01 ઓક્ટોબરથી જી.એસ.ટી. હેઠળ આવી રહ્યો છે આ મહત્વનો ફેરફાર જે જાણવો છે વેપારીઓ માટે જરૂરી
By Prashant Makwana (Tax Consultant)
01 ઓક્ટોબર 2022 થી જી.એસ.ટી. હેઠળ મહત્વના ફેરફારો થવા જઇ રહ્યા છે. હાલ, 20 કરોડ ઉપરના કરદાતાઑ માટે ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત છે. હવે 01 ઓક્ટોબરથી પાછલા વર્ષમાં 10 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે જી.એસ.ટી. હેઠળ ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત બની જશે. ઉલ્લેખનીય છે કે 2017 18 થી લઈ 2021-22 સુધી કોઈ પણ વર્ષમાં કરદાતાનું ટર્નઓવર 10 કરોડથી વધુ થયું હોય તેવા કરદાતાઓએને આ ઇ ઇંવોઇસની જોગવાઈ લાગુ પડી જશે. ઇ ઇંવોઇસની સરળ સમજૂતી આપવા આ લેખમાં પ્રયાસ કરવામાં આવેલ છે.
E–INVOICE ની સરળ સમજુતી
(૧) E-Invoice કોને કહેવાય ?
E-INVOICE એટલે INVOICE ની જરૂરી વિગત INVOICE REGISTRATION PORTAL ઉપર અપલોડ કરીને INVOICE REFRENCE NUMBER અને QR કોડ મેળવેલ હોઈ તેવા INVOICE ને E-INVOICE કહેવાય છે.
(૨) E-Invoice કયારે લાગુ પડે ?
જે કરદાતાનું ટર્નઓવર નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨ સુધીમાં કોઈ પણ એક વર્ષમાં ૧૦ કરોડ થી વધુ હોઈ તેને ૦૧/૧૦/૨૦૨૨ થી E-INVOICE બનાવવું ફરજીયાત છે.
જો કોઈ કરદાતાનું ટર્નઓવર નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨ સુધીમાં જે E-INVOICE ની નક્કી કરેલી લીમીટ (૧૦ cr) છે તેથી ઓછું છે,પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના નવેમ્બર ૨૦૨૨ માં ટર્નઓવર ૧૦ કરોડ થી વધે તો તે કરદાતા ને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ એટલે કે ૧-૪-૨૦૨૩ થી E-INVOICE લાગુ પડે.
એકજ પાન કાર્ડ હોય અને જો કોઈને એક પાન નંબર પર બે GST NUMBER હોય અને બંને GST NUMBER એક બીજાને માલનું વેચાણ કરતા હોય તો કરદાતા નું ટર્નઓવેર E-INVOICE ની નક્કી કરેલી લીમીટ થી વધુ હોય તો તેને પણ E-INVOICE લાગુ પડે.
(૩) E-Invoice ક્યાં ડોક્યુમેન્ટ માં બનાવવું પડે?
(૧) TAX INVOICE
(૨) CREDIT NOT
(૩) DEBIT NOTE
- ઉપરના ડોક્યુમેન્ટ જયારે B2B ને ઇસ્યુ કરવાના હોઈ અથવા EXPORT ના ટ્રાન્જેક્સ્ન માં E-INVOICE ફરજીયાત છે.
- B2C ના ટ્રાન્જેક્સ્ન માં E-INVOICE ફરજીયાત નથી.
- NILL RATE અને EXEMPTED SUPPLIES માં E-INVOICE લાગુ નથી પડતું.
(૪) E-Invoice લાગુ પડતું હોય ત્યારે Duplicate અને Triplicate કોપી બનવાની કે નય?
E-INVOICE લાગુ પડતું હોય ત્યારે Duplicate અને Triplicate કોપી ઇસ્યુ કરવાની જરૂર નથી.
(૫) E-Invoice જનરેટ કર્યું હોય ત્યારે E-Invoice ની પ્રિન્ટ કાઢેલી કોપી સાથે રાખવી જરૂરી છે?
જયારે E-INVOICE જનરેટ કર્યું હોય ત્યારે E-INVOICE ની પ્રિન્ટ કાઢેલી કોપી ટ્રાન્સપોટેશન સાથે નો હોય તો પણ ચાલે , પરંતુ મોબઈલ કે વોટસ એપ માં જે E-INVOICE હોય તેમાં QR કોડ અને INVOICE REFERENCE NUMBER હોવો જરૂરી છે.
(૬) TAX INVOICE NUMBER અને INVOICE REFRENCE NUMBER વચ્ચે શું તફાવત છે.
TAX INVOICE NUMBER INVOICE REFERENCE NUMBER
TAX INVOICE NUMBER INVOICE REFERENCE NUMBER
કંટીન્યુ સીરીઝ માં હોય છે, દા.ત.1,2,3,4, કંટીન્યુ સીરીઝ માં ન હોય એ પોર્ટલ પર ઓટોમેટીક જનરેટ થાય.
GSTR-1 માં TAX INVOICE NUMBER લખવાનો હોય છે. GSTR-1 માં INVOICE REFERENCE NUMBER લખવાનો નથી.
(૭) E-Invoice જનરેટ થય ગયા પછી તેમાં કોય સુધારો કરી શકાય?
E-INVOICE PORTAL પર INVOICE REFERENCE NUMBER જનરેટ થય ગયો હોય અને QR કોડ જનરેટ થય ગયો હોય ત્યાર પછી તેમાં કોઈ સુધારો કરી શકાતો નથી.
(૮) E-Invoice જનરેટ થય ગયા પછી તેને કેન્સલ કરી શકાય?
E-INVOICE PORTAL પર E-INVOICE જનરેટ થય ગયું હોય તો ૨૪ કલાકની અંદર તેને કેન્સલ કરી શકે છે પરંતુ તે E-INVOICE ની સાથે કનેક્ટ E-WAY BILL કોઈ ઓફિસર દ્વારા ટ્રાન્સપોટેશન દરમ્યાન ચકાસણી થઇ ગયુ હોય તો તેને કેન્સલ કરી શકાશે નહિ.
જે TAX INVOICE નંબર નું E-INVOICE CANCEL થયું છે તે TAX INVOICE નંબર બીજી વાર બીજું E-INVOICE બનાવવા માટે ઉપયોગ માં લઇ શકાય નહિ.
(૯) E-Invoice જનરેટ કર્યું હોય તોય E–WAY BILL બનાવવું પડે.
હા. E-INVOICE જનરેટ કર્યું હોઈ તો પણ E-WAY BILL જનરેટ કરવું ફરજીયાત છે.
(આ લેખમાં આપવામાં આવેલ અભિપ્રાય લેખકના વિષય ઉપરના અંગત અભિપ્રાય છે. આ લેખ અંગે લેખકનો સંપર્ક: pm40977@gmail.com ઉપર કરી શકો છો)