુલ બાંભણીયા, ઉના

જવાબ: નાણાકીય વર્ષ માટે GSTR 9A તથા GSTR 9, જે કરદાતાઓનું ટર્નઓવર 2 કરોડથી ઓછું હોય તેમના માટે મરજિયાત બનાવવામાં આવેલ છે. આ અંગે નોટિફિકેશન 77/2020, તા. 15.10.2020 જોઈ જવું.

 

  1. નાણાકીય વર્ષ 2019 20 ના વર્ષ માટે GSTR 9 માટે 2 કરોડ અને GSTR 9C માટે 5 કરોડની લિમિતિ લાગુ પડે? આ અંગે કોઈ નોટિફિકેશન હોય તો જણાવવા વિનંતી.                                                            કલ્પેશ મકવાણા, એકાઉન્ટન્ટ, દીવ

વાબ: હા, 2019-20 ના વર્ષ માટે પણ GSTR 9 માટે 2 કરોડની લિમિટ લાગુ પડે. આ માટે નોટિફિકેશન 77/2020 જોઈ જવું. GSTR 9C માટે નોટિફિકેશન 79/2020 દ્વારા 5 કરોડથી ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટેજ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

  1. અમારા અસીલ દ્વારા અત્યારે ૨૦૧૯-૨૦ નું વાર્ષિક રીટર્ન GSTR-૯ માં ITC માં વધારો થાય છે. જે સપ્ટેમ્બર-૨૦ ના 3B માં ઉમેરો કરેલ નથી. જેથી આવી વધારા ની વેરા શાખ વાર્ષિક રીટર્ન GSTR-૯ માં ઉમેરી ભરી શકાય કે કેમ ? તથા ભરી શકાય તો આવી લેવા ની રહી ગયેલ ITC નો ઉપયોગ કેવી રીતે કરી શકાય ? જગદીશ વ્યાસ એન્ડ એસોસિએટ

જવાબ: જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) હેઠળ જે તે વર્ષ માટેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મોડમાં મોડી વર્ષ પૂરું થયા પછીના સપ્ટેમ્બર મહિનાના 3B રિટર્ન ની ડ્યુ ડેઇટ સુધી લઈ શકાય છે. આ પ્રકારની ક્રેડિટ 16(4) હેઠળ કરી શકાય નહીં. પરંતુ ભવિષ્યમાં કોઈ કોર્ટના ચુકાદા કરદાતાની તરફેણમાં આવે અને આ ક્રેડિટ ક્લેમ થઈ શકે તેવું ઠરાવવામાં આવે તે સંજોગોમાં આ ક્રેડિટ નો લાભ મળી શકીએ એ માટે આ ક્રેડિટ GSTR 9 માં ટેબલ 6(M) માં દર્શાવવી જોઈએ. આ ક્રેડિટ હાલ ક્રેડિટ લેજરમાં દર્શવાશે નહીં પરંતુ ભવિષ્યમાં આકારણીમાં કામ આવી શકે તેવો અમારો મત છે.

 

:ખાસ નોંધ:

 અમારા એક્સપર્ટ ટેક્સ ટુડેને માનદ્દ સેવા આપે છેતમામ વાચકોને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડેને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગોમાં વાચકોને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આ પ્રશ્નો સીધા વેબસાઇટ ઉપર https://taxtoday.co.in/ask-your-question પણ પૂછી શકે છે. વાર્ષિક અંગેના પ્રશ્નોના જવાબ શક્ય હોય ત્યાં સુધી 1 દિવસમાં આપવામાં આવશે. આ જવાબ અંગેની અપડેટ મેળવવા વાંચકોને ખાસ વિનંતી કે અમારી વેબસાઇટના નોટિફિકેશન આપ “એલાવ” કરશો. E mail ઉપર આ કૉલમની રિયલ ટાઈમ અપડેટ મેળવવા આપનું ઇ મેઈલ https://taxtoday.co.in/get-news-on-mail/ ઉપર નોધાવી શકો છો.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!