ઇન્કમ ટેક્સ ખાતું પણ કરી રહ્યું છે શોશિયલ મીડિયા દ્વારા પ્રચાર….કરદાતાઓને આવી રહ્યા છે ઇ-મેઈલ: જાણો શું છે આ ઇ મેઈલમાં….

Spread the love
Reading Time: < 1 minute

ઇ મેઈલ દ્વારા કરદાતાઓને પોતાની પ્રોફાઇલ પિકમાં “Proud to Be Honest Tax Payer” નો “બેજ” રાખવા કરાઇ રહી છે અપીલ!!

તા. 07.01.2021: શોશિયલ મીડિયાએ લોકોના જીવનમાં આમૂલ પરીવર્તન લાવ્યું છે તે બાબત ચોક્કસ છે. હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા પણ કરદાતાઓને પ્રોત્સાહિત કરવા તથા ઇન્કમ ટેક્સ પ્રમાણિક રીતે ભરવા અન્ય નાગરિકોને પ્રેરણા આપવા વિશિષ્ટ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે કરદાતાઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા છે તેમને ઇ મેઈલ દ્વારા “ઓનેસ્ટ ટેક્સ પ્રેયર બેજ” – પ્રમાણિક કરદાતાનું નિશાન મોકલી પોતાના ફેસબુક પ્રોફાઇલમાં આ બેજ રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

આ ઝુંબેશથી કરદાતાઓને પ્રમાણિક રીતે કર ભરવા પ્રેરણા મળશે અને ઇન્કમ ટેક્સ ન ભરતા વ્યક્તિઓ પણ ઇન્કમ ટેક્સ ભરતા થશે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટનું આ પગલું પ્રધાનમંત્રી મોદીના “Honoring the Honest” અભિગમ માટેનું પગલું ગણાય રહ્યું છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટનું આ પગલું ખરેખર આવકારદાયક ગણી શકાય. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

You may have missed

error: Content is protected !!