સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના 9th July 2022 ઇન્કમ ટેક્સ FAQ વિશેષ

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


ઇન્કમ ટેક્સ વિશેષ

  1. અમે અમારી ધંધાકીય આવક સંદર્ભે 44AD હેઠળ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીએ છીએ. અમારે આ સાથે કેપિટલ ગેઇનની આવક છે. આ કારણે હું ITR 3 ભરવા જવાબદાર છે. મારે ITR 3 ભરવામાં નફા નુકસાન ખાતું તથા સરવૈયાની તમામ વિગતો (ફૂલ P & L તથા ફૂલ B/S) ભરવી ફરજિયાત છે?

જવાબ: ના, 44AD હેઠળ આવક જાહેર કરતાં કરદાતાઓ માટે “No Books Option” માં માત્ર ફરજિયાત છે તેવી જ વિગતો આપવાની રહે. Full P & L કે Full Balance Sheet ભરવાનું ફરજિયાત રહે નહીં તેવો અમારો મત છે.

 

  1. અમો ધંધાકીય આવક ધરાવીએ છીએ. અમારી આવક સંદર્ભે મે ગયા વર્ષથી ઇન્કમ ટેક્સના નવા સ્લેબ મુજબ ટેક્સ ભરેલ છે. ગયા વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન સાથે ફોર્મ 10IE ભરેલ છે. શું આ ફોર્મ 10 IE દર વર્ષે ભરવું જરૂરી છે?

જવાબ: ગયા વર્ષે નવા દરે વેરો ભરવાનો વિકલ્પ લીધો હોય ત્યારે ઇન્કમ ટેક્સ રિટર્નમાં “Continue To Opt For Taxation U/S 115BAC” વિકલ્પ હા કરેલ હોય ફરી 10 IE ભરવાની જરૂર રહે નહીં તેવો અમારો મત છે.

 

  1. હું શેર માર્કેટમાં “ઇન્ટ્રા ડે ટ્રેડિંગ” કરું છું. શું હું ઇન્કમ ટેક્સની કલમ 44AD હેઠળ આ આવક દર્શાવી શકું છું?

જવાબ: હા, શેર બજારમાં કરવામાં આવતા “ઇન્ટ્રા ડે ટ્રેડિંગ” એ “સ્પેકયુંલેશન બિઝનેસ ઇન્કમ” ગણાય અને ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD નો લાભ મળે તેવો અમારો મત છે.

  1. હું શેર માર્કેટમાં “F & O” માં ટ્રેડિંગ કરું છું. શું હું ઇન્કમ ટેક્સની કલમ 44AD હેઠળ આ આવક દર્શાવી શકું છું? કલમ 44AD હેઠળ મારૂ ટર્નઓવર શેના ઉપરથી નક્કી થાય?

જવાબ: હા, શેર બજારમાં થતાં F & O ના વ્યવહારોની આવક ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD નો લાભ મળે તેવો અમારો મત છે. આ આવક સંદર્ભે ટર્નઓવરની ગણતરી કરવાં માટે દરેક કોન્ટ્રાક્ટના નફા નુકસાનનો સરવાળો લેવાનો રહે તેવો અમારો મત છે.

 

  1. મારા ધંધાનું ટર્નઓવર ગયા વર્ષે 1 કરોડ ઉપર હતું. આ વર્ષે મારા ધંધાનું ટર્નઓવર 60 લાખ આસપાસ છે. શું હું આ વર્ષ માટે 44AD નો લાભ લઈ શકું છું?

 જવાબ: હા, તમે આ વર્ષે ટર્નઓવર 1 કરોડથી નીચે હોય, ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD નો લાભ લઈ શકો છો.

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!