સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 29th June 2020 Edition

Spread the love
Reading Time: 7 minutes

Experts

29th June 2020 Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી.

  1. અમારા અસિલ merchant export છે. તે ખરીદી 0.10% ટેક્સ રેટ માં કરે છે અને અક્સપોર્ટ LUT હેઠળ કરે છે. તો તેમને 0.10 નું રિફંડ તેઓ માંગી શકે? અને તેમની પાસે ઇમ્પોર્ટ અક્સપોર્ટ નું લાઈસેન્સ છે . તો બીજા કોઈ ડૉક્યુમેન્ટ’ ની જરુરુ છે ?                                                                                                                                                        રાજ ધનેશા, વેરાવળ

જવાબ: હા, 0.10 % ના લાભકારક દરે કરેલ ઇનવર્ડ સપ્લાય નું રિફંડ મળવાપાત્ર છે. સામાન્ય રીતે એક્સપોર્ટ કરવાં માટે IEC એટ્લે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ હોય તેજ જરૂરી છે. હા એક્સપોર્ટર ને અન્ય લાભો માટે APEDA, ISO હેઠળ ની નોંધણી તેમણે ઉપયોગી બનતી હોય છે.

 

  1. આમારા થી પેટ્રોલ પંપના કેસ માં જુલાઈ 17 થી 20 માર્ચ ખોટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ (ITC) લેવાઈ ગઇ છે. શું અમારે માસવાર આ ક્રેડિટ રિવર્સ કરવી જોઈએ કે એકજ માસમાં ક્રેડિટ રિવર્સ કરી લઈએ તો ચાલે? ITC રિવર્સલ ના કારણે જીએસટી ભરવાની પરિસ્થિતી ઊભી થાય તો એ ભારવાપાત્ર જીએસટી ઉપર વ્યાજ 18% લેખે આવશે કે 24% લેખે? કે ખોટી લીધેલ ITC ભરવા પાત્ર OUTWARD GST વગર વ્યાજ ભરી દેવો?

                                                                                                                                                             અલ્પ ઉપાધ્યાય, વલસાડ

જવાબ: અમારા મતે તમારે વર્ષ વાર ITC રિવર્સ કરવી જોઈએ. 2017-18 ના વર્ષ માટે તથા 2018-19 ના વર્ષ મતે DRC-03 દ્વારા ITC રિવર્સ કરી આપવી જોઈએ. 2019-20 ના વર્ષ મતે જો માર્ચ નું રિટર્ન બાકી હોય તો માર્ચ માહિનામાં વર્ષ ની ITC રિવર્સ કરી આપવી જોઈએ. જો માર્ચ 2020 નું રિટર્ન ભરી આપેલ હોય તો તે વર્ષ ની ITC પણ DRC-03 વડે રિવર્સ કરવી જોઈએ.

વ્યાજ બાબતે વાત કરીએ તો તમે જી.એસ.ટી. કાયદા ની કલામ 50(1) હેઠળ 18% વ્યાજ ભરવા જવાબદાર થશો. 50(3) હેઠળ વ્યાજ ભરવાની જવાબદારી માત્ર કલમ 42(10) તથા 43(10) હેઠળ રિવર્સલ કે આઉટપુટ વધારવા જવાબદાર હોય તેના મતે લાગુ પડે. આ કલમ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેચિંગ કોન્સેપ્ટ લાગુ થયો હોય તોજ લાગુ પડે તેવો અમારો મત છે.

 

 

  1. અમો અનરજિસ્ટર્ડ ડીલર પાસે લોખંડ આઈટમ નું જોબ વર્ક કારવીએ છીએ તો , રિવર્સ ચાર્જ ભરવો પડે ?                                                                                                                                                                                                        કિશોર હંસરા

જવાબ: ના, અનરજિસ્ટર્ડ વ્યક્તિ પાસે લોખંડ ની ચીજવસ્તુ નું જોબ વર્ક કરવવામાં આવે તો હાલ જી.એસ.ટી. કાયદા ની કલમ 9(3) તથા 9 (4) હેઠળ RCM ભરવાંની જવાબદારી આવે નહીં.

 

  1. અમો માલિકી ધોરણે જી.એસ.ટી.નંબર ધરાવીએ છીએ. તથા અમારી સેવા મેળવતી Local Authority પણ જી.એસ.ટી. નંબર ધરાવે છે. અમે તેઓને તેઓને men power service પૂરી પાડીએ છીએ તો નોટીફીકેશન 12/2017 ની એન્ટ્રી 3 ધ્યાને લેતા શું અમને કમુક્તિ નો લાભ મળે? જો ના મળે તો ક્યાં દરે GST ભરવો પડે?                                    હેમાંગી શેઠ                                                                                                                                                      

જવાબ :-અમારા મતે Local Authority ને આપવામાં આવેલ pure service” ને નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 3 નો લાભ મળે. આ બાબતે આપની સેવા એ ભારતીય બંધારણ ના અનુચ્છેદ 243W ને આધીન શિડ્યુલ 12 માં પડે છે કે નહીં તે બાબતે આ શિડ્યુલ જોઈ લેવું હિતાવહ છે.

