01 એપ્રિલથી તમામ B2B ઇન્વોઇસમાં HSN કોડ દર્શાવવો બનશે ફરજિયાત!! શું તમે આ માટે તૈયાર છો???

Spread the love
Reading Time: < 1 minute

પાછલાં વર્ષમાં 5 કરોડ સુધીના ટર્નઓવર માટે 4 આંકડાનો HSN કોડ તથા 5 કરોડ ઉપરના ટર્નઓવર માટે 6 આંકડાનો HSN કોડ ટેક્સ ઇન્વોઇસ પર દર્શાવવો રહેશે ફરજિયાત

તા. 16.03.2021: જી.એસ.ટી. હેઠાળ 01 એપ્રિલથી અમુક મહત્વના ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ પૈકી સૌથી મહત્વનો ફેરફાર જેને ગણી શકાય તેમનો એક છે B2B ઇન્વોઇસમાં(બિલોમાં) ફરજિયાત HSN કોડ દર્શાવવા અંગેનો ફેરફાર. એવા વ્યવહાર કે જેમાં જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતા અન્ય  જી.એસ.ટી. હેઠળ નોંધાયેલા કરદાતા વચ્ચે જે વ્યવહાર થાય તેવા વ્યવહારોને B2B વ્યવહાર ગણાય છે. 01 એપ્રિલ 2021 થી B2B ઇન્વોઇસ માટે HSN કોડ દર્શાવવો વેચનાર માટે ફરજિયાત બની જશે. જે કરદાતાઓનું ટર્નઓવર પાછલાં વર્ષમાં 5 કરોડ સુધીનું હોય તેમણે 4 આંકડાનો HSN કોડ દર્શાવવો ફરજિયાત રહેશે જ્યારે 5 કરોડ ઉપરનું ટર્નઓવર હોય તેવા કરદાતાઓએ પોતાના વેચાણ બિલોમાં 6 આંકડાનો HSN દર્શાવવો ફરજિયાત રહેશ. B2B વ્યવહારોમાં HSN કોડ વગરનું ઇન્વોઇસ માન્ય રહેશે નહીં. પાછલા વર્ષમાં 5 કરોડથી વધુ ટર્નઓવર વાળા કરદાતાઓ માટે આ B2C વ્યવહારો માટે પણ 6 આંકડાના HSN કોડ લખવા ફરજિયાત બની જશે. જ્યારે પાછલા વર્ષમાં 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે B2C ઇન્વોઇસમાં HSN લખવાની આ જરૂરિયાત મરજિયાત રહેશે.  આ નિયમો જાણી કરદાતાઓએ પોતાના બિલિંગ સૉફ્ટવેરમાં અથવા બનાવવામાં આવતા મેન્યુલ બિલોમાં આ સુધારો કરવો જરૂરી બનશે.  ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!