જી.એસ.ટી. હેઠળ CMP-08 ની “નેગેટિવ લાયાબિલિટી” બાબતે જી.એસ.ટી. પોર્ટલ ઉપર સૂચવવામાં આવ્યું સમાધાન!! શું આ સમાધાન ખરેખર કામ આવશે??

Spread the love
Reading Time: < 1 minute

“નેગેટિવ લાયાબિલિટી એરર” અંગે હેલ્પ ડેસ્ક ઉપર ટિકિટ જનરેટ કરવા કરદાતાઓને જણાવવામાં આવ્યું છે પરંતુ જી.એસ.ટી. હેલ્પ ડેસ્કની કામગીરી બાબતે સંતોષના હોવાના રહ્યા છે ટેક્સ પ્રોફેશનલ્સના અનુભવ 

તા. 23.07.2021: કંપોઝીશન કરદાતાઑ માટેના આ CMP-08 ફોર્મમાં ખૂબ મોટા પ્રમાણમા કરદાતાઓને આવી રહી છે “નેગેટિવ લાયાબિલિટી એરર”. આ એરર અગાઉના વર્ષના કંપોઝીશન કરદાતાઓ માટેના GSTR 4 ભરવામાં થયેલ ટેકનિકલ ક્ષતિઓના કારણે ઊભી થઈ રહી છે. આ અંગે ટેક્સ ટુડે સહિત અનેક જી.એસ.ટી. અંગેના પોર્ટલ દ્વારા CMP-08 મુજબની રકમ ભરી, CMP-08 ફાઇલ કરી, સેટ ઓફ ના થયેલ કેશ લેજરની રકમ DRC-03 દ્વારા સેટ ઓફ કરવાનું સોલ્યુશન સૂચવવામાં આવ્યું હતું. આ પદ્ધતિમાં કરદાતાઓ જ્યારે નાણાકીય વર્ષ 2021-22 નું વાર્ષિક રિટર્ન GSTR-04 ભરશે ત્યારે તકલીફ થશે તેવી શક્યતાઓ ટેક્સ પ્રોફેશ્ન્લસ દ્વારા દર્શાવવામાં આવી હતી.

હવે, રહી રહીને જી.એસ.ટી. પોર્ટલને કરદાતાઓની તથા ટેક્સ પ્રોફેશનલ્સની આ મુશ્કેલી બાબતે જાણ થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે જી.એસ.ટી. પોર્ટલ ઉપર સમાધાન સૂચવવામાં આવ્યું છે. જી.એસ.ટી. પોર્ટલના સૂચન મુજબ કરદાતાએ કે ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા આ પ્રકારની “નેગેટિવ લાયાબિલિટી” અંગે જી.એસ.ટી. પોર્ટલની હેલ્પ ડેસ્ક ઉપર ફરિયાદ કરી ટિકિટ જનરેટ કરવાની રહે. આ ટિકિટ જનરેટ થતાં હેલ્પ ડેસ્ક આ પ્રકારની ક્લેરિકલ ભૂલ અંગે સુધારો કરી આપશે અને આ પ્રકારની એરર આવતી બંધ થઈ જશે. જો હેલ્પ ડેસ્ક આ પ્રમાણે ઝડપી સુધારા કરે તો કંપોઝીશન કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ માટે ખરેખર રાહતના સમાચાર ગણાશે. પરંતુ હેલ્પ ડેસ્કની કામગીરી જોતાં આ પ્રકારે ઝડપી સમાધાન થાય તે આશા રાખવી થોડી વધુ પડતી ગણાય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.  ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!