નાની નાની ટેકનિકલ બાબતો માટે કરદાતાએ કોર્ટ સુધી લાંબુ ના થવું પડે તે ધ્યાન રાખે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ: ગુજરાત હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Judgements with Tax Today

દિપક પ્રિન્ટ વી. ભારત સરકાર

સિવિલ એપ્લીકેશન નંબર 18157/2019

ઓર્ડર તારીખ 09.03.2021


કેસના તથ્યો

 • અરજ્કર્તા એ માલિકી ધોરણે ડ્રેસ મટિરિયલ પ્રિંટિંગનો ધંધો કરે છે અને જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ છે.
 • શરતચૂકથી મે 2019 નું 3B રિટર્ન ભરતા સમયે મે. દિપક પ્રોસેસના ખરીદ વેચાણના ડેટા મે. દિપક પ્રિન્ટના રિટર્નમાં અપલોડ થઈ ગયા હતા.
 • કરદાતાએ નોડલ અધિકારીને આ ભૂલ અંગે પત્ર દ્વારા જાણ કરેલ હતી અને સુધારો કરવાંની તક આપવા વિનંતી કરવામાં આવી હતી.
 •  નોડલ અધિકારીએ આ પત્રનો જવાબ આપવાની તસ્દી સુદ્ધાં લીધી ના હતી જે કારણે કરદાતાઓએ આ રિટ પિટિશન કરવી પડી હતી.
 • સરકાર દ્વારા હાલ સુધી આ અંગે કોઈ જવાબ પણ રજૂ કરવામાં આવ્યો નથી અને ફરી મુદતની માંગણી કરવામાં આવી હતી જે ખૂબ આશ્ચર્યજનક ગણાય.

કરદાતા તરફે દલીલ:

 • મે 2019 નું રિટર્ન ભરવામાં ક્લેરિકલ ભૂલ થઈ હોય આ રિટર્ન એડિટ કરવા કરદાતાને તક આપવી જોઈએ.
 • આ પ્રકારની ટેકનિકલ ભૂલો માટે સર્ક્યુલર 26/2017 માં સુધારો કરવામાં આવે અને આવી નાની ભૂલો માટે સુધારો કરવાં કરદાતાને યોગ્ય વિકલ્પ આપવામાં આવે.

કોર્ટનો ચુકાદો:

 • આ કેસમાં રહેલ મુદ્દો કોઈ નવો મુદ્દો (રેસ ઇન્ટીગ્રા) નથી.
 • કરદાતાઓને ટેકનિકલ કારણોસર પોતાના રિટર્નમાં સુધારા કરવાં અંગે ના સર્ક્યુલર 26/2017 માં સુધારો કરવામાં આવે અને કરદાતાને GSTR 3B ફાઇલ કરતાં પહેલા કોઈ ભૂલ સુધારો કરવાં તક આપવામાં આવે.
 • ભરતી એરટેલ વી. ભારત સરકાર (6345/2018) જેનો ચુકાદો 05.05.2020 ના રોજ આપવામાં આવેલ હતો જેમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે કરદાતાને પોતાના રિટર્નમાં જે તે મહિનામાં સુધારાની તક ના આપતા સર્ક્યુલર 26/2017, તા. 29.12.2017 ના પેરા 4 ની જોગવાઇઓને અમે અયોગ્ય ગણીએ છીએ.
 • આ ચુકાદા મુજબ કરદાતાને પોતાનું રિટર્ન એડિટ કરવા તક આપવા અમે આ કેસના સમવાળાને નિર્દેશ આપીએ છીએ.
 • ટેકનિકલ કારણોસર કરદાતાને આ કેસમાં હાઇકોર્ટ સુધી ઘસડાવું પડ્યું હોય તેઓ ઉપર લેઇટ ફીનું ભારણ આપવાનું રહેશે નહીં.
 • ડિપાર્ટમેંટની નાની નાની ટેકનિકલ ક્ષતિઑ કાઢવાની ટેવ જોતાં કોર્ટ દ્વારા એવી આશા રાખવામા આવે છે કે આ કિસ્સામાં નાની નાની ટેકનિકલ બાબતો માટે ફરી કરદાતાએ આ કોર્ટ સુધી આવવું પડશે નહીં.

(સંપાદક નોંધ: આ ચુકાદોએ ગુજરાત હાઇકોર્ટનો ખૂબજ અગત્યનો ચુકાદો માની શકાય. ટેકનિકલ ભૂલના કારણે GSTR 3B માં કોઈ ડેટા અપલોડ થઈ જાઈ ત્યારે કરદાતાને ટેક્સ પ્રોફેશનલને અનેક તકલીફો ભોગવવી પડતી હોય છે. જી.એસ.ટી. રિટર્ન રિવાઈઝ કરવાની પરવાનગી ના હોવાથી કરદાતાએ નાની ટેકનિકલ ભૂલો માટે પણ હાઇકોર્ટ સુધી લાંબુ થવું પડતું હોય છે. આ ચુકાદામાં કોર્ટ દ્વારા સર્ક્યુલર 26/2017 ની જોગવાઈમાં સુધારો કરી કરદાતા પોતાનું 3B ભરે ત્યાં સુધી તેને સુધારા કરવાની તક આપવામાં આવે તેવો સુધારો કરવાં પણ સરકારને નિર્દેશ આપવામાં આવ્યો છે જે ખાસ નોંધનીય બાબત છે. ટેક્સ ટુડે ટિમ સાથે નજીક થી જોડાયેલ એડવોકેટ રાજ તન્ના આ કેસમાં કરદાતા તરફે સફળ દલીલો કરવાં બદલ ટેક્સ ટુડે તેમને ખાસ અભિનંદન પાઠવે છે) ભવ્ય પોપટ, ટેક્સ ટુડે. 

2 thoughts on “નાની નાની ટેકનિકલ બાબતો માટે કરદાતાએ કોર્ટ સુધી લાંબુ ના થવું પડે તે ધ્યાન રાખે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ: ગુજરાત હાઇકોર્ટ

 1. My Client’s GST Penalty Paid in 2018 and 2017 year.
  As per 2019 notification, GST Penalty relief.

  My Question is that why my clients gst penalty money not refund up to date with interest.

  1. GST Late fee money are non refundable unless specifically specified. There are cases where late fee is paid and then amnesty is declared, the one who have paid the late fee is not eligible for refund.

Comments are closed.

error: Content is protected !!