જી.એસ.ટી. હેઠળ CMP-08 ની “નેગેટિવ લાયાબિલિટી” બાબતે જી.એસ.ટી. પોર્ટલ ઉપર સૂચવવામાં આવ્યું સમાધાન!! શું આ સમાધાન ખરેખર કામ આવશે??
“નેગેટિવ લાયાબિલિટી એરર” અંગે હેલ્પ ડેસ્ક ઉપર ટિકિટ જનરેટ કરવા કરદાતાઓને જણાવવામાં આવ્યું છે પરંતુ જી.એસ.ટી. હેલ્પ ડેસ્કની કામગીરી બાબતે સંતોષના હોવાના રહ્યા છે ટેક્સ પ્રોફેશનલ્સના અનુભવ
તા. 23.07.2021: કંપોઝીશન કરદાતાઑ માટેના આ CMP-08 ફોર્મમાં ખૂબ મોટા પ્રમાણમા કરદાતાઓને આવી રહી છે “નેગેટિવ લાયાબિલિટી એરર”. આ એરર અગાઉના વર્ષના કંપોઝીશન કરદાતાઓ માટેના GSTR 4 ભરવામાં થયેલ ટેકનિકલ ક્ષતિઓના કારણે ઊભી થઈ રહી છે. આ અંગે ટેક્સ ટુડે સહિત અનેક જી.એસ.ટી. અંગેના પોર્ટલ દ્વારા CMP-08 મુજબની રકમ ભરી, CMP-08 ફાઇલ કરી, સેટ ઓફ ના થયેલ કેશ લેજરની રકમ DRC-03 દ્વારા સેટ ઓફ કરવાનું સોલ્યુશન સૂચવવામાં આવ્યું હતું. આ પદ્ધતિમાં કરદાતાઓ જ્યારે નાણાકીય વર્ષ 2021-22 નું વાર્ષિક રિટર્ન GSTR-04 ભરશે ત્યારે તકલીફ થશે તેવી શક્યતાઓ ટેક્સ પ્રોફેશ્ન્લસ દ્વારા દર્શાવવામાં આવી હતી.
હવે, રહી રહીને જી.એસ.ટી. પોર્ટલને કરદાતાઓની તથા ટેક્સ પ્રોફેશનલ્સની આ મુશ્કેલી બાબતે જાણ થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે જી.એસ.ટી. પોર્ટલ ઉપર સમાધાન સૂચવવામાં આવ્યું છે. જી.એસ.ટી. પોર્ટલના સૂચન મુજબ કરદાતાએ કે ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા આ પ્રકારની “નેગેટિવ લાયાબિલિટી” અંગે જી.એસ.ટી. પોર્ટલની હેલ્પ ડેસ્ક ઉપર ફરિયાદ કરી ટિકિટ જનરેટ કરવાની રહે. આ ટિકિટ જનરેટ થતાં હેલ્પ ડેસ્ક આ પ્રકારની ક્લેરિકલ ભૂલ અંગે સુધારો કરી આપશે અને આ પ્રકારની એરર આવતી બંધ થઈ જશે. જો હેલ્પ ડેસ્ક આ પ્રમાણે ઝડપી સુધારા કરે તો કંપોઝીશન કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ માટે ખરેખર રાહતના સમાચાર ગણાશે. પરંતુ હેલ્પ ડેસ્કની કામગીરી જોતાં આ પ્રકારે ઝડપી સમાધાન થાય તે આશા રાખવી થોડી વધુ પડતી ગણાય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.