GST ના “કાયદા માં મુદ્દતમાં વધારો, પણ GST પોર્ટલના ધાંધીયા” !!!!!!

Spread the love
Reading Time: 2 minutes

તા.૩૦-૦૬-૨૦૨૦ ના રોજ નોટીફીકેશન નં ૫૭ થી February-2020 થી July-2020 સુધી ના પત્રકો ભરવા માટે સરકારે આપી મુદ્દત, જો ૩૦-૦૯-૨૦૨૦ પહેલા ભરી આપશો તો કરપાત્ર ટર્નોવર પર લાગશે માત્ર ૫૦૦/- ની લેટ-ફી અને નીલ ટર્નોવર તેમજ કરમુક્ત ટર્નોવર પર નહી લાગે કોઈ પણ લેટ-ફી.

તા. ૨૪-૦૬-૨૦૨૦ના રોજ નોટીફીકેશન નં ૫૨ થી July-2017 થી January-2020 સુધી ના પત્રકો ભરવા માટે સરકારે આપી મુદ્દત, જો ૩૦-૦૯-૨૦૨૦ પહેલા ભરી આપશો તો કરપાત્ર ટર્નોવર પર લાગશે માત્ર ૫૦૦/- ની લેટ-ફી અને નીલ ટર્નોવર તેમજ કરમુક્ત ટર્નોવર પર નહી લાગે કોઈ પણ લેટ-ફી.

એટલે કે, July-2017 થી July-2020 સુધી ના પત્રકો ભરવા માટે સરકારે આપી મુદ્દત, તા ૩૦-૦૯-૨૦૨૦ પહેલા ભરવા.


પરંતુ આજરોજ તા ૦૧-૦૭-૨૦૨૦ ના રોજ જયારે March-2019 નું પત્રક ઓનલાઈન ફાઈલ કરવામાં આવે છે તો  તેમાં આવે છે 9380/- ની લેટ ફી


હવે એનો મતલબ તો એવો એવો થાય કે સરકાર શ્રી જાહેરનામાં તો આપી દે છે, પરંતુ જાહેરનામાં સંબંધી સુધારા GST Portal ઉપર કરવા માટે સક્ષમ નથી. આ છે આપડું Digital-India

જોકે આ સમાચાર બહાર પડ્યા બાદમાં CBIC દ્વારા એક ટ્વીટ મુકવામાં આવ્યું છે અને જણાવાયું છે કે પોર્ટલ ઉપર સુધારો આજે સાંજ સુધીમાં કરી આપવામાં આવશે અને આ નવા જાહેરનામા મુજબ લેઈટ ફી લગાડવામાં આવશે.

ઉપર જણાવેલ મુશ્કેલી ઉપરાંત હાલ જી.એસ.ટી. પોર્ટલ ઉપર જૂન-2020 નું 3B રિટર્ન ભરવાનો ઓપ્શન આવતો નથી. જ્યારે જુલાઇ 2020 માટે ના રિટર્ન ભરવાનો ઓપ્શન દર્શાવે છે!!! કરદાતાઓ દ્વિધામાં છે કે શું જૂન 2020 નું રિટર્ન ભરવામાં મુક્તિ આપવામાં આવેલ છે કે શું????
આ ઉપરાંત ITC-01 કે જે ફોર્મ વડે કંપોઝીશન ની બહાર નીકળી અને સ્ટોક ઉપરની ક્રેડિટ લઈ શકાય છે તે ફોર્મ પણ ટેકનિકલ ક્ષતિઓ ના કારણે
ભરતું નથી આવા સમાચાર ઘણા વાંચકો પાસેથી મળી રહ્યા છે.
જી.એસ.ટી. કાયદો કઈ પણ કહે….. પોર્ટલ હે કી માનતા નહીં!!!!

GSTની (ખરેખર તો પોર્ટલની)ત્રીજી વાર્ષિક પુણ્ય તિથી નિમિતે સૌને 2 મિનીટ નું મોંન ધારણ કરવા ટેક્ષ ટુડે અનુરોધ કરે છે

પ્રતિક મિશ્રાણી ટેક્ષ એડવોકેટ – જુનાગઢ
પ્રેસ રીપોર્ટેર
ટેક્ષ ટુડે – ઉના

error: Content is protected !!