જો તમારું ખાતું આ બેન્કોમાં હોય તો GST પોર્ટલ ઉપર તમારો IFSC કરો અપડેટ!!

Spread the love
Reading Time: < 1 minute

8 બેન્કોના મર્જરના કારણે IFSC અપડેટના કરવામાં આવે તો રિફંડ મેળવવામાં પડી શકે છે મુશ્કેલી:GST પોર્ટલ

તા. 16.03.2021: GST પોર્ટલ ઉપર કરદાતાઓ માટે એક મહત્વની સૂચના બહાર પાડવામાં આવી છે. આ સૂચના મુજબ જે કરદાતાઓના ખાતા એવી બેન્કોમાં છે જે બેન્કોનું અન્ય બેન્કમાં મર્જર કરી દેવાયું છે તેવા કરદાતાઓ એ “નોન કોર એમેંડમેંટમાં” જઈ પોતાના બેન્ક ખાતાનો IFSC અપડેટ કરી આપવો જોઈએ. આ 8 બેન્કોમાં નીચેની બેન્કોનો સમાવેશ થાય છે.

  • દેના બેન્ક
  • વિજિયા બેન્ક
  • ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ
  • યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા
  • સિંડિકેટ બેન્ક
  • આંધ્રા બેન્ક
  • કોર્પોરેશન બેન્ક
  • અલ્હાબાદ બેન્ક

ઉપર જણાવેલ 8 બેન્કોમાં જો કરદાતાઓનું ખાતું હોય તો GST પોર્ટલ ઉપર સુધારો કરવો જરૂરી છે તેવું સૂચનામાં જણાવવામાં આવ્યું છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે. 

 

error: Content is protected !!