જી.એસ.ટી. હેઠળ મુદતમાં કરવામાં આવ્યો વધારો: બહાર પાડવામાં આવ્યું જાહેરનામું
તા. 28.06.2020:સેન્ટરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દ્વારા નોટિફિકેશન 35, તા. 03 એપ્રિલ 2020 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. તેના મુજબ COVID 19 ના કારણે જે વિધિઓ કે કાર્યવાહીઓ 20 માર્ચ થી લઈ ને 29 જૂન સુધી કરવાની થતી હતી તે કાર્યવાહીઓ 30 જૂન સુધી કરી શકાશે તેવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ નોટિફિકેશનમાં સુધારો કરી નોટિફીકેશન 55/2020, તા. 27 જૂન 2020 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ નવા સુધારેલા નોટિફીકેશન મુજબ હવે 20 માર્ચ થી માંડી 30 ઓગસ્ટ સુધી જી.એસ.ટી. કાયદા હેઠળ આપવાદોમાં દર્શાવેલ કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહી-વિધિ હવે 31 ઓગસ્ટ સુધી કરી શકાશે. આ રાહતો ના કારણે હવે રિફંડ, ITC-01 જેવા ફોર્મ્સ ભરવામાં કરદાતાઓ ને વધુ સમય મળશે. આ રાહતકારક જોગવાઇઓ ના કારણે કરદાતાઓ અને વિશેષમાં કરવ્યવસાયિકો એ રાહત નો શ્વાસ લીધો છે તેવા અહેવાલો મળી રહ્યા છે.
નોટિફિકેશન 35/2020, તા. 03.04.2020 હેઠળના આપવાદો
- ટાઈમ ઓફ સપ્લાય અંગે ના નિયમો
- કંપોઝીશન ની લિમિટ ક્રોસ થવાથી પરમીશન રદ અંગે ના નિયમો.
- મરજિયાત, કેસ્યુલ, નોન રેસિડંટ ટેકસેબલ વ્યક્તિ અંગે ના નિયમો.
- ટેક્સ ઇંવોઇસ અંગે ના નિયમો તથા એવા નિયમો આઉટવર્ડ સપ્લાય ના રિટર્ન ના નિયમો
- લેઇટ ફી અંગે ના નિયમો (ઉપર જણાવેલ રાહતો સિવાય)
- વ્યાજ અંગે ના નિયમો (ઉપર જણાવેલ રાહતો સિવાય)
- ધરપકડ કરવાં અંગે ના નિયમો,
- ભાગીદારી ના કિસ્સામાં ભાગીદાર ની ટેક્સ ભરવાની જવાબદારી ના નિયમો.
- દંડ ના નિયમો
- માલ ની જપ્તીના નિયમો
- TDS, TCS તથા ઈન્પુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર સિવાય રિટર્ન અંગે ના નિયમો. (ઉપર જણાવેલ રાહતો સિવાય)
- ઇ વે બિલ ના નિયમો
ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે