સમય મર્યાદા વીતી ગયા બાદ પણ GSTR 1 માં સુધારો કરવા કરદાતાને સગવડ આપવા આદેશ કરતી મદ્રાસ હાઇકોર્ટ
Reading Time: 2 minutes
[Speaker]
માનવીય ભૂલો સુધારવની તક કરદાતાને આપવી છે જરૂરી: મદ્રાસ હાઇકોર્ટ
પેંટેકલ પ્લાન્ટ મશીનરી પ્રા. લી. જી.એસ.ટી કાઉન્સીલ અને અન્યો
મદ્રાસ હાઇકોર્ટ રીટ પિટિશન 1022/2020
ઓર્ડર તારીખ: 23.02.2021
કેસના તથ્યો:
- કરદાતા દ્વારા પોતાના GSTR 1 રિટર્નમાં આંધ્ર પ્રદેશની પાર્ટીના સ્થાને ઉત્તર પ્રદેશના ખરીદનારના જી.એસ.ટી. નંબર દર્શાવવામાં આવ્યા હતા.
- GSTR 1 માં સુધારો કરવાનો સમય પૂર્ણ થઈ ગયો હતો.
- ખરીદનારને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે પ્રશ્ન ઊભો થતાં, વેચનાર પીટીશનર દ્વારા પોતાના GSTR 1 માં સુધારો કરવાનો આદેશ કરવા છૂટ આપવા રીટ કરવામાં આવી હતી.
કરદાતા તરફે દલીલ:
- ભૂલ માનવીય ભૂલ ગણાય અને આ પ્રકારની ભૂલ થવી સામાન્ય છે.
- જી.એસ.ટી.આર. ના મૂળ રિટર્ન સિસ્ટમ મુજબ ના GSTR 1, 2, 3 લાગુ થઈ હોત તો આ પ્રકારની ભૂલ અંગે ધ્યાન દોરવાની કોઈ શક્યતા રહેત. પણ જ્યારે આ સિસ્ટમનો અમલ થયો ના કોય, ખરીદનાર પાસે કોઈ વિકલ્પ રહેતો નથી.
- આ કેસના તથ્યો સન ડાયકેમ વી. ધ આશિ. કમિશ્નર સ્ટેટ ટેક્સ, [2020 VIL 524 Madras] ના તથ્યોને સમાન છે અને આ કેસમાં પણ એ ચુકાદાની જેમ રાહત આપવામાં આવે.
સરકાર તરફે રજૂઆત
- વેચનાર દ્વારા જે બિલો રજૂ કરવામાં આવ્યા છે તે આંધ્રા પ્રદેશના કરદાતાના જ છે.
કોર્ટનો ચુકાદો:
- GSTR 1, 2, 3, ની મૂળ સિસ્ટમ જો અમલમાં હોત તો આ પ્રકારની ભૂલ નિવારી શકાય હોત.
- આ સુધારો કરવાની મુદતમાં 30 સપ્ટેમ્બર 2018 થી વધારી 31 માર્ચ 2019 કરવામાં આવી હતી પરંતુ વેચનારને પોતાની ભૂલ વિષે આ સમયે ખબર ના હતી.
- સરકાર દ્વારા GSTR ફોર્મ 2 તથા 3 નો અમલ મોકૂફ રાખવામા આવ્યો છે તે બાબતે કોઈ તકરાર લેવામાં આવેલ નથી.
- માત્ર ખોટા ટીન ના કારણે ખરીદનારની ક્રેડિટ ના મંજૂર કરવામાં આવેલ છે. તેમને માલ મળ્યો તે અંગે કોઈ તકરાર ઉઠાવવામાં આવેલ નથી.
- સન ડાયકેમ કે જેમાં IGST/CGST/SGST માં હેડ સિલેક્ટ કરવામાં જે ભૂલ થયેલ હતી તે ભૂલ સુધારવા કોર્ટ દ્વારા સરકારને આદેશ કરવામાં આવ્યો હતો.
- GSTR 1A અને GSTR 2 હજુ સુધી નોટિફાય કરવામાં આવ્યા નથી. આમ, પીટીશનરને પોતાની સામાન્ય માનવીય ભૂલ બાબતે છૂટછાટ આપવામાં આવે તે જરૂરી છે.
- અધિકારી દ્વારા આ આદેશ મળ્યાના 8 અઠવાડીયામાં પીટીશનરને GSTR 1 સુધારવાની સગવડ આપવામાં આવે.
(સંપાદક નોંધ: આ ચુકાદો કરદાતાઓ માટે ખૂબ ઉપયોગી બનશે. જી.એસ.ટી.આર. 1 માં કરવાના થતાં સુધારાઓ નિયત સમય સુધી પોર્ટલ ઉપર કરી શકાય છે. પણ જ્યારે આ સમય વીતી જાય છે અને ત્યારે પોતાની ભૂલ અંગે કરદાતાને ધ્યાન ઉપર આવે ત્યારે તે સુધારો કરી શકતો નથી. વેચનારની નાની ભૂલના કારણે ખરીદનારને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ પ્રકારના ચુકાદા GSTR 1 ના સુધારા માટે ઉપયોગી સાબિત થશે.)