હવે પાછલા વર્ષની જી.એસ.ટી. ક્રેડિટ 30 નવેમ્બર સુધી લઈ શકાશે. શું ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાને નહીં મળે આ વધારાની મુદત નો લાભ??
જી.એસ.ટી. હેઠળની બજેટ 2022 ની તમામ જોગવાઇઓ બની ગઈ અમલી
તા. 29.09.2022: બજેટ 2022 માં કરવામાં આવેલ જી.એસ.ટી. અંગેના ફેરફારો પૈકી મોટાભાગના ફેરફારો અમલી બનાવવામાં આવ્યા ના હતા. 28 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે આ અંગેના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે અને બજેટ 2022 ના અમલમાં બાકી રહેલા ફેરફારોના અમલીકરણ 01 ઓક્ટોબરથી લાગુ કરી આપવામાં આવ્યા છે. આ ફેરફારોમાં સૌથી મોટો ફેરફાર એ કરવામાં આવ્યા છે કે પાછલા નાણાકીય વર્ષને લગતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પછીના વર્ષમાં સપ્ટેમ્બર મહિનાના GSTR 3B ની મુદત સુધી જ લઈ શકાતી હતી. હવે આ નિયમમાં ફેરફાર કરી પાછલા વર્ષની ક્રેડિટ પછીના વર્ષના નવેમ્બર મહિના સુધી લઈ શકાશે. સરળ રીતે કહીએ તો નાણાકીય વર્ષ 2021 22 ની કોઈ ક્રેડિટ લેવાની ક્દરદાતા દ્વારા રહી ગઈ હોય તો તેઓ આ ક્રેડિટ હવે 30 નવેમ્બર સુધી લઈ શકશે. આવી જ રીતે કરદાતા દ્વારા ભરવામાં આવતું વેચાણ અંગેનું ફોર્મ GSTR 1 માં પાછલા વર્ષમાં કોઈ ફેરફાર કરવા હશે તો આ ફેરફાર તેઓ હવે કાયદામાં કરવામાં આવેલ સુધારા પછી 30 નવેમ્બર સુધી કરી શકશે. આ બન્ને ફેરફારો કરદાતાઓ માટે ખૂબ આવકારદાયક ગણી શકાય. આ ફેરફારો 01.10.2022 થી અમલી બનાવવામાં આવેલ છે. નિષ્ણાતો એ બાબતે દ્વિધા અનુભવી રહ્યા છે કે 30 નવેમ્બર સુધી ક્રેડિટ લેવા બાબતે માસિક રિટર્ન ભરતા કરદાતા માટે તો ચોક્કસ આવકારદાયક રહેશે પરંતુ નાના કરદાતાઓ જેઓએ ત્રિમાસિક રિટર્ન (QRMP) ભરવાનો વિકલ્પ સ્વીકારેલ હોય તેઓ નવેમ્બર મહિનામાં ક્રેડિટ કેવી રીતે લઈ શકેશે. સામાન્ય રીતે પોતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અને આઉટપુટ ટેક્સની ગણતરી કરી ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતા PMT 06 દ્વારા પોતાનો સેલ્ફ એસેસમેંટ ટેક્સ ભરતા હોય છે. પરંતુ ક્રેડિટ લેજરમાં તો તેઓની ત્રીજા ક્વાટરની ક્રેડિટ સામાન્ય રીતે જાન્યુઆરી માંજ જમા થતી હોય છે. શું આ આવકારદાયક સુધારાનો લાભ નાના ગણી શકાય તેવા ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઓને નહીં મળે?? આ પ્રશ્ન ટેક્સ નિષ્ણાંતોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
1 thought on “હવે પાછલા વર્ષની જી.એસ.ટી. ક્રેડિટ 30 નવેમ્બર સુધી લઈ શકાશે. શું ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાને નહીં મળે આ વધારાની મુદત નો લાભ??”
Comments are closed.