Happy Birthday Goods & Service Tax!! આ દિવસ ની શરૂઆત કરો મારો ફેવરિટ વિડીયો જોઈ ને

Spread the love
Reading Time: < 1 minute

આજે જી.એસ.ટી. 3 વર્ષ પૂરા કરી રહ્યું છે. મિત્રો, આ ત્રણ વર્ષમાં જી.એસ.ટી. એ કરદાતાના જીવન ને અસર જરૂર કરી હશે. પણ એક ટેક્સ પ્રોફેશનલ ના જીવન ને તો 360 ડિગ્રી બદલી નાખી છે તે વાત ચોક્કસ છે. જી.એસ.ટી. કાયદો 01.07.2017 ના રોજ લાગુ થયો. આ કાયદો લાગુ થયાનું પ્રથમ વર્ષએ કદાચ તમામ ટેક્સ પ્રોફેશનલ્સ માટે ખૂબ મુશ્કેલ વર્ષ રહ્યું હશે તે બાબતે સૌ મારી સાથે સહમત થશે. ટેક્સ ટુડે ગ્રૂપ સમયાંતરે ટેક્સ અંગે ગ્રૂપ ડિશકશન નું આયોજન કરતું રહે છે. આવી રીતે જી.એસ.ટી. ને 1 વર્ષ થયો ત્યારે એક ગ્રૂપ ડિશકશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમ્યાન 1 જુલાઇ 2018 ના રોજ રાત્રે 12 કલાકે જી.એસ.ટી. નું પ્રથમ વર્ષ ઉજવવામાં આવ્યું હતું. આ સમયે વિવિધ ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા જી.એસ.ટી. અમલીકરણ પછી 1 વર્ષ ના પોતાના અનુભવ વર્ણવ્યા હતા.  તે પૈકી એક વિડીયો જે મારો ફેવરિટ છે તે આપ વાંચકો સાથે શેર કરું છું. મિત્રો, આ વિડીયો એ એક વર્ષ જી.એસ.ટી. પોર્ટલથી થાકેલા ટેક પ્રોફેશનલ્સ ની વ્યથા માર્મિક રીતે રજૂ કરે છે. હું વ્યક્તિગ્ત રીતે જ્યારે જી.એસ.ટી. બાબતે કોઈ ટેકનિકલ પરેશાની ભોગવી ને દુખી થતો હોવ છું ત્યારે આ વિડીયો જોઈ ટેન્શન ફ્રી થઈ જાવ છું. આપ સૌને ખાસ આ વિડીયો જોવા આગ્રહ કરું છું. એક બાબત સ્વીકારવી પડશે કે આજે જી.એસ.ટી. પોર્ટલ ઘણું સારું ચાલે છે. હા થોડી તકલીફો આજે પણ છે પણ પહેલા વર્ષ ના પ્રમાણમા પોર્ટલ ખૂબ સારું ચાલે છે તે બાબત સ્વીકારવી ઘટે. મારા વડીલ અને પરમ મિત્ર જૂનાગઢનાં ટેક્સ એડવોકેટ રજનિભાઈ કલારિયા નો આપણી વ્યથા માર્મિક રીતે સચોટ સ્વરૂપે રજૂ કરવા બદલ ખાસ આભાર. 

આ વિડીયો જોવા નીચે ક્લિક કરો:

આ વિડીયો નો હેતુ કોઇની લાગણી દુભાવવાનો નથી. 

error: Content is protected !!