2019-20 ના જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ભરવાની મુદતમાં થયો છે વધારો: સમાચાર માધ્યમોમાં ફરી રહ્યા છે સમાચાર

Spread the love
Reading Time: < 1 minute

જોકે આ વધારા અંગે હજુ CBIC વેબસાઇટ કે ટ્વિટર ઉપર નથી થયો કોઈ ખુલાસો: 

તા. 25.12.2020: નાણાકીય વર્ષ  2019 20 ના જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ભરવાની મુદતમાં 31.03.2021 સુધી વધારો થયા હોવાના અહેવાલો મિડયા સોર્સ દ્વારા મળી રહ્યા છે. જો કે આ અંગે સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમસની વેબસાઇટ ઉપર હજુ કોઈ પરિપત્ર મૂકવામાં આવ્યો નથી. આ અંગે આધિકારિક ટ્વિટર હેન્ડલ ઉપર પણ કોઈ ટ્વિટ આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આવ્યું નથી. પરંતુ દેશના જાણીતા મીડિયા હાઉસમાં આ બાબતના સમાચાર ફરતા થઈ ગયા છે.  જોકે વર્ષ 2019 20 ની મુદત વધારા બાબતે તો વધારો આવશે તે વાત નક્કી માનવમાં આવતી હતી. આનું કારણ એ છે કે ફોર્મ હજુ થોડા દિવસ પહેલાજ જી.એસ.ટી. પોર્ટલ ઉપર લાઈવ કરવામાં આવ્યું છે. આ અંગે અધિકારીક જાણ આજે થઈ જશે તેવું માનવમાં આવી રહ્યું છે.

જો કે કરદાતાઓ-કર વ્યવસાયિકો નાણાકીય વર્ષ 2018 19 ના જી.એસ.ટી. વાર્ષિકની મુદત વધારવામાં આવે તેવી આશા સેવી રહ્યા છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2019 20 ના ઇન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટની મુદત તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદતમાં વધારો થાય તેની રાહ આતુરતા પૂર્વક જોવામાં આવી રહી છે. આ વધારો જાહેર થાય તો કરદાતાઑ અને ખાસ કરીને કર વ્યવસાયિકો રાહતનો શ્વાસ લઈ શકશે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

error: Content is protected !!