GSTR 1 ભરવામાં થયા છે મહત્વના ફેરફાર જે જાણવા છે તમારા માટે ખૂબ જરૂરી!!

Spread the love
Reading Time: 2 minutes

જ્યાં સુધી “જનરેટ સમરી” દ્વારા તમામ વિગતો “સેવ” નહીં થાય ત્યાં સુધી નહીં ખૂલે “સબમિટ” નો વિકલ્પ!! કરદાતાની ભૂલો નિવારવા મહત્વનો સુધારો. 

તા. 27.11.2021: જી.એસ.ટી. હેઠળ વેચનાર દ્વારા ભરવાના થતાં GSTR 1 તથા ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતા માટે માસિક ધોરણે ભરવાના થતાં IFF ફોર્મમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જી.એસ.ટી. પોર્ટલનું સંચાલન કરતી કંપની જી.એસ.ટી.એન. દ્વારા આ અંગે કરદાતાઓ માટે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર GSTR 1 ના “ડેશબોર્ડ” ને હવે બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક વિભાગમાં “એડ ઇંવોઇસ” ને લગતા ટેબલ્સ રહેશે જ્યારે બીજા વિભાગમાં “એમેંડ ઇંવોઇસ” ને લગતા ટેબલ્સ રહેશે. કરદાતા દ્વારા GSTR 1 માં કે IFF માં જે ઇંવોઇસ ઉમેરવામાં આવતું હોય તે વિભાગ 1 હેઠળ આવશે જ્યારે અગાઉ ઉમેરવામાં આવેલ ઇંવોઇસમાં કોઈ ફેરફાર કરવાનો થતો હોય ત્યારે કરદાતાએ વિભાબ બે માં “એમેંડ ઇંવોઇસ” માં આ સુધારા કરવાના રહેશે.

આ ઉપરાંત કરદાતા માટે વધુ સરળતા લાવવાના હેતુથી તથા કરદાતાની ભૂલો ઓછી કરવાના હેતુથી હવે GSTR 1 ના ડેશબોર્ડના વિવિધ “ટાઇલ” અલગ રંગથી દર્શાવવાની સુવિધા આપવામાં આવી છે. કરદાતા દ્વારા કોઈ ઇંવોઇસ એડ કરવામાં આવ્યું હોય અને આ ઇંવોઇસ એડ કરવામાં કોઈ ક્ષતિ હશે તો જે તે ટાઇલનો રંગ લાલ (રેડ) દર્શાવવામાં આવશે. જ્યારે યોગ્ય હોય તેવા ઇંવોઇસ જ્યારે સેવ કરી આપવામાં આવશે ત્યારે આ ટાઇલનો રંગ લીલો (ગ્રીન) દર્શાવવામાં આવશે. જ્યારે કરદાતા દ્વારા કોઈ ઇંવોઇસની વિગત નાંખવામાં આવેલ હોય અને તે વિગતો હજુ સંપૂર્ણ રીતે અપલોડ ના થઈ હોય (પેન્ડિંગ હોય)  ત્યારે જાંબલી રંગ દર્શાવી કરદાતાનું ધ્યાન દોરવામાં આવશે. આમ, અલગ અલગ રંગમાં ટાઇલ થવાથી કરદાતાને કોઈ ક્ષતિ હોય તો તે ક્ષતિ પકડવામાં અને દૂર કરવામાં સહાયતા મળશે.

કરદાતાઓને વધુ સરળતા મળી રહે તે હેતુથી હવે તેઓ પોતાના GSTR 1 કે IFF માં ખરીદનાર પ્રમાણે ઇંવોઇસ જોઈ શકશે. આ ઉપરાંત કરદાતા પોતે GSTR 1 કે IFF માં પાનાં દીઠ કેટલા “રેકોર્ડ” જોવા ઈચ્છે છે તે પણ પોતાની જરૂરિયાત અને અનુકૂળતા મુજબ પસંદ કરી શકશે. આ વિકલ્પમાં કરદાતાને “ડિફોલ્ટ” 10 “રેકોર્ડ્સ” પાનાં દીઠ દર્શાવવામાં આવશે. પરંતુ તેઓ ઈચ્છે તો 100 રેકોર્ડ્સ સુધી જોવાનો વિકલ્પ તેઓને મળશે.

એક અતિ મહત્વનો ગણી શકાય તેવા ફેરફાર અંગે વાત કરીએ તો હવે જ્યાં સુધી કરદાતા દ્વારા કોઈ વિગતો ઉમેરવામાં આવી હોય ત્યારે “જનરેટ સમરી” ના કરવામાં આવી હોય ત્યાં સુધી “સબમિટ” તથા “પ્રિવ્યૂ” ના વિકલ્પો “એક્ટિવ” નહીં રહે. જ્યારે ઉમેરવામાં આવેલ વિગતો “જનરેટ સમરી” દ્વારા યોગ્ય રીતે “સેવ” થશે ત્યારે જ આ “સબમિટ” તથા “પ્રિવ્યુ” ના “બટન એક્ટિવ” થશે. આમ થવાથી હાલ કરદાતા દ્વારા થતી GSTR 1 તથા IFF ભરવાની ઘણી ભૂલો રોકી શકવામાં મદદ મળશે. GSTR 1 તથા IFF માં હજુ બીજા સુધારાઓ ટૂંક સમયમાં કરવામાં આવશે તે અંગે પણ આ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

 

 

error: Content is protected !!