જી.એસ.ટી. હેઠળ વેપારીઑ માટે આવ્યા ખુશીના સમાચાર… વાંચો શું છે આ ખાસ સમાચાર

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી જે લેઇટ ફી ઘટાડો જરૂરી હતો તે હવે કરવામાં આવ્યો જાહેર. દેર આયે દુરુસ્ત આયે

તા. 29.05.2021: જી.એસ.ટી. કાઉન્સીલની 43 મી મિટિંગ વર્ચ્યુલ મોડ ઉપર મળી હતી. આ મિટિંગમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો પૈકી કરદાતાઓ માટે એક ખૂબ સારા સમાચાર છે. લેઇટ ફી બાબતે કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે.

એમ્નેસ્ટી સ્કીમ (માફી યોજના) :

  • જુલાઇ 2017 થી એપ્રિલ 2021 થી બાકી GSTR 3B ભરવા માટે જે રિટર્નમાં કરદાતા માટે ભરવાં પાત્ર ટેક્સ NIL હોય તેવા કિસ્સામાં મહત્તમ લેઇટ ફી 500 રૂ (SGST 250+ 250 CGST) ની મર્યાદા બાંધવામાં આવેલ છે.
  • જુલાઇ 2017 થી એપ્રિલ 2021 થી બાકી GSTR 3B ભરવા માટે જે કરદાતાઓ માટે ટેક્સ ભરવાં પાત્ર હોય તેવા કિસ્સામાં મહત્તમ લેઇટ ફી 1000 રૂ (SGST 500+ 500 CGST) ની મર્યાદા બાંધવામાં આવેલ છે.
  • આ એમ્નેસ્ટી સ્કીમનો લાભ લેવા કરદાતાએ પોતાના રિટર્ન 01 જૂન 2021 થી 31 ઓગસ્ટ 2021 સુધી ભરી આપવાના રહેશે.

લેઇટ ફી અંગે લાંબાગાળાની રાહત:

  • GSTR 3B અને GSTR 1 મોડુ ભરવાના કિસ્સામાં NIL ટેક્સ લાયાબિલિટીના કિસ્સામાં મહત્તમ લેઇટ ફી રૂ 500 (CGST 250+ SGST 250 ) કરી આપવામાં આવી છે.
  • પાછલા વર્ષમાં 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતા માટે GSTR 3B અને GSTR 1 માટે મહત્તમ લેઇટ ફી 1000 (CGST 500+SGST 500 ) કરી આપવામાં આવી છે.
  • પાછલા વર્ષમાં માં 1.5 કરોડથી વધુ પણ 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે GSTR 3B અને GSTR 1 માટેની મહત્તમ લેઇટ ફી 5000 (CGST 2500+ SGST 2500) કરી આપવામાં આવી છે.
  • પાછલા વર્ષમાં માં 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે GSTR 3B અને GSTR 1 માટેની મહત્તમ લેઇટ ફી 10000 (CGST 5000+ SGST 5000) ચાલુ રાખવામા આવી છે.
  • કંપોઝીશન કરદાતાઓ માટે ભરવાના થતાં GSTR 4 માટે NIL રિટર્ન ના કિસ્સામાં મહતમ લેઇટ ફી 500 (CGST 250+ SGST 250) કરી આપવામાં આવેલ છે.
  • કંપોઝીશન કરદાતાઓ માટે ભરવાના થતાં GSTR 4 માટે NIL રિટર્ન સિવાયના કિસ્સામાં મહતમ લેઇટ ફી 2000 (CGST 1000+ SGST 1000) કરી આપવામાં આવેલ છે.

આ તમામ લેઇટ ફી ની રાહતો ભવિષ્યના રિટર્ન માટે રહેશે. જે કરદાતાઓએ જૂની લેઇટ ફી ભરેલ છે તેમણે કોઈ પણ રાહતો આપવામાં આવી નથી. જૂના ભરેલા રિટર્ન માટે તો જૂના નિયમો મુજબ લેઇટ ફી લાગુ રહેશે.

આ તકે એ બાબત યાદ રાખવી જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલની ભલામણો ઉપરથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે પછીજ તેની અમલવારી થાય છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

 

2 thoughts on “જી.એસ.ટી. હેઠળ વેપારીઑ માટે આવ્યા ખુશીના સમાચાર… વાંચો શું છે આ ખાસ સમાચાર

    1. Pls add your e mail id on our portal to get updates on E mail. To get what’s app update, Pls msg your name, city and profession on 9924121700

Comments are closed.

error: Content is protected !!