ગુજરાત ચેમ્બર દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્નની મુદત 31 ઓગસ્ટ સુધી વધારવા કરાઇ રજૂઆત

Spread the love
Reading Time: < 1 minute

26AS, AIS-TIS તથા ITR 5 હજુ થોડા સમય પહેલા જ શરૂ થયું હોય પોર્ટલ પર પણ મુશ્કેલીઓ હોય મુદત વધારવા કરાયો અનુરોધ

તા. 12.07.2022: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્નની મુદત વધારવા CBDT ચેરમેનને રજૂઆત કરવામાં આવેલ છે. આ રજૂઆતમાં જણાવવામાં આવેલ છે કે TDS TCS ની માહિતીઓ 15 જૂન આસપાસ જ અપડેટ થઈ હોય છે તેવું જણાય આવે છે. આ માહિતી પૈકી અમુક માહિતીમાં ફેરફાર જણાય તેમ હોય તો આવા TDS-TCS રિટર્ન રિવાઈઝ કરવાના થાય છે. આ ઉપરાંત આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઇ મહિનો ટેક્સ પ્રોફેશનલ્સ માટે ખૂબ વધુ કામ વાળો મહિનો રહેતો હોય છે. ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ઉપરાંત અન્ય કાયદાઓ હેઠળ કરવાના થતાં કામોની મુદત જુલાઇમાં પડતી હોય છે. આ ઉપરાંત છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસોમાં પણ વધારો થયો છે તે બાબત પણ CBDT ચેરમેનને ધ્યાને મૂકવામાં આવેલ છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની ઓફલાઇન યુટિલિટી 01.07.2022 ના રોજ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. એક સાથે જ્યારે માત્ર 1 મહિના જેવો ટૂંકો ગાળો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા તમામ નોન ઓડિટ કરદાતાઓને મળતો હોય, ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર પણ અસહ્ય ઘસારો પડી રહ્યો હોવાના સમાચાર છે. આ કારણે પોર્ટલ પણ જોઈએ તેવી સારી રીતે કામ કરતું નથી તેવા અહેવાલો છે. આ તમામ બાબતો ધ્યાને લઈ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 જુલાઇ 2022 થી વધારી 31 ઓગસ્ટ કરી આપવામાં આવે તે અંગે ખાસ માંગ કરવામાં આવેલ છે. કરદાતાઓના હિતમાં આ જાહેરાત વહેલી કરવામાં આવે તેવી માંગ પણ ગુજરાત ચેમ્બર દ્વારા કરવામાં આવી છે.

દેશભરમાં ટેક્સ પ્રોફેશનલ્સ હાલ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં વ્યસ્ત છે. વધુ પડતાં કામના કારણે ઇન્કમ ટેક્સ રિટર્નની ચોકકસાઇને પણ અસર પડતી હોય છે. આવા સમયે ઇન્કમ ટેક્સ હેઠળ નોન ઓડિટ વાળા કેસોની મુદતમાં વધારો સમયસર જાહેર કરવામાં આવે તેવી માંગણી કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સમાં ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!