સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)15th March 2021

Spread the love
Reading Time: 5 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

   15th March 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમો જી.એસ.ટી. હેઠળ માફી માલ ના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલ વેપારી છીએ. અમારા માલના વેચાણ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવતી નથી. પણ શું અમારે RCM ભરવાની જવાબદારી આવે? શું આ ભરેલ RCM ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમને મળી શકે?         એક વેપારી, વડોદરા

જવાબ: હા, જી.એસ.ટી. કાયદાની કલામ 9(3) હેઠળ જે માલ તથા સેવાઓ ઉપર RCM ભરવાની જવાબદારી નાંખવામાં આવેલ છે તે જવાબદારી માફી માલ ઉપર પણ લાગુ પડે તેવો અમારો મત છે. આ RCM ની ક્રેડિટ જી.એસ.ટી. નિયમ 42 મુજબ તમારે રિવર્સ કરવાની રહે. આ ક્રેડિટ મળી શકે નહીં.

  1. અમારા અસિલે 2012 ની સાલમાં કેપિટલ ગુડ્સની ખરીદી કરી હતી. ત્યારે વેટ કાયદા હેઠળ તેમણે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધેલ હતી. હવે અમારા અસીલ ધંધો બંધ કરે છે અને જી.એસ.ટી. નંબર પણ રદ્દ કરાવે છે. આ કેપિટલ ગુડ્સના ઉપર અમારા અસીલની જી.એસ.ટી. કાયદાની કલમ 29(5) હેઠળ શું જવાબદારી આવે?                                                                                                                                                                          નિર્મલ પટેલ, એકાઉન્ટન્ટ, બોટાદ

જવાબ: આ કેપિટલ ગુડ્સનું જો વેચાણ કરવામાં આવે તો તેના ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે. પરંતુ જો આ કેપિટલ ગુડ્સનું વેચાણ કરવામાં ના આવે તો ક્રેડિટ રિવર્સ કરવાની જવાબદારી ના આવે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ QRMP સ્કીમ હેઠળ ત્રિમાસિક રિટર્ન ભરવા જવાબદાર થાય છે. તેઓનું જાન્યુઆરી તથા ફેબ્રુઆરી મહિનાનું B2B વેચાણ 60 લાખથી વધુ થઈ જાય છે. 50 લાખથી વધુનું વેચાણ IFF માં દર્શાવી શકયું નથી. હવે આ ના દર્શાવેલ વેચાણ માર્ચ મહિનાના GSTR 1 માં દર્શાવી શકશે?                                                                                                                                                                                                                               હેમાંગીબેન શેઠ, હળવદ

જવાબ: હા, QRMP સ્કીમ હેઠળ IFF માં ના દર્શાવી શકેલ B2B વેચાણ ત્રિમાસિક GSTR 1 માં દર્શાવી શકશે. QRMP ના સર્ક્યુલર પ્રમાણે તો કોઈ પણ મહિનાના IFF માં માત્ર 50 લાખ સુધીના B2B અપલોડ થઈ શકાય છે પરંતુ 11 માર્ચ બાદ IFF માં 50 લાખ ઉપરના વેચાણો પણ પોર્ટલ લઈ લે છે તેવા સમાચારો મળી રહ્યા છે.

  1. અમારા અસીલ QRMP સ્કીમમાં છે. અમોએ શરત ચૂકથી ટેક્સની રકમ “મંથલી પેમેન્ટ ફોર ક્વાર્ટરલી રિટર્ન” ના બદલે “એની અધર રીઝન” હેઠળ ભરી છે. તો શું ત્રિમાસિક GSTR 3B ભરતા સમયે આ રકમ સેટ ઓફ થઈ શકશે?                                                                                  હેમાંગીબેન શેઠ, હળવદ

જવાબ: હા, એની અધર રીઝન હેઠળ ભરાયેલ ટેક્સ પણ GSTR 3B માં સેટ ઓફ થઈ શકશે તેવો અમારો મત છે. આ રકમ બાબતે કદાચ સેટઓફ થાય ત્યાં સુધીનો વ્યાજનો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે.

  1. અમારા અસીલનો ધંધો પેસેંજર ટ્રાવેલ એજન્સીનો છે. તેઓ પોતાના ધંધા માટે વાહન ખરીદે છે. શું આ વાહનની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેમણે મળી શકે?                                                                                                                                                                                                               અમરિશકુમાર શાહ

જવાબ: હા, પેસેંજર ટ્રાવેલનું કામ કરતાં કરદાતાને વાહન ખરીદી ઉપર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ દ્વારા ફ્રેંચાઇઝી ફી પેટે 10 લાખની રકમ ચૂકવેલ છે. આ રકમ ઉપર કંપની દ્વારા જી.એસ.ટી. વસૂલ કરવામાં આવ્યો છે. આ ફ્રેંચાઈઝી ફી ઉપર લાગેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે?                                                                                   ભાર્ગવ ગણાત્રા, CA સ્ટુડન્ટ, રાજકોટ

જવાબ: હા, જી.એસ.ટી. કાયદાની કલમ 16 ની  પુર્તતા થતી હોય આ ક્રેડિટ મળવા પાત્ર બને તેવો અમારો મત છે.

  1. ફ્રેંચાઇઝી ડિપોજિત નોન રિફંડેબલ ડિપોઝીટ સ્વરૂપે હોય તો શું એ ટેકસેબલ સપ્લાય ગણાય?                               ભાર્ગવ ગણાત્રા, CA સ્ટુડન્ટ, રાજકોટ

જવાબ: હા, નોન રિફંડેબલ ડિપોઝિટ એ ટેકસેબલ સપ્લાય ગણાય તેવો અમારો મત છે.

 

 

ઇન્કમ ટેક્સ

  1. અમે નાણાં ધીરધાર કરનાર શ્રોફ પાસેથી રકમ ઉછીની લીધેલ હતી. આ રકમ બાબતે તકરાર થતાં તેઓએ અમારા ચેક બેન્કમાં નાંખી અમારી સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ કાયદાની કલમ 138 નીચે કેસ કરેલ છે. તેમણે મને ઉછીની રકમ 5 જૂને 500000, 10 જૂને 400000 તથા 18 જૂને બીજા 600000 રોકડા દર્શાવી પોતાના ચોપડામાં એન્ટ્રી કરેલ છે? ઇન્કમ ટેક્સ કાયદા મુજબ આ રોકડનો વ્યવહાર થઈ શકે?                 રાજુભાઇ, અમદાવાદ

જવાબ: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રોકડમાં નાણાં અંગેના જે નિયમો છે તે નિયમો મુજબ રોકડ સ્વીકારવા ઉપર પ્રતિબંધ છે. રોકડ આપનાર ઉપર નહીં. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269SS મુજબ કોઈ પણ લોન કે દીપોઝીટ 20000 કે તેથી ઉપરની રોકડમાં સ્વીકારી શકાય નહીં. આપનાર માટે આ જોગવાઇઓમાં કોઈ બાધ નથી તેવો અમારો મત છે.

 

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છેઆ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!