જી.એસ.ટી. માં આવ્યા આ મહત્વના સુધારાઓ જે જાણવા છે તમારા માટે ખૂબ જરૂરી

Spread the love
Reading Time: < 1 minute

08.01.2021: 01 જાન્યુઆરીના રોજ જી.એસ.ટી. કાયદા હેઠળ મહત્વના સુધારાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ સુધારા મુજબ જી.એસ.ટી. નિયમ 59 માં પેટા નિયમ 6 ઉમેરવામાં આવ્યો છે. આ નવા ઉમેરવામાં આવેલ નિયમ મુજબ નીચેના સુધારા કરવામાં આવ્યા છે. આ નવો નિયમ અગાઉના નિયમની ઉપરવટ રાખવામા આવ્યો છે. આનો અર્થ એ કે આ પેટા નિયમ (સબ રૂલ) ના નિયમો અગાઉના નિયમો કરતાં ઉપર રહેશે.

  1. માસિક રિટર્ન ભરનાર માટે પાછલા 2 મહિનાના 3B રિટર્નના ભર્યા હોય તેવા કરદાતા હવે જી.એસ.ટી.આર. 1 ભરી શકશે નહીં.
  2. ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઓ માટે પાછલા 1  ટેક્સ પિરિયડ (1 ત્રિમાસ) ના રિટર્ન ન ભર્યા હોય તેવા કરદાતા હવે જી.એસ.ટી.આર. 1 કે I F F ભરી શકશે નહીં.
  3. જે કરદાતાને જી.એસ.ટી. રૂલ 86B મુજબ, 99% સુધીજ ક્રેડિટ વાપરવાનું નિયંત્રણ મૂકવામાં આવ્યું હશે તેવા કરદાતા પોતાનું અગાઉનું GSTR 3B નહીં ભારે ત્યાં સુધી GSTR 1 કે I F F ભરવા દેવામાં આવશે નહીં.

GSTR 1 માં પોતાના ખરીદનારની વિગત દર્શાવી ટેક્સ ભરવામાં ગલ્લા તલ્લા કરતાં કરદાતાઓ ઉપર લગામ લગાડવા આ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. અવારનવાર જી.એસ.ટી. હેઠળ કરચોરીના સમાચારો સાંભળવા મળી રહ્યા છે. આ પ્રકારના ફેરફારોના કારણે કરચોરી સાવ બંધ થઈ જશે તેમ કહેવું મુશ્કેલ છે પરંતુ કરચોરો માટે મુશ્કેલી વધશે તે બાબત તો ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

error: Content is protected !!