તૈયાર થઈ જાવ!!! સમગ્ર રાજ્યમાં આપવામાં આવશે મોટા પ્રમાણમા નોટિસો!!!

Spread the love
Reading Time: < 1 minute

આ સપ્તાહમાં મોટા પ્રમાણમા નાણાકીય વર્ષ 2017-18 ની પત્રક ચકાસણીની નોટિસો મોકલવામાં આવશે તેવી સૂત્રો પાસેથી માહિતી:

તા. 26.09.2023: આ સપ્તાહમાં ગુજરાત રાજ્ય જી.એસ.ટી. વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2017 18 માટે પત્રક ચકાસણી (રિટર્ન સ્ક્રૂટીની) ની  નોટિસો મોટા પ્રમાણમા મોકલવામાં આવશે તેવી માહિતી વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહી છે. માનવમાં આવી રહ્યું છે કે માત્ર જુનાગઢ ડિવિઝન હેઠળ જ 400 નોટિસો કરદાતાઓને મોકલવા માટે તૈયાર છે. આવી જ રીતે ડિવિઝન દીઠ મોટા પ્રમાણમા આ નોટિસો મોકલવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કરદાતાને ASMT 10 આપી પોતાના ખુલાસો રજૂ કરવાની તક આપવાના બદલે DRC 01 આપી માંગણા અંગેની શો કોઝ નોટિસ જ આપવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં એટ્લે કે આગામી ચાર દિવસમાં કરવામાં આવશે તેવી માહિતી પણ મળી રહી છે. આ અંગે વાત કરતાં જુનાગઢના જાણીતા ટેક્સ એડવોકેટ પ્રતિક મિશ્રાણી જણાવે છે કે જુનાગઢ જ નહીં સમગ્ર રાજ્યમાં એક સાથે મોટા પ્રમાણમા કરદાતાઓને નોટિસો આપવામાં આવશે. જી.એસ.ટી. અમલના આ પ્રથમ વર્ષમાં કરદાતાના રિટર્નમાં અનેક ભૂલો થઈ હોય તે સ્વાભાવિક છે. આ વર્ષ માટે સરકાર કરદાતાઓ ઉપર રહેમ નજર રાખશે અને કોઈ ગંભીર કાર્યવાહી નહીં કરે તેવું માનવમાં આવી રહ્યું હતું. હવે અચાનક આ વર્ષ માટે નોટિસ મોકલવામાં આવશે ત્યારે ઘણા કરદાતાઓની મુશ્કેલી વધી શકે છે.” કરદાતાની મુશ્કેલ તો નોટિસ આવે તો વધી શકે છે પરંતુ હાલ તો અધિકારીઑ માટે સમયસર કામગીરી પૂર્ણ કરવા દોડાદોડી વધી ગઈ છે તેવા અહેવાલ મળી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે 

 

error: Content is protected !!