GST હેઠળ લેટ ફી તો ભરવી જ પડશે !!! (40th GST Council Meeting ના અનુસંધાને)

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. કાયદા હેઠળ અસંમજસ જેવી સ્થિતિ કરદાતા અનુભવી રહ્યા છે. જો કે આ બાબત નવી નથી. હવે એક નવી દ્વિધા કરદાતાઓ અનુભવી રહ્યા છે. આજ રોજ તા. ૨૪-૦૬-૨૦૨૦ એટલે કે ,વર્ષ ૨૦૧૮-૧૯  માં રૂ|. ૫ કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા વેપારી માટે ફેબ્રુઆરી-૨૦૨૦ તથા માર્ચ-૨૦૨૦ ના રીર્ટન માટે ની છેલ્લી તારીખ છે. જેમાં ચૂક થાય તો લેટ-ફી રેગ્યુલર due-date થી ગણાશે એટલે કે,ફેબ્રુઆરી-૨૦૨૦ નું રીર્ટન જો ૨૫-૦૬- ૨૦૨૦ ના ભરાય તો લેટ-ફી ૨૦-૦૩-૨૦૨૦ થી ગણાશે. આમ, અંદાજે રૂ| ૪૮૫૦/- જેટલી રકમ, જો એક દિવસ મોડું ભરાય તો,(ત્યાર બાદ પ્રતિ દિન ૫૦/-)માર્ચ-૨૦૨૦ નું રીર્ટન જો ૨૫-૦૬-૨૦૨૦ ના ભરાય તો લેટ-ફી ૨૦-૦૪-૨૦૨૦ થી ગણાશે એટલે કે અંદાજે રૂ| ૩૩૦૦/- જો રિટર્ન એક દિવસ મોડું ભરાય તો,(ત્યાર બાદ પ્રતિ દિન ૫૦/-) તેમજ વર્ષ ૨૦૧૯-૨૦  માં રૂ| ૫ કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા વેપારી માટે અપ્રિલ-૨૦૨૦ ના રીર્ટન માટે ની છેલ્લી તારીખ ૨૨.૦૫.૨૦૨૦ ગણવાની રહે, અને આ અપ્રિલ-૨૦૨૦ નું રીર્ટન જો ૨૫-૦૬-૨૦૨૦ ના ભરાય તો લેટ-ફી ૨૦-૦૫-૨૦૨૦ થી ગણાશે એટલે કે અંદાજે રૂ| ૧૮૦૦/- જો એક દિવસ મોડું ભરાય તો, (ત્યાર બાદ પ્રતિ દિન ૫૦/-)ભરવાની જવાબદારી આવશે.

હવે 40th GST Council Meeting ના અનુસંધાને જુલાઈ-૨૦૧૭ થી જાન્યુઆરી-૨૦૨૦ સુધી સરકાર દ્વારા લેટફી માં ભારી ઘટાડો કરી આપવામાં આવ્યો છે, જે માટે અમે ટિમ ટેક્સ ટુડે સરકારશ્રી ના આભારી છીએ પરંતુ તા.૧૨-૦૬-૨૦૨૦ ના રોજ યોજાએલ 40th GST Council Meeting  જાહેર કરેલ નિર્ણય આજ તા ૨૪-૦૬-૨૦૨૦ સુધી નોટીફાઈ થયા નથી.GST ના પોર્ટલ ઉપર પણ હજુ જુલાઈ-૨૦૧૭ થી જાન્યુઆરી-૨૦૨૦ સુધી ના સમય ગાળા ના રીર્ટનમાં જુના કાયદા મુજબ જ લેટ ફી લાગે છે. આમ એક કરદાતા કે જેમનું ટર્નઓવર ૫ કરોડ થી વધુ છે તેમના માટે એ દ્વિધા ઊભી થઈ છે……

જો GST Council Meeting નો લાભ લેવા ઈચ્છતો હોય તો, તેમને ફેબ્રુઆરી-૨૦૨૦,માર્ચ-૨૦૨૦,અપ્રિલ-૨૦૨૦ ના રીર્ટન ની લેટ-ફી ભરવી પડશે,

અને

જો GST Council Meeting મા જણાવેલ ફાયદા ની  રાહ જોયા વગર તમામ રીટર્ન ભરી આપે તો જુલાઈ-૨૦૧૭ થી જાન્યુઆરી-૨૦૨૦ માં લેટ-ફી ભરવી પડશે,

ટૂંકમાં ” GST હેઠળ લેટ ફી તો ભરવી જ પડશે”!!

 


પ્રતિક મિશ્રાણી ટેક્ષ એડવોકેટ – જુનાગઢ
પ્રેસ રીપોર્ટેર
ટેક્ષ ટુડે – ઉના

error: Content is protected !!