 

  1. અમો માલિકી ધોરણે જી.એસ.ટી.નંબર ધરાવીએ છીએ. તથા અમારી સેવા મેળવતી Local Authority પણ જી.એસ.ટી. નંબર ધરાવે છે. અમે તેઓને તેઓને men power service પૂરી પાડીએ છીએ તો નોટીફીકેશન 13/2017 મુજબ શું Local Authority એ RCM ભરવાની જવાબદારી આવે?                                                                            હેમાંગી શેઠ                                                                                                                                                                                                      

જવાબ :-અમારા મતે Local Authority ને આપવામાં આવેલ “pure service” ને નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 3 નો લાભ મળે. આ લાભ મળતો હોય ત્યારે સેવા NIL રેટેડ બની જતી હોય છે. આ મતે Local Authority ની RCM ભરવા અંગે કોઈ જવાબદારી ના આવે તેવો અમારો મત છે.

 

 

  1. અમારા અસીલ પેટ્રોલ પંપ ડીલર છે. કંપની LFR લાઇસન્સ ફી રિકવરી ઉપર 28% જી.એસ.ટી. વસુલ કરે છે. આ LFR ની ક્રેડીટ મળે? પેટ્રોલપંપ નોન GSTમાં આવે છે અને અમો ઓઈલ નું વેચાણ પણ કરીએ છીએ અને તેનું GST ભરીયે છીએ તો તેની સામે મજરે લઇ શકાય?                                                                                                                    જગદીશભાઈ વ્યાસ                                                                                                        

જવાબ: ના, LFR એટલેકે લાઇસન્સ ફી રિકવરી ની ક્રેડિટ મળે નહીં. આ ફી સીધી રીતે પેટ્રોલ અને ડીઝલ સાથે જોડાયેલ હોય ઓઇલ ના વેચાણ ના પ્રમાણમા પણ આ ક્રેડિટ મળે નહીં તેવું અમારું માનવું છે

 

  1. અમારા અસીલ રેતી ની લીઝ ધરાવે છે. તેઓ આ માટે એસકેવેટર નો ઉપયોગ કરે છે. ખરીદનાર ની સાઇટ સુધી આ રેતી પહોચડવા તેઓ પોતાના ટ્રક નો ઉપયોગ કરે છે. વેચાણ બિલ તેઓ માત્ર રેતી નું બનાવે છે અને તેના ઉપર રેતી ના લાગુ દરે જી.એસ.ટી ઉઘરાવે છે. શું આ માટે ટ્રાન્સપોર્ટ નું બિલ અલગ બનાવવું જરૂરી ગણાય?               વિજય કોરડીયા, એડવોકેટ

જવાબ: ના, આ વ્યવહારમાં ટ્રાન્સપોર્ટ નું બિલ અલગ બનાવવું ના જોઈએ. આ વ્યવહાર એ માત્ર રેતી સપ્લાય નો વ્યવહાર ગણાય અને ટ્રાન્સપોર્ટ ચાર્જ જ્યારે અલગથી દર્શાવવામાં ના આવતો હોય માત્ર રેતી વેચાણ એ સપ્લાય ગણાય અને રેતી ને લાગુ દરે જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે.

 

  1. અમારા અસીલ ડોક્ટર છે. તેઓની દુકાન ભાડા ની આવક 20 લાખ થી વધુ થાય છે. આ કિસ્સામાં તેઓએ જી.એસ.ટી. નંબર લેવો પડે? આ દુકાન ભાડા ઉપર જી.એસ.ટી. ક્યાં દર ઉપર લાગે? ડોક્ટર પ્રેક્ટિસ ની ઇન્કમ હેલ્થ સર્વિસ હેઠળ NIL રેટેડ ગણાય અને 3 B માં NIL રેટેડ માં નાખવાની રહે?                                                                    પાર્થ વાલાની, વઢવાણ

જવાબ: હા, તમારા અસીલ ની ભાડા ની આવક 20 લાખ થી વધુ હોય તેઓ જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર બનશે. તેઓએ 18% ના દરે જી.એસ.ટી. ભરવો પડશે. પડોક્ટર પ્રેક્ટિસ ઇન્કમ એ કરમુક્ત ગણાશે અને 3B માં કરમુક્ત ની કૉલમમાં દર્શાવવા ની રહેશે.

