ચાલો જલ્દીથી આવકવેરા રિટર્ન ભરીશું
છેલ્લી તારીખની રાહ જોયા વીના ફટાફટ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR)ફાઇલ કરી દો
આપેલ તારીખ પહેલા જ ITR ફાઈલ કરી દેશો તો ટેક્સ વિભાગ તમને જલ્દી જ રીફંડ મળી જશે
તા. 24.06.2022: નાણકીય વર્ષ 2021-22 એટલેકે એસેસમેન્ટ વર્ષ 2022-23 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની શરૂઆતથી થઈ ચૂકી છે. જો તમને તમારા ઓફિસથી ફોર્મ-16 મળી ગયું છે તો ફટાફટ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી દો કારણકે હવે ધીરે ધીરે ઇન્કમ ટેક્સ રિટર્નની ઇ-ફાઈલિંગની વેબસાઇટ પર ટેક્સપેયર દ્વારા વધુ રિટર્ન ફાઇલ કરવામાં આવશે અને સાઇટ પર લોડ વધતો જશે. ઇન્કમ ટેક્સ ફાઈલિંગ કરવામાં આવતી પરેશાનીથી બચવા માટે છેલ્લી તારીખની રાહ જોયા વીના ફટાફટ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR)ફાઇલ કરી દો.
31 જુલાઇ પહેલા જ ભરી દો ઇન્કમ ટેક્સ રિટર્ન નાણકીય વર્ષ 2021-22 અને એસેસમેન્ટ વર્ષ 2022-23 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન કોઇ પણ લેટ ફીના ચાર્જ વીના ભરવા હોય તો તેની છેલ્લી તારીખ છે 31 જુલાઇ 2022. જો આ તારીખ પછી તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી તો ઇન્કમ ટેક્સના સેકશન 234A હેઠળ વ્યાજ અને સેકશન 234F હેઠળ લેટ ફી સાથે ટેક્સ પર વ્યાજ પણ ચૂકવવો પડશે.
ITR ભરવાની તારીખ
કોઇ પણ વ્યક્તિ કે HUF માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2022 છે પણ કોઇ પણ ધંધા કે બીઝનેસ જેને ઓડીટની જરૂર પડે છે તેની માટેની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2022 છે. અ સાથે જ જે બિઝનેસમાં ઓડિટ રીપોર્ટની જરૂર પડે છે એમની માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2022 છે.
જો તમે 31 જુલાઇ 2022 પછી અને 31 ડિસેમ્બર 2022 પહેલા ઇન્કમ ટેક્સ રિટર્નની ફાઈલ દાખલ કરી તો તમારે 5,000 રૂપિયા પેનલ્ટી ભરવી પડે છે પણ જો તમારી વાર્ષિક આવક 5 લાખ કરતા ઓછી છે તો તમારે 1000 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. આમ, લેઇટ ફી થી બચવા ઇન્કમ ટેક્સ રિટર્ન આજે જ ભરો. અમિત સોની, ટેક્સ ટુડે પ્રતિનિધિ, નડિયાદ