હોલમાર્કિંગ અંગે જાણો મહત્વની માહિતી પ્રશ્ન જવાબ સ્વરૂપે…

Spread the love
Reading Time: 2 minutes [speaker]

સોના માટે હોલમાર્કિંગ અંગે મહત્વના નિયામો લાગુ થઈ ગયા છે. સોની વેપારીઓ આ નવા નિયમો અંગે ઘણી બાબતોમાં મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ નવા નિયમો અંગે સરલભાષામાં સમજણ આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

1. મારે 40 લાખથી ઓછું વેચાણ છે તો મારે hallmarking લાઇસન્સ લેવાનું જરૂરી છે?

જવાબ- કાયદા પ્રમાણે ના પણ જો તમે hallmarking વાળો દાગીનો ખરીદી અને વેચો છો તો લેવાનું* *ટૂંક મા બધા જ jewellers એ લેવું પડશે
*40 લાખ ની limit નો કોઈ જ મતલબ નથી*

2. દાગીનાનુ હોલમાર્કિંગ કેવી રીતે કરાવવાનું?

જવાબ- “manekonline” https://www.manakonline.in/ના portal ઉપર જઈ registration કરાવવાનું અને ત્યારબાદ એ poratl ઉપર થી જેટલાં પણ દાગીના નુ hallmarking કરાવવાનું છે એની online request આપવાની ત્યારબાદ hallmarking center વાળા એ request ને accept કરશે અને પછી દાગીના ત્યાં મોકલવાના. દાગીના મોકલતી વખતે ડિલિવરી ચલણ મા એની વિગત આપવી પડશે.

3. બિલ મા અત્યાર સુધી સોના ના દાગીના કરી ને જ વિગત લખી છે તો હવે કોઈ ફેરફાર થશે એમાં?

જવાબ- હા, હવે તમારે બિલની અંદર GST ના કાયદાની સાથે hallmarking નો કાયદો પણ અનુસરવો પડશે જેમાં બિલ ની અંદર, આઈટમ નામ, વજન, purety અને hallmarking ચાર્જ અલગ થી દર્શાવવાના રહેશે.

4. જુના hallmarking થયેલા દાગીના છે એનું શું?

જવાબ- 30-6-21 સુધી ના જેટલાં પણ દાગીના hallmarking નો સ્ટોક છે એની વિગત online આપવી પડશે, જેની છેલ્લી તારીખ 31-7-21 છે.

5. બિલ ની અંદર hallmarking charge બતાવવાનો છે તો એમાં GST કેટલો લાગશે*?

જવાબ- GST ના કાયદા પ્રમાણે એ કંપોઝિટ supply ગણાશે એટલે 3% GST ગણાશે.

6. એક બ્રાન્ચમાંથી બીજી branch મા સ્ટોક ટ્રાન્સફર કરવામાં આવે તો હોલમાર્કિંગ જરૂરી છે?

જવાબ- ના, hallmarking first પોઇન્ટ sale ઉપર છે એટલે સ્ટોક transfer ઉપર hallmarking જરૂરી નથી.

7. મારું વેચાણ 40 લાખ ઉપર છે પણ મારાં દાગીના નુ વજન 2gm નીચે છે તો મારે રેજીસ્ટ્રેશન કરાવવાનું જરૂરી છે?

જવાબ- ના, 2 ગ્રામ સુધી દાગીનાને છૂટ આપવામાં આવેલ છે એટલે ફરજિયાત રેજીસ્ટ્રેશન લેવાની જરૂર નથી, પણ જો તમે 2 ગ્રામ ઉપરના દાગીનાનુ પણ વેચાણ કરો છો તો રેજીસ્ટ્રેશન લેવું પડશે પરંતુ 2 ગ્રામ સુધી hallmarking ને છૂટ મળશે.

8- જે કિસ્સામાં માત્ર hallmarking નો charge જ customer પાસેથી લેવાનો છે તો કેટલો GST લાગશે?

જવાબ- આ પ્રકારે જ્યારે ગ્રાહક પાસેથી માત્ર હૉલમાર્કિંગ ચાર્જ જ લેવાનો થાય ત્યારે આ સેવા ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડશે.

9- રિપેરિંગ માટે દાગીનો આવે તો એમાં હોલ માર્કિંગ જરૂરી છે?

જવાબ – ના, માત્ર રિપેરિંગ માટે આવેલા દાગીના માટે હોલમાર્કિંગ કરાવવું જરૂરી નથી પરંતુ જો આ રિપેરિંગમાં 2gm થી વધુ સોનું આપવાનું થતું હશે તો હોલ માર્કિંગ જરૂરી છે*

10. BIS અધિકારી દુકાન ઉપર આવી અને માલ ચેક કરી શકશે?

જવાબ- હા, હોલમાર્કિંગના નવા નિયમો અનુસાર અધિકારી આ કરવા હક્કદાર રહેશે.

11. અત્યારે hallmarking ના center ની અછત છે તો આવા સમય મા કાયદા નો અમલ કઈ રીતે કરવાનો થાય?

જવાબ- આ એક મહત્વની મુશ્કેલી છે. આ અંગે વિવિધ સોની એસોસીએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવે તે જરૂરી છે.

આ સંકલન હોલમાર્કિંગ અંગેના નવા નિયમ વાંચી કરવામાં આવેલ છે પરંતુ કોઈ કિસ્સામાં તેનો અમલ કરતા પહેલા તમારા એડવોકેટ/CA/કન્સલ્ટન્ટની સલાહ  અવશ્ય લો

સંકલન: નીરવ જિંજુવાડિયા, ટેક્સ કન્સલ્ટન્ટ, ટેક્સ ટુડે પ્રતિનિધિ, અમરેલી

error: Content is protected !!