 

  1. અમો ગુજરાત તથા પશ્ચિમ બંગાળ માં નોંધાયેલ કરદાતા છીએ. અમારી પશ્ચિમ બંગાળ ના રજીસ્ટ્રેશન માં 35000 જેવી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જમા રહે છે. હવે ત્યાં નો નોંધણી દાખલો રદ્દ કરાવવો છે. શું આ 35000 ની ક્રેડિટ અમો ગુજરાત ના રજીસ્ટ્રેશનમાં તબદીલ કરી શકીએ?                                                                                             જલારામ જિનિંગ ફેક્ટરી

જવાબ: ના, તમારા પશ્ચિમ બંગાળ ના નોંધણી ની ક્રેડિટ તમે ગુજરાત ના રજીસ્ટ્રેશન માં તબદીલ કરી શકો તેવી કોઈ સગવડ પોર્ટલ ઉપર નથી. આ ક્રેડિટ શું કરવા જમા રહી છે તે પણ ચર્ચા નો વિષય બને. જો સ્ટોક માં કોઈ માલ હોય અને તેનું વેચાણ ગુજરાત ને કરવામાં આવે તો આ ક્રેડિટ ગુજરાત લઈ શકાય છે. આ ઉપરાંત એ બાબત યાદ રહે કે જી.એસ.ટી. કાયદા ની કલમ 29(5) હેઠળ નોંધણી દાખલો રદ્દ કરવા સમયે સ્ટોક ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવે છે.

 

  1. અમારા અસીલ સર્જીકલ ગ્લોઉઝ ના વેપારી છે. તેઓ થઈલેંડ ની એક ઉત્પાદક કંપનીનો માલ વેચે છે. તેઓ ને ગ્રાહક કે જેઓ અમદાવાદમા છે તેમના દ્વારા સરજિકલ ગ્લોઉઝ નો ઓર્ડર આપવામાં આવ્યો છે જેમાં આ વસ્તુ થઈલેંડ થી ઈંગ્લેન્ડ મોકલવાની છે. ભારતમાં આ માલ આવવાનો નથી પણ પરચેસ ઓર્ડર ભારતમાં મળ્યો છે. બિલ અમદાવાદ ની કંપનીના નામનું આપવાનું છે. આ વ્યવહાર ઉપર જી.એસ.ટી. કેવી રીતે લાગે તે જણાવવા વિનંતી.                     જિગ્નેશ શાહ, બરોડા

જવાબ: આ વ્યવહાર અમારા મતે “હાઇ સી સેલ્સ” નો ગણાય. આ વ્યવહાર માં સપ્લાય “ નોન ટેક્સેબલ ટેરેટરી” માં થતું હોય અને માલ ટેકસેબલ ટેરેટરીમાં આવતો ના હોય આ વ્યવહાર ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી ના આવે. આ માટે જી.એસ.ટી. કાયદા નું પરિશિષ્ટ 3 ની એન્ટ્રી 8(b) જોઈ જવા વિનંતી.

આ બાબતે એક વાત જાણવી જરૂરી છે કે આ વિષય ઉપર ગુજરાત AAR ઓથોરીટી નું સ્ટરલાઇટ ટેકનોલોજિસ લી. નું AAR કરદાતા વિરુદ્ધ નું છે જ્યારે કેરેલા AAR ઓથોરીટીનું સાઇનથાઈટ ઈન્ડસ્ટ્રીઝ લી. નું AAR કરદાતા ની તરફેણમાં છે. પરંતુ આ બંને AAR GST ના પરિશિસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યા તે પહેલાના છે.

 

  1. અમારા અસીલ પ્રોપરાઇટર ધોરણે સોના નો ધંધો કરે છે. છેલ્લા એક વર્ષ થી તેઓએ એકવિટી, ફ્યુચર-ઓપ્શન ના વ્યવહારો શેર બજારમાં કરવાના શરૂ કર્યા છે. અમે શેર ખરીદ વેચાણ નું એક અલગ ખાતું રાખીએ છીએ. શું આ શેર ખરીદ વેચાણ ની વિગત GSTR 3B તથા વાર્ષિકમાં દર્શાવવું જરૂરી છે?                                                        જિગર વોરા, રાજકોટ

જવાબ: શેર-સિકયુરિટી ના વ્યવહારો એ જી.એસ.ટી. કાયદા ની વ્યાખ્યા 2(52) હેઠળ “ગુડ્સ” ના ગણાય. જી.એસ.ટી. કાયદા ની કલમ 2(102) મુજબ આ શેર અને સિક્યોરિટી સેવા પણ ગણાતી નથી. આમ, આ શેર અને સિક્યોરિટી ના વ્યવહારો માલ કે સેવા ગણાતા ના હોય, આ વ્યવહારો જી.એસ.ટી.આર. 3B કે વાર્ષિકમાં દર્શાવવા જરૂરી રહેતા નથી તેવો અમારો મત છે.

 

